GU/Prabhupada 0649 - મન વાહનચાલક છે. શરીર રથ અથવા ગાડી છે



Lecture on BG 6.2-5 -- Los Angeles, February 14, 1969

ભક્ત: શ્લોક ક્રમાંક પાંચ. "એક માણસે તેના મનનો ઉદ્ધાર કરવો જ જોઈએ. નીચે પતન ના થવા દેવું જોઈએ. મન બદ્ધ જીવનો મિત્ર પણ છે અને શત્રુ પણ (ભ.ગી. ૬.૫)."

તાત્પર્ય: "સંસ્કૃત શબ્દ આત્મા, દર્શાવે છે શરીર, મન અને આત્મા, અલગ અલગ પરિસ્થિતિઓ અનુસાર. યોગ પદ્ધતિમાં, મન અને બદ્ધ જીવ વિશેષ મહત્વના છે. કારણકે મન યોગ પદ્ધતિનું કેન્દ્ર બિંદુ છે, આત્માનો મતલબ મન છે. યોગ પદ્ધતિનો હેતુ છે મનનું નિયંત્રણ અને તેને ઇન્દ્રિય વિષયોની આસક્તિમાથી બહાર ખેંચી લેવું. તેનો અહી ભાર આપવામાં આવ્યો છે કે મનને તે રીતે પ્રશિક્ષણ આપવું જોઈએ કે તે બદ્ધ જીવનો અજ્ઞાનના અંધકારમાથી ઉદ્ધાર કરી શકે."

પ્રભુપાદ: અષ્ટાંગ યોગ પદ્ધતિમાં, ધ્યાન, ધારણ - તેનો મતલબ મનનું નિયંત્રણ. મન, જ્યાં સુધી તમે મનનું નિયંત્રણ ના કરો... શરૂઆતમાં તે કહ્યું છે કે માણસે તેના મનની મદદથી પોતાનો ઉદ્ધાર કરવો જ જોઈએ. મન વાહનચાલક છે. શરીર રથ અથવા ગાડી છે. તો જેમ કે જો તમે કહો, તમારા વાહનચાલકને કહો, "કૃપા કરીને મને કૃષ્ણ ભાવનામૃત મંદિરે લઈ જા." વાહનચાલક તમને અહી લઈ આવશે. અને જો તમે તમારા વાહન ચાલકને કહેશો, "કૃપા કરીને મને તે દારૂના અડ્ડાએ લઈ જા." તો વાહનચાલક તમને ત્યાં લઈ જશે. વાહનચાલકનું કાર્ય છે તમે જ્યાં પણ ઈચ્છો ત્યાં તમને લઈ જવું. તેવી જ રીતે મન વાહનચાલક છે. જો તમે નિયંત્રણ કરી શકો - પણ જો વાહનચાલક તમારું સંચાલન કરે, કે જ્યાં પણ તે ઈચ્છા કરે તે તમને લઈ જાય. તો તમે સમાપ્ત થઈ ગયા. તો પછી તમારો વાહનચાલક તમારો શત્રુ છે. પણ જો તમારો વાહનચાલક તમારી આજ્ઞા પ્રમાણે કાર્ય કરે, તો તે તમારો મિત્ર છે. તો વાસ્તવમાં યોગ પદ્ધતિ મતલબ મનનું નિયંત્રણ એ રીતે કરવું કે તે તમારા મિત્ર તરીકે કાર્ય કરે, તમારા શત્રુ તરીકે નહીં.

વાસ્તવમાં મન કાર્ય કરી રહ્યું છે, કારણકે મને થોડી સ્વતંત્રતા છે, કારણકે હું પરમ ભગવાનનો અંશ છું કે જેમને પૂર્ણ સ્વતંત્રતા છે, તેથી આપણને થોડી સ્વતંત્રતા છે. મન તે સ્વતંત્રતાનું નિયંત્રણ કરી રહ્યું છે. જો મન કહેશે, "ઠીક છે, મને કૃષ્ણ ભાવનામૃત મંદિરે જવા દો." અને મન કહી શકે છે, "ઓહ આ શું અર્થહીન છે, કૃષ્ણ, ચાલો કોઈ ક્લબમાં જઈએ." તો મન તમને નિયંત્રિત કરી રહ્યું છે. તો તેથી આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન મનને કૃષ્ણમાં સ્થિર કરવું તે છે, બસ તેટલું જ. તે મિત્ર સિવાય કોઈ રીતે કાર્ય ના કરી શકે. તમે જોયું? તેને બીજી કોઈ જગ્યાએ જવાનો અવકાશ જ નથી. જેવુ કૃષ્ણ મનમાં સ્થિત થઈ જાય છે, જેમ કે જેવો સૂર્યપ્રકાશ આવે છે, સૂર્ય આકાશમાં છે, અંધકારનો કોઈ અવકાશ નથી. કોઈ શક્યતા નથી. અંધકાર ક્યારેય સૂર્યની સમક્ષ આવી ના શકે. તેવી જ રીતે કૃષ્ણ સૂર્ય સમાન છે. તમે કૃષ્ણને મનમાં રાખો. માયા, અંધકાર ક્યારેય આવી નહીં શકે. તે પ્રથમ વર્ગની યોગ પદ્ધતિ છે. તે યોગ પદ્ધતિની પૂર્ણતા છે. જે વ્યક્તિનું મન એટલું શક્તિશાળી છે કે મન કોઈ બકવાસ વસ્તુને પ્રવેશ કરવા નહીં દે, તો તમારું પતન ક્યાંથી થઈ શકે? મન એટલું શક્તિશાળી છે, વાહનચાલક એટલો શક્તિશાળી છે. તે તમને બીજે કશે ના લઈ જઈ શકે સિવાય કે તમે ઈચ્છા કરો.

તો આખી યોગ પદ્ધતિ મતલબ મનને શક્તિશાળી બનાવવું. પરમ ભગવાનથી દૂર ના થવા દેવું. તે યોગ પદ્ધતિની પૂર્ણતા છે. સ વૈ મન: કૃષ્ણ પદારવિંદયો: (શ્રી.ભા. ૯.૪.૧૮). વ્યક્તિએ સ્થિર કરવું જોઈએ, જેમ કે અંબરીશ મહારાજે તેમનું મન કૃષ્ણ પર સ્થિર કર્યું હતું. અને એક મહાન યોગી, અષ્ટાંગ યોગી, દુર્વાસા મુનિ વચ્ચે લડાઈ હતી. મહારાજ અંબરીશ, તેઓ રાજા હતા, તેઓ ગૃહસ્થ હતા, તો વણિક હતા. ગૃહસ્થ મતલબ તેમણે ધનનો હિસાબ રાખવો પડે. ડોલર, પાઉન્ડ. રાજા, તેઓ વાસ્તવમાં રાજા હતા. તો દુર્વાસા મુનિ એક મહાન યોગી હતા. તે આ રાજાથી ઈર્ષાળુ હતા. કે, "આ કેવી રીતે છે? હું આટલો મહાન યોગી છું, હું આકાશમાં ભ્રમણ કરી શકું છું, અને આ માણસ સામાન્ય રાજા છે, તે યોગ પદ્ધતિની આંટીઘૂટી બતાવી શકતો નથી, પણ છતાં લોકો તેને સૌથી વધુ સમ્માન આપે છે. કેમ? હું તેને કોઈ પાઠ પઢાવીશ." તો તેણે રાજા સાથે કોઈ ઝઘડો શરૂ કર્યો, તે એક લાંબી કથા છે, હું કોઈ બીજા દિવસે કહીશ, તો છેવટે તે પરાસ્ત થયા. અને નારાયણે તેમને રાજા, મહારાજ અંબરીશ, ના ચરણોની શરણ લેવાનો નિર્દેશ આપ્યો. આ કિસ્સાઓ આપણે અધિકૃત શાસ્ત્રોમાથી જોઈએ છે, કે તેઓ તેમના મનમાં ફક્ત કૃષ્ણને જોતાં હતા. અને તેમણે સૌથી મહાન યોગીને પરાસ્ત કર્યા. દુર્વાસા મુનિ, તેઓ એટલા પૂર્ણ યોગી હતા, કે એક વર્ષમાં તેમણે આ સમસ્ત ભૌતિક આકાશનું ભ્રમણ કર્યું, અને ભૌતિક આકાશની પરે આધ્યાત્મિક આકાશમાં પણ - સીધા ભગવદ ધામમાં, વૈકુંઠમાં ગયા, અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને પ્રત્યક્ષ જોયા. છતાં તેઓ એટલા નિર્બળ હતા કે તેમણે પાછા આવવું પડ્યું અને મહારાજ અંબરીશના ચરણે પડવું પડ્યું. પણ મહારાજ અંબરીશ, તેઓ સાધારણ રાજા હતા, તેઓ ફક્ત કૃષ્ણ વિશે જ વિચારતા હતા, બસ. આ કિસ્સાઓ આપણે જોઈએ છીએ.

તેથી સર્વોચ્ચ પૂર્ણ યોગ પદ્ધતિ છે મનનું નિયંત્રણ. અને તમે મનનું નિયંત્રણ બહુ સરળતાથી કરી શકો જો તમે પોતાની અંદર કૃષ્ણના બે ચરણકમળોને હમેશા રાખો, બસ. ફક્ત કૃષ્ણ વિશે વિચારો અને તમે વિજેતા છો. તમે વિજયી છો. તમે સર્વોચ્ચ યોગી બનો છો. કારણકે છેવટે, યોગ પદ્ધતિ છે, યોગ ઇન્દ્રિય સંયમ. યોગ મતલબ ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવું. અને ઇન્દ્રિયોની ઉપર, મન છે. તો જો તમે મનનું નિયંત્રણ કરો, ઇન્દ્રિયો આપમેળે નિયંત્રિત થઈ જાય છે. તમારી જીભને કઈ બકવાસ ખાવું છે, પણ જો તમારું મન શક્તિશાળી છે, મન કહે છે, "ના. તું ના ખાઈ શકે. તું કૃષ્ણ પ્રસાદ સિવાય બીજું કશું ખાઈ ના શકે." તો જીભ નિયંત્રિત છે. તો ઇન્દ્રિય મન દ્વારા નિયંત્રિત થાય છે. ઇંદ્રિયાણી પરાણી આહુર ઈંદ્રિયેભ્ય: પરમ મન: (ભ.ગી. ૩.૪૨). મારૂ શરીર મતલબ ઇન્દ્રિયો, તો, ઇન્દ્રિયો, મારા કાર્યો મતલબ ઇન્દ્રિયોના કાર્યો, બસ. પણ ઇંદ્રિયોથી ઉપર મન છે. મનની ઉપર બુદ્ધિ છે. અને બુદ્ધિની ઉપર આત્મા છે. જો વ્યક્તિ આધ્યાત્મિક સ્તર પર છે, આત્માના સ્તર પર, તો તેની બુદ્ધિ આધ્યાત્મિક થઈ જાય છે, તેનું મન આધ્યાત્મિક થઈ જાય છે, તેની ઇન્દ્રિયો આધ્યાત્મિક થઈ જાય છે, તે પોતે આધ્યાત્મિક થઈ જાય છે. આ કૃષ્ણ ભાવનામૃતની વિધિ છે. કારણકે વાસ્તવમાં આત્મા કાર્ય કરી રહી છે, પણ તેણે કામ કરવાની શક્તિ આ અર્થહીન મગજને આપેલી છે. તે ઊંઘી રહી છે. પણ જ્યારે તે જાગી જશે, સ્વામી જાગી જશે, સેવક કશું બકવાસ નહીં કરી શકે. તેવી જ રીતે જો તમે કૃષ્ણ ભાવનામૃતમાં જાગૃત થશો, તમારી બુદ્ધિ, તમારું મન, અથવા તમારી ઇન્દ્રિયો બકવાસ રીતે કાર્ય નહીં કરી શકે. તેમણે તે પ્રમાણે જ કાર્ય કરવું પડે. તે આધ્યાત્મિકકરણ છે. તેને શુદ્ધિકરણ કહેવાય છે.

ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). ભક્તિ મતલબ આધ્યાત્મિક રીતે કાર્ય કરવું. કેવી રીતે તમે કરી શકો? તમારે ઇન્દ્રિયોની મદદથી જ કાર્ય કરવું પડે. તેથી તમારે તમારી ઇન્દ્રિયોને આધ્યાત્મિક બનાવવી પડે. ધ્યાન, કાર્ય નિવૃત્તિ મતલબ બકવાસ વસ્તુઓને રોકવી, પણ કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરવું દિવ્ય છે. જેમ કે તમારે તમારી ઇન્દ્રિયોને બકવાસ કાર્યો કરતાં રોકવી પડે પણ તે પૂર્ણતા નથી. તમારે સરસ રીતે કાર્ય કરવું પડે. તો તે પૂર્ણતા છે. નહિતો જો તમે તમારી ઇન્દ્રિયોને સરસ રીતે કાર્ય કરતાં પ્રશિક્ષિત ના કરો, તો તે ફરીથી બકવાસ કાર્યો કરવા માટે પતિત થઈ જશે. તો આપણે ઇન્દ્રિયોને કૃષ્ણ માટે કાર્ય કરવા પ્રવૃત્તિ આપવી પડે. પછી પતનનો કોઈ અવસર જ નથી. તે કૃષ્ણ ભાવનામૃત છે.