GU/Prabhupada 0595 - જો તમારે વિવિધતાઓ જોઈતી હોય તો તમારે એક ગ્રહની શરણ લેવી પડે



Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972

તો બ્રહ્મજ્યોતિમાં, ફક્ત 'ચિન-માત્ર' હોવાથી, ફક્ત આત્મા, આત્માની કોઈ વિવિધતા નથી. તે ફક્ત આત્મા છે. જેમ કે આકાશ. આકાશ પણ પદાર્થ છે. પણ આકાશમાં, કોઈ વિવિધતા નથી. જો તમારે વિવિધતા જોઈતી હોય, આ ભૌતિક જગતમાં પણ, તો તમારે એક ગ્રહનો આશ્રય લેવો પડે, ક્યાંતો તમે પૃથ્વી ગ્રહ પર આવો અથવા ચંદ્ર ગ્રહ પર જાઓ અથવા સૂર્ય ગ્રહ પર. તેવી જ રીતે, બ્રહ્મજ્યોતિ કૃષ્ણના શરીરમાથી નીકળતા ચમકતા કિરણો છે. યસ્ય પ્રભા પ્રભવતો જગદ અંડ કોટી (બ્ર.સં. ૫.૪૦). જેમ કે સૂર્યપ્રકાશ સૂર્ય ગોળામાથી નીકળતી પ્રકાશિત જ્યોતિ છે, અને સૂર્ય ગોળામાં, સૂર્યદેવ છે, તેવી જ રીતે, આધ્યાત્મિક જગતમાં, બ્રહ્મજ્યોતિ છે, નિરાકાર, અને બ્રહ્મજ્યોતિમાં, આધ્યાત્મિક ગ્રહો છે. તેમને વૈકુંઠલોક કહેવામા આવે છે. અને સૌથી ઉચ્ચ વૈકુંઠલોક છે કૃષ્ણલોક. તો કૃષ્ણના શરીરમાથી, બ્રહ્મજ્યોતિ બહાર આવી રહી છે. યસ્ય પ્રભા પ્રભવતો જગદ અંડ કોટી (બ્ર.સં. ૫.૪૦). દરેક વસ્તુ બ્રહ્મજ્યોતિમાં અસ્તિત્વ ધરાવે છે. સર્વમ ખલ્વ ઇદમ બ્રહ્મ. ભગવદ ગીતામાં પણ તે કહ્યું છે, મતસ્થાની સર્વભૂતાની નાહમ તેષુ અવસ્થિત: (ભ.ગી. ૯.૪). દરેક વસ્તુ તેમની જ્યોતિમાં અસ્તિત્વ ધરાવે છે, બ્રહ્મજ્યોતિ...

જેમ કે આખું ભૌતિક જગત, અસંખ્ય ગ્રહો, તેઓ સૂર્યપ્રકાશ પર આધારિત છે. સૂર્યપ્રકાશ તે સૂર્ય ગોળાની નિરાકાર જ્યોતિ છે, અને લાખો ગ્રહો સૂર્યપ્રકાશ પર ટકી રહ્યા છે. દરેક વસ્તુ થઈ રહી છે, સૂર્યપ્રકાશને કારણે. તેવી જ રીતે બ્રહ્મજ્યોતિ બહાર આવે છે, કૃષ્ણના શરીરમાથી બહાર આવતા કિરણો, અને દરેક વસ્તુ બ્રહ્મજ્યોતિ પર આધાર રાખે છે. વાસ્તવમાં, અલગ અલગ પ્રકારની શક્તિઓ છે. જેમ કે સૂર્ય પ્રકાશમા, અલગ અલગ પ્રકારના રંગો, શક્તિઓ છે. તે આ ભૌતિક જગતની રચના કરે છે. જેમ કે આપણે વ્યાવહારિક રીતે જોઈ શકીએ છીએ. જ્યારે પાશ્ચાત્ય દેશોમાં કોઈ સૂર્યપ્રકાશ નથી, જ્યારે બરફ હોય છે, વૃક્ષના બધા જ પાંદડાઓ તરત જ પડી જાય છે. તેને પાનખર ઋતુ કહેવાય છે. ફક્ત થડ રહે છે, લાકડાનો ભાગ. ફરીથી જ્યારે વસંત ઋતુ આવે છે, સૂર્યપ્રકાશ મળે છે, તરત જ, તે ફરીથી લીલું બની જાય છે. તો જેમ આ ભૌતિક જગતમાં સૂર્યપ્રકાશ કામ કરી રહ્યો છે, તેવી જ રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના શારીરિક કિરણો બધી જ રચનાના સ્ત્રોત છે. યસ્ય પ્રભા પ્રભવતો જગદ અંડ કોટી (બ્ર.સં. ૫.૪૦). બ્રહ્મજ્યોતિના કારણે, લાખો અને લાખો બ્રહ્માણ્ડો બહાર આવી રહ્યા છે.