GU/Prabhupada 0642 - કૃષ્ણ ભાવનામૃત આ ભૌતિક શરીરને આધ્યાત્મિક શરીરમાં પરિવર્તિત કરે છે



Lecture on BG 6.1 -- Los Angeles, February 13, 1969

ભક્ત: પ્રભુપાદ? તમે કહ્યું હતું કે આત્મા વાળના અગ્ર ભાગના દસ હજારમાં ભાગનું છે. આધ્યાત્મિક આકાશમાં, આત્મા શું તેટલા જ માપનું છે?

પ્રભુપાદ: હમ્મ?

ભક્ત: આત્મા, જ્યારે તે પાછું જાય છે...

પ્રભુપાદ: તે છે, તે છે તેની બંધારણીય અવસ્થા. આધ્યાત્મિક આકાશમાં અથવા ભૌતિક આકાશમાં, તે એક સમાન છે. પણ જેમ તમે ભૌતિક જગતમાં એક ભૌતિક શરીર વિકસિત કરો છો, તેવી જ રીતે આધ્યાત્મિક જગતમાં તમે એક આધ્યાત્મિક શરીર વિકસિત કરી શકો છો. તમે સમજ્યા? તમારી સ્થિતિ તે સૂક્ષ્મ અણુ છે, પણ આત્મા વિસ્તૃત થઈ શકે છે. ભૌતિક જગતમાં આ વિસ્તરણ પદાર્થના સંપર્કમાં રહીને થાય છે. અને આધ્યાત્મિક આકાશમાં, તે વિસ્તરણ આત્મામાં થઈ શકે છે. અહી ભૌતિક જગતમાં હું આત્મા છું. હું આ શરીર કરતાં અલગ છું કારણકે આ શરીર પદાર્થ છે અને હું જીવિત છું. હું જીવશક્તિ છું, પણ આ ભૌતિક શરીર જીવશક્તિ નથી. અને આધ્યાત્મિક જગતમાં બધુ જ જીવશક્તિ છે. કોઈ જ જડ પદાર્થ નથી. તેથી શરીર પણ આધ્યાત્મિક છે. જેમ કે પાણી સાથે પાણી, બસ. પણ પાણી અને તેલ - ભેદ છે. તેવી જ રીતે, હું આત્મા છું, હું, કહો કે, તેલ છું. તો હું પાણીમાં છું, તો ફરક છે. પણ જો મને તેલમાં મૂકવામાં આવે, તો બધુ બરાબર છે. તો નિરાકારવાદીઓ, તેઓ શરીર વિકસિત નથી કરતાં. તેઓ ફક્ત આત્માના અણુ તરીકે રહે છે. તે તેમનો ખ્યાલ છે. પણ આપણે વૈષ્ણવો, આપણને કૃષ્ણની સેવા કરવી હોય છે, તેથી આપણે હાથ, પગ અને મોઢું અને જીભ, બધાની જરૂર હોય છે. તો આપણને એવું શરીર આપવામાં આવે છે. જેમ તમે આ શરીર માતાના ગર્ભમાથી મેળવો છો, તેવી જ રીતે આપણે આધ્યાત્મિક જગતમાં શરીર મેળવીએ છીએ. માતાના ગર્ભમાથી નહીં, પણ મેળવવાની વિધિ છે, તમે મેળવી શકો છો.

ભક્ત: જો કે તે કૃત્રિમ રીતે ના થઈ શકે. કોઈ પણ વ્યક્તિ કોઈ યુક્તિ ના કરી શકે.

પ્રભુપાદ: કૃત્રિમ રીતે?

ભક્ત: હા, કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિક શરીર તેના પોતાના ખ્યાલોથી વિકસિત ના કરી શકે, "ઓહ હું આધ્યાત્મિક શરીર વિકસિત કરીશ. અભ્યાસ કરીને."

પ્રભુપાદ: આ કૃષ્ણ ભાવનામૃત અભ્યાસ આ ભૌતિક શરીરને આધ્યાત્મિક શરીરમાં બદલે છે. તે કેવી રીતે થાય છે. ઉદાહરણ મે ઘણી વાર આપ્યું છે, કે તમે લોખંડને અગ્નિમાં મૂકો. જેટલું તે વધારે ગરમ થશે, તે અગ્નિ બનશે. જ્યારે લોખંડ લાલચોળ બની જાય છે - તેનો મતલબ લોખંડે અગ્નિનો ગુણ વિકસિત કર્યો છે - તમે લોખંડને કોઈ પણ જગ્યાએ સ્પર્શ કરો, તે અગ્નિની જેમ વર્તશે. તેવી જ રીતે, આ શરીર, જોકે તે ભૌતિક છે - ઘણા બધા ઉદાહરણો છે. એક ધાતુ, વીજળીયુક્ત, ધાતુ વીજળી નથી. પણ જ્યારે તે વીજળીયુક્ત બને છે, તમે ધાતુને સ્પર્શ કરો, તમને તરત જ વીજળીનો ઝટકો લાગશે. જેમ કે વીજળીનો તાર. તાંબુ, તે તાંબુ છે. પણ જેવુ તે વીજળીયુક્ત બને છે, તમે તેને સ્પર્શ કરો, તમને વીજળીનો ઝટકો લાગશે. ઘણા બધા ઉદાહરણો છે. તેવી જ રીતે, જો તમારું શરીર આધ્યાત્મિક બનશે, તો પછી કોઈ ભૌતિક કાર્યો નથી. ભૌતિક કાર્યો મતલબ ઇન્દ્રિય તૃપ્તિ. તો જેવુ વ્યક્તિ વધુ આધ્યાત્મિક બને છે, ભૌતિક માંગો નહિવત બની જાય છે. કોઈ ભૌતિક કાર્યો નહીં.

તો તમે તે કેવી રીતે કરી શકો? તે જ ઉદાહરણ. તમારે લોખંડને નિરંતર અગ્નિમાં રાખવું પડે. તમારે પોતાને નિરંતર કૃષ્ણ ભાવનામૃતમાં રાખવા પડે. પછી તમારું આ શરીર પણ, ભૌતિક શરીર, આધ્યાત્મિક બની જશે. સંસ્કૃત વ્યાકરણનો નિયમ છે જેને મયત કહેવાય છે, મયત-પ્રત્યય. મયત મતલબ, એક શબ્દ છે, જેમ કે સ્વર્ણમય. સ્વર્ણમય મતલબ સોનેરી. સોનેરી કહી શકાય છે, જ્યારે તે શુદ્ધ સોનાનું બનેલું છે, તે પણ સોનેરી છે. અને જો તે બીજા કશાનું બનેલું છે પણ બહારનું આવરણ સોનાનું છે, પુષ્કળ પ્રમાણમાં સોનું, તે પણ સોનેરી છે. તેવી જ રીતે, જ્યારે આ ભૌતિક શરીર ફક્ત આધ્યાત્મિક કાર્યોથી પૂર્ણ બની જશે, તો આ પણ આધ્યાત્મિક છે. તેથી સંત વ્યક્તિઓ, અવશ્ય તમારા દેશમાં દરેક વ્યક્તિને ગુજરી ગયા પછી દાટવામાં આવે છે, પણ ભારતમાં વેદિક પદ્ધતિ અનુસાર, ફક્ત બહુ જ ઉચ્ચ વ્યક્તિઓ, ભક્તો, તેમના શરીરને બાળવામાં નથી આવતા. તેને આધ્યાત્મિક ગણવામાં આવે છે. એક સન્યાસીના શરીરને બાળવામાં નથી આવતું કારણકે તેને આધ્યાત્મિક ગણવામાં આવે છે. તો તે આધ્યાત્મિક કેવી રીતે બની ગયું? તે જ ઉદાહરણ. જ્યારે શરીરને કોઈ ભૌતિક કાર્યો નથી રહેતા, ફક્ત કૃષ્ણ ભાવનામૃતમાં આધ્યાત્મિક કાર્યો, તે શરીર આધ્યાત્મિક છે.

તો જો આ જગત કૃષ્ણ ભાવનામૃતથી પૂર્ણ થઈ જશે, કોઈ ઇન્દ્રિય તૃપ્તિ માટે કામ નહીં કરે, ફક્ત કૃષ્ણની સંતૃપ્તિ માટે કાર્ય કરશે, આ જગત તરત જ આધ્યાત્મિક જગત બની જશે. આને સમજવા માટે થોડો સમય લાગે છે. કોઈ પણ વસ્તુ જે કૃષ્ણ માટે વપરાય છે, ફક્ત કૃષ્ણની સંતુષ્ટિ માટે, તે આધ્યાત્મિક છે. જેમ કે આપણે આ માઇક્રોફોનનો કૃષ્ણ વિશે વાત કરવા માટે ઉપયોગ કરીએ છીએ, તેથી તે આધ્યાત્મિક છે. નહિતો પ્રસાદમ અને સામાન્ય ખોરાકમાં અંતર શું છે? આપણે પ્રસાદમ વિતરણ કરીએ છે, લોકો કહેશે, "કેમ પ્રસાદમ છે? તે જ ફળ અમે ખાઈએ છીએ, અને તમે ફક્ત તેના ટુકડા કર્યા તો તે પ્રસાદમ બની ગયું?" તેઓ તેવું કહી શકે છે. કેવી રીતે તે પ્રસાદમ છે? પણ તે પ્રસાદમ છે. તમે આ પ્રસાદમને ખાતા જાઓ, તમે આધ્યાત્મિક થઈ જશો. વાસ્તવમાં તે પ્રસાદમ છે. જેમ કે તે જ ઉદાહરણ, જો હું તે લોખંડને લઉં, ગરમ લોખંડ, જો હું કહું કે "તે અગ્નિ છે." કોઈ કહી શકે છે, "ઓહ, કેમ તે અગ્નિ છે? તે લોખંડ છે." હું કહું, "તેને સ્પર્શ કરો." તમે જોયું? આ અપરિપક્વ ઉદાહરણો છે, પણ તે છે...

જ્યારે તમારા કાર્યો - વાસ્તવમાં ઊંચા અર્થમાં કોઈ પદાર્થ નથી. કોઈ પદાર્થ નથી, બધુ આધ્યાત્મિક છે કારણકે કૃષ્ણ આધ્યાત્મિક છે. કૃષ્ણ સંપૂર્ણ આત્મા છે, અને પદાર્થ કૃષ્ણની ઘણી શક્તિઓમાની એક છે. તેથી તે પણ આત્મા છે. પણ કારણકે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે, કૃષ્ણ માટે નહીં, તેથી તે પદાર્થ છે. તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન આખી વસ્તુને ફરીથી આધ્યાત્મિક બનાવવા માટે છે. આખી સામાજિક સ્થિતિ, રાજનીતિક સ્થિતિ, કઈ પણ. તે બહુ જ સરસ આંદોલન છે. લોકોએ તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જો તે વાસ્તવમાં આખી દુનિયાને આધ્યાત્મિક કરશે - અવશ્ય તે શક્ય નથી, પણ આદર્શ તેવો છે. પણ ઓછામાં ઓછું જો વ્યક્તિગત રીતે કોઈ આ પુન:આધ્યાત્મિકકરણની વિધિનો પ્રયાસ કરે છે, તેનું જીવન સફળ બને છે.