Please join, like or share our Vanipedia Facebook Group
Go to Vaniquotes | Go to Vanisource | Go to Vanimedia


Vanipedia - the essence of Vedic knowledge

GU/Prabhupada 0622 - જે વ્યક્તિઓ કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન છે, તેમનો સંગ કરો

From Vanipedia


જે વ્યક્તિઓ કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન છે, તેમનો સંગ કરો
- Prabhupāda 0622


Lecture on SB 7.6.17-18 -- New Vrindaban, July 1, 1976

જો તમને આ ભૌતિક જગતમાં ભોગ કરવાની ઈચ્છા હોય પણ, છતાં તમે આ કૃષ્ણ ભાવનામૃત લો. કૃષ્ણ તમને સંતુષ્ટ કરશે. તેઓ તમને આપશે. તમારા ભૌતિક આનંદ માટે બીજું કઈ કરવાની કોઈ જરૂર નથી. જો તમારે... કારણકે આપણે ભૌતિક આનંદ છોડી નથી શકતા. આપણે અનંત કાળથી ટેવાયેલા છીએ, ઘણા જીવન પર જીવન, ફક્ત ઇન્દ્રિય તૃપ્તિ માટે. આ ખ્યાલને છોડવો બહુ સરળ નથી. તેથી શાસ્ત્ર કહે છે જો તમને ઇન્દ્રિય તૃપ્તિનો ખ્યાલ હોય, છતાં તમે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરો. બીજું કઈ ના કરો. જેમ કે દેવતાઓ. તેમને બધી ઇન્દ્રિય તૃપ્તિ માટે સુવિધા છે. ઇન્દ્રિય તૃપ્તિ મતલબ ઉદર ઉપસ્થ જિહવા (ઉપદેશામૃત ૧), જિહવા, આ જીભ, અને પેટ અને જનનેંદ્રિય. આ ઇન્દ્રિય તૃપ્તિના મુખ્ય સ્ત્રોતો છે. બહુ સ્વાદિષ્ટ ભોજન, જેટલું પેટ ભરાય તેટલું ભરો, અને પછી મૈથુનનો આનંદ કરો. આ ભૌતિક છે. આધ્યાત્મિક જગતમાં આ વસ્તુઓ નથી. ભૌતિક જગતમાં આ વસ્તુઓ બહુ જ મુખ્ય છે.

તો પ્રહલાદ મહારાજ તેમના મિત્રોને ચેતવણી આપે છે કે જો આપણે આ ઇન્દ્રિય તૃપ્તિથી આસક્ત થઈ જઈશું, તો વિમોચીતુમ કામ દ્રશામ વિહાર ક્રીડા મૃગો યન નિગડો વિસર્ગ: (શ્રી.ભા. ૭.૬.૧૭-૧૮) નિગડ, નિગડ મતલબ મૂળ, ભૌતિક શરીર સ્વીકારવાનું મૂળ કારણ. આ વસ્તુઓ છે ઇન્દ્રિય તૃપ્તિ. તતો વિદુરાત: દૂરની જગ્યાએથી. તતો વિદુરાત પરિહ્રત્ય દૈત્ય. (શ્રી.ભા. ૭.૬.૧૭-૧૮) "મારા પ્રિય મિત્રો, જો કે તમે દૈત્ય પરિવારમાં જન્મેલા છો, હું પણ જન્મેલો છું" - તેમના પિતા પણ દૈત્ય હતા. દૈત્યેષુ સંગમ વિષયાત્મકેશુ: "છોડી દો..." અસત સંગ ત્યાગ એઈ વૈષ્ણવ આચાર (ચૈ.ચ. મધ્ય ૨૨.૮૭). તે જ વસ્તુ. ચૈતન્ય મહાપ્રભુએ પણ કહ્યું હતું. તો વૈષ્ણવ કોણ છે? વૈષ્ણવ, તેમણે તરત જ સમજાવ્યું, કે વૈષ્ણવ, વૈષ્ણવનું કર્તવ્ય શું છે? કોઈ ભક્તે ચૈતન્ય મહાપ્રભુને પૂછ્યું, "સાહેબ, વૈષ્ણવનું કર્તવ્ય શું છે?" તો તેમણે તરત જ જવાબ આપ્યો બે પંક્તિઓમાં, અસત સંગ ત્યાગ એઈ વૈષ્ણવ આચાર: "ભૌતિકવાદી વ્યક્તિઓનો સંગ છોડી દેવો." તો આગલો પ્રશ્ન થઈ શકે, "કોણ ભૌતિકવાદી છે?" અસત એક 'સ્ત્રીસંગી: "જે સ્ત્રીથી આસક્ત છે, તે અસત છે." અને કૃષ્ણભક્ત આર, "અને જે કૃષ્ણનો ભક્ત નથી."

તો આપણે છોડવું પડે. તો તેથી નીતિ નિયમો છે. ઓછામાં ઓછું, અવૈધ યૌન સંબંધ નહીં. વિવાહ કરો, સજ્જનની જેમ રહો, જવાબદારી લો, પછી ધીમે ધીમે તમે આ મૈથુન ઈચ્છાને છોડી શકશો. જ્યાં સુધી તમે આ મૈથુન ઈચ્છાને છોડશો નહીં, પૂર્ણ રીતે સ્થિર, ભૌતિક જન્મના પુનરાવર્તનને રોકવાનો કોઈ પ્રશ્ન જ નથી - જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. તે શક્ય નથી. તેથી પ્રહલાદ મહારાજ સલાહ આપે છે, દૈત્યેષુ સંગમ વિષયાત્મકેશુ: "સંગ ના કરો..." અસત સંગ, તે જ વસ્તુ, જેમ ચૈતન્ય મહાપ્રભુએ... અસત સંગ ત્યાગ એઈ વૈષ્ણવ આચાર. આ વૈષ્ણવનું કાર્ય છે. અસત, કે જેઓ ભૌતિક રીતે આસક્ત છે તેમનો સંગ ના કરશો. તે બહુ મુશ્કેલ સંગ છે. તો તે શક્ય છે, ઉપેત નારાયણમ આદિ દેવમ સ મુક્ત સંગૈર ઈશિતો અપવર્ગ: (શ્રી.ભા. ૭.૬.૧૭-૧૮). તેથી સંગ બહુ જ..., સજ્જતી સિદ્ધાશયે. જે લોકો કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન્ન છે, ભક્તિમય સેવા, તેમનો સંગ કરો.

તેથી આપણે અલગ અલગ કેન્દ્રો બનાવી રહ્યા છીએ દરેક વ્યક્તિને ભક્તોના સંગની તક પ્રદાન કરવા. જેટલું શક્ય હોય, આપણે આશરો આપીએ છીએ, આપણે પ્રસાદ આપીએ છીએ, આપણે શિક્ષા આપીએ છીએ, આપણે કૃષ્ણની પૂજા કરવાની તક આપીએ છીએ. કેમ? કારણકે લોકો સંગનો લાભ લે, નારાયણ. નારાયણમ આદિ દેવમ, તેઓ નારાયણ સાથે સંગ કરી શકે. નારાયણ અને જે પણ નારાયણની ભક્તિમય સેવા થયેલી છે - નારાયણ, કૃષ્ણ, વિષ્ણુ, એક જ શ્રેણી... નારાયણ પરો અવ્યક્ત્યાત. નારાયણ મતલબ જે..., જેમનું પદ દિવ્ય છે, નારાયણ. તો જેવા તમે નારાયણના સંપર્કમાં આવો છો, લક્ષ્મી છે. અમે બનાવેલા દરિદ્ર નારાયણની પૂજા નથી કરતાં, ના.