GU/Prabhupada 0636 - જે લોકો વિદ્વાન છે, તેઓ આવો કોઈ ભેદભાવ નથી કરતાં, કે તેને કોઈ આત્મા નથી



Lecture on BG 2.30 -- London, August 31, 1973

તેથી, આ શરીર, જોકે આ ભૌતિક છે, તે જ સ્ત્રોતમાથી આવતું, છતાં તે ઉતરતું છે. તો જ્યારે દેહિ, અથવા આત્મા, જોકે સ્વભાવથી તે ભૌતિક પ્રકૃતિ કરતાં ચડિયાતો છે, પણ છતાં, કારણકે તે ભૌતિક પ્રકૃતિમાં કેદ છે, તે કૃષ્ણને ભૂલી ગયો છે. આ ક્રિયા છે. પણ, જેમ અહી કહ્યું છે, કે દેહે સર્વસ્ય, સર્વસ્ય દેહે, તેજ આત્મા છે. તેથી, જે લોકો ધૂર્ત નથી, જે લોકો બુદ્ધિશાળી છે અને જ્ઞાનમાં પૂર્ણ છે, તેઓ મનુષ્ય અને પ્રાણી વચ્ચે કોઈ ભેદભાવ નથી કરતાં. પંડિતા: સમદર્શિન: કારણકે તે પંડિત છે, તે વિદ્વાન છે, તે જાણે છે કે તેજ આત્મા છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે (ભ.ગી. ૫.૧૮). પ્રથમ વર્ગના વિદ્વાન બ્રાહ્મણમાં, આત્મા છે, તે જ ગુણનો આત્મા. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી, ગાયમાં, હસ્તિની, હાથીમાં, શુની - શુની મતલબ કૂતરો - ચાંડાલ, મનુષ્યોમાં સૌથી અધમ, દરેક જગ્યાએ આત્મા છે. એવું નથી કે ફક્ત મનુષ્યોમાં જ આત્મા છે, અથવા ઉચ્ચ દેવતાઓમાં આત્મા છે, અને બિચારા પ્રાણીઓમાં કોઈ આત્મા નથી. ના. દરેકમાં છે... દેહે સર્વસ્ય ભારત. તો આપણે કોનો સ્વીકાર કરીશું? કૃષ્ણના વિધાનનો અથવા કોઈ ધૂર્ત તત્વજ્ઞાનીનો અથવા કહેવાતા ધાર્મિકવાદીનો? આપણે કોનો સ્વીકાર કરીશું? આપણે કૃષ્ણનો જ સ્વીકાર કરવો પડે, પરમ સત્તા, પરમ વ્યક્તિ. તેઓ કહે છે સર્વસ્ય. ઘણી જગ્યાએ, કૃષ્ણ કહે છે. તેથી, જેઓ વિદ્વાન છે, તેઓ આવો કોઈ ભેદભાવ નથી કરતાં, કે કોઈ આત્મા નથી. દરેકને આત્મા છે. તસ્માત સર્વાણી ભૂતાની (ભ.ગી. ૨.૩૦). ફરીથી, તેઓ કહે છે, સર્વાણી ભૂતાની. ન ત્વમ શોચિતુમ અરહસી (ભ.ગી. ૨.૩૦) તે તમારું કર્તવ્ય છે. કૃષ્ણ ફક્ત તે મુદ્દા પર ભાર મૂકે છે કે આત્મા શાશ્વત છે, તેની હત્યા ના થઈ શકે. ઘણી બધી રીતે. શરીર નાશ્વત છે. "તો તે યુદ્ધ કરવું તારું કર્તવ્ય છે. શરીરની હત્યા થઈ શકે, શરીરનો વિનાશ થઈ શકે. પણ ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). પણ આ શરીરના વિનાશ થવા છતાં પણ, આત્મા રહે છે. તેને બીજું શરીર મળે છે, બસ તેટલું જ." દેહ, તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). દેહાંતર પ્રાપ્તિ: તમારે બીજું શરીર સ્વીકારવું જ પડે. અને આ આગલા શ્લોકમાં પણ સમજાવવામાં આવશે.

એક ક્ષત્રિય માટે જે યુદ્ધ, ધર્મયુદ્ધ, માં સંલગ્ન છે... યુદ્ધ ધર્મયુદ્ધ જ હોવું જોઈએ. કારણ સાચું હોવું જોઈએ. તો યુદ્ધ ઠીક છે. તો ક્ષત્રિય કે જે ધર્મયુદ્ધમાં મારે છે, તે જવાબદાર નથી, તે પાપી નથી. તે કહેલું છે. જેમ કે બ્રાહ્મણ. તે... તે અમુક પશુની યજ્ઞમાં આહુતિ આપે છે. તેનો મતલબ તે નથી કે તે મારે છે. તેવી જ રીતે, ક્ષત્રિય, જ્યારે તે હત્યામાં સંલગ્ન છે, તે પાપી નથી. તે આગલા શ્લોકમાં સમજાવવામાં આવશે. "તો તે તારું કર્તવ્ય છે." "તેની ચિંતા ના કર કે તું તારા પરિવારજનોને કે તારા દાદાને મારી રહ્યો છું. તું મારી પાસેથી જાણ, ખાતરી, કે દેહિ, અવધ્ય, તું મારી ના શકે, તે શાશ્વત છે." હવે, દેહે સર્વસ્ય ભારત, આ મહત્વપૂર્ણ મુદ્દાની તમારે નોંધ લેવી જોઈએ, કે દરેક જીવ, શરીર આત્માના સ્તર પર વિકાસ પામ્યું છે. શરીર બહુ મોટું અથવા બહુ નાનું હોઈ શકે, તેનો ફરક નથી પડતો. પણ... તેથી પદાર્થ ઉત્પન્ન થાય છે અથવા કરવામાં આવે છે આત્માના સ્તર પર. એવું નથી કે આત્મા અથવા જીવ પદાર્થના મિશ્રણથી ઉદભવે છે. તે વૈજ્ઞાનિક મુદ્દો છે. પદાર્થ આત્મા પર આધારિત છે. તેથી તેને ઉતરતું કહેવાય છે. યયેદમ ધાર્યતે જગત (ભ.ગી. ૭.૫). ધાર્યતે, તે ધારણ કરે છે. આત્મા છે; તેથી, વિશાળકાય બ્રહ્માણ્ડ આત્મા પર આધારિત છે. ક્યાંતો પરમાત્મા કૃષ્ણ, અથવા સૂક્ષ્મ આત્મા. બે પ્રકારની આત્મા હોય છે. આત્મા અને પરમાત્મા. ઈશ્વર અને પરમેશ્વર.