Please join, like or share our Vanipedia Facebook Group
Go to Vaniquotes | Go to Vanisource | Go to Vanimedia


Vanipedia - the essence of Vedic knowledge

GU/Prabhupada 0603 - આ મૃદંગ ઘરે ઘરે જશે

From Vanipedia


આ મૃદંગ ઘરે ઘરે જશે
- Prabhupāda 0603


Lecture on SB 1.16.8 -- Los Angeles, January 5, 1974

યમરાજનું કાર્ય હોય છે કે જોવું કે આ જીવ કેટલો પાપી છે, અને તેને તે પ્રકારનું શરીર આપવું. કર્મણા દૈવ નેત્રેણ (શ્રી.ભા. ૩.૩૧.૧). તમારો ન્યાય તમારી મૃત્યુ પછી થશે, આપણે દરેક. અવશ્ય, જો તે કૃષ્ણ ભાવનામૃતને ગંભીરતાથી લે છે, તો માર્ગ સ્વયંસંચાલિત છે. આપમેળે તમે ભગવદ ધામ જશો. કોઈ ન્યાયનો પ્રશ્ન નથી. ન્યાય અપરાધીઓ માટે છે, ધૂર્તો જે કૃષ્ણ ભાવનાભાવિત નથી. પણ જો તમે કૃષ્ણ ભવનભાવિત બનશો, જો તમે આ જીવનમાં કાર્ય પૂરું ના પણ કરી શકો, જો તમે પતિત થાઓ, છતાં, તમને ફરીથી મનુષ્ય શરીરનો અવસર આપવામાં આવશે, જ્યાં તમે અંત કરેલો ત્યાથી શરૂઆત કરવા માટે, જે બિંદુ પરથી તમે પતિત થયા હતા ત્યાથી શરૂઆત કરવા માટે. તે છે...

તેથી સ્વલ્પમ અપિ અસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત (ભ.ગી. ૨.૪૦). જો તમે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યું છે, તેનું ખૂબ ગંભીરતાથી પાલન કરવાનો પ્રયત્ન કરો, મતલબ નીતિ નિયમોનું પાલન કરવું અને હરે કૃષ્ણ જપ કરવો. બસ તેટલું જ. પાંચ વસ્તુઓ. વ્યભિચાર નહીં, જુગાર નથી, માંસાહાર નહીં... આપણે મૈથુન પર પ્રતિબંધ નથી મુક્તા, પણ અવૈધ યૌન સંબંધ સૌથી વધુ પાપમય છે. સૌથી વધુ પાપમય. દુર્ભાગ્યવશ, ઘણા પાપીઓ છે, એક મૈથુનથી બીજું, બીજાથી ત્રીજું, બીજું... તે માયાનો ભ્રમ છે, પ્રભાવ. પણ જો તમે કૃષ્ણને વળગેલા રહો... મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરન્તિ તે (ભ.ગી. ૭.૧૪). જો તમે કૃષ્ણના ચરણકમળ ખૂબ જ મજબૂત રીતે પકડી લો, તો તમે પતિત નહીં થાઓ. પણ જો તમે બ્રહ્મચારીનો દેખાડો કરશો, કહેવાતા ગૃહસ્થ, અથવા કહેવાતા સન્યાસી, તો તમે પતિત થશો. આપણે તે અનુભવી રહ્યા છે. તો તમે પતિત થશો જ. કૃષ્ણ એક બનાવટી, એક મિથ્યા ભક્તને સહન નહીં કરે. માયા ખૂબ જ બળવાન છે. તરત જ તેને પકડી લે છે: "ચાલ. તું અહિયાં કેમ છે? તું આ (કૃષ્ણ ભાવનામૃત) સમાજમાં કેમ છે? બહાર નિકળ." તે યમરાજનું કર્તવ્ય છે. પણ જો તમે કૃષ્ણ ભાવનામૃતમાં રહેશો, યમરાજ તમને સ્પર્શ નહીં કરે. જે બિંદુથી તમે કૃષ્ણ ભાવનામૃત શરૂ કરશો તમારી મૃત્યુ અટકી જાય છે. તમારી મૃત્યુ અટકી જાય છે. કોઈ મરવા માટે તૈયાર નથી. તે હકીકત છે. તમે કહી શકો, હું કહી શકું, "ના, હું મૃત્યુથી ભયભીત નથી." તે બીજી ધૂર્તતા છે. દરેક વ્યક્તિ મૃત્યુથી ભયભીત છે, અને કોઈને મરવું નથી. તે હકીકત છે. પણ જો તમે તે વસ્તુ માટે ગંભીર હોવ, કે "હું મારી જન્મ, મૃત્યુની પ્રક્રિયાને બંધ કરીશ," તો તે કૃષ્ણ ભાવનામૃત છે.

તેથી તેની સલાહ આપી છે, અહો નૃલોકે પિયેત હરિ લીલામૃતમ વચ: (શ્રી.ભા. ૧.૧૬.૮). "હે માનવ સમાજ, તને આ શરીર મળ્યું છે. બસ કૃષ્ણકથાનું અમૃત પાન કરતો જા." તેની અહી સલાહ આપી છે. અહો નૃલોકે. વિશેષ કરીને, તે નૃલોકે, માનવ સમાજ, માં સલાહ આપી છે. તે કુતરા-લોકે અથવા બિલાડી-લોકે નથી કીધું. તે ના થઈ શકે. તેમની પાસે કોઈ સામર્થ્ય નથી. તેથી કહ્યું છે: નૃલોકે. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે. બીજો શ્લોક પાંચમા સ્કંધમાં: નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે, કષ્ટાન કામાન અરહતે વિદ ભુજામ યે (શ્રી.ભા. ૫.૫.૧). આ ભાગવત છે. કોઈ સરખામણી નથી. આખા બ્રહ્માણ્ડમાં શ્રીમદ ભાગવતમ જેવો કોઈ ગ્રંથ નથી. કોઈ સરખામણી નથી. કોઈ સરખામણી નથી. દરેક શબ્દ માનવ સમાજના કલ્યાણ માટે છે. દરેક શબ્દ, એક એક શબ્દ. તેથી અમે પુસ્તક વિતરણ પર આટલો ભાર આપીએ છીએ. એક યા બીજી રીતે, જો પુસ્તક કોઈના હાથમાં જશે, તેને લાભ થશે. ઓછામાં ઓછું તે જોશે, "ઓહ, તેમણે આટલું બધુ મૂલ્ય લીધું છે. મને જોવા દે એમાં શું છે." જો તે એક શ્લોક વાંચશે, તેનું જીવન સફળ થશે. જો એક શ્લોક, એક શબ્દ. આ આટલી સરસ વસ્તુઓ છે. તેથી આપણે આટલો ભાર આપીએ છીએ, "કૃપા કરીને પુસ્તક વિતરણ કરો, પુસ્તક વિતરણ કરો, પુસ્તક વિતરણ કરો." મોટું મૃદંગ. આપણે કીર્તન કરીએ છીએ, આપણું મૃદંગ વગાડીને. તે આ ઓરડા કે થોડું બહાર સંભળાય છે. પણ આ મૃદંગ ઘરે ઘરે જશે, દેશ દેશમાં, સંપ્રદાયથી સંપ્રદાયે, આ મૃદંગ.

તો તે સલાહ આપેલી છે કે નૃલોકે. નૃલોકે મતલબ માનવ શરીર, માનવ સમાજમાં. આપણે રદ નથી કરતાં કે "આ અમેરિકન સમાજ છે" અથવા "આ યુરોપીયન સમાજ છે," " આ ભારતીય સમાજ છે..." ના, બધા મનુષ્યો. બધા મનુષ્યો. તેનો ફરક નથી પડતો તે કોણ છે. બધા મનુષ્યો. સભ્ય માણસોની શું વાત કરી, અસભ્ય પણ, અનાર્ય. તેમનું ભાગવતમમાં વર્ણન છે. કિરાત હુણાન્ધર પુલિંદ પુલ્કશા આભીર શુંભા યવના: ખસાદય: (શ્રી.ભા. ૨.૪.૧૮). આ નામો છે. કિરાત. કિરાત મતલબ કાળા, આફ્રીકનો. તેમને કિરાત કહેવાય છે. કિરાત હુણ આંધ્ર. હુણ, ઉત્તર ધ્રુવ પરનો દેશ અથવા સમાજ, રશિયા, જર્મનની ઉપર, તેમને હુણ કહેવાય છે. ઘણા બધા છે જે આપણે જાણતા નથી. ખસાદય:, મોંગોલિયનો. ખસાદય: મતલબ તેઓ કે જે મૂછ અને દાઢી પૂરતી નથી ઉગાડતા, આ મોંગોલિયન દળ. કિરાત હુણાન્ધર પુલિંદ પુલ્કશા આભીર શુંભા યવના: ખસાદય: યવન, મ્લેચ્છ, યવન, જે લોકો મુસ્લિમ છે અને બીજા. તો તેમનો સમાવેશ થયેલો છે. નૃલોકે. કારણકે તે નૃલોક છે. દરેક મનુષ્ય. બાહ્ય રીતે, એવું હોઈ શકે કે, આ દેશ તે દેશ કરતાં સારો છે. તે હકીકત છે. આર્યન અને અનાર્યન. વિભાજનો છે: સભ્ય, અસભ્ય; શિક્ષિત, અશિક્ષિત; સંસ્કૃત, અસંસ્કૃત; કાળા, ગોરા; આ અને તે. તે છે... બાહ્ય રીતે આ... પણ તે શરીરનો ભેદ છે.