GU/Prabhupada 0655 - ધર્મનો ઉદેશ્ય છે ભગવાનને સમજવા, અને ભગવાનને પ્રેમ કરતાં શીખવું



Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969

ભક્ત: "આ ભગવદ ગીતા કૃષ્ણ ભાવનામૃતનું વિજ્ઞાન છે. કોઈ પણ ભૌતિક વિદ્વતાથી કૃષ્ણ ભાવનાભાવિત ના બની શકે."

પ્રભુપાદ: હા. તમારી માસે માત્ર આ શીર્ષકો છે: એમ.એ., પી.એચ.ડી., ડી.એ.સી., એટલે તમે ભગવદ ગીતા સમજી જશો, તે શક્ય નથી. આ દિવ્ય વિજ્ઞાન છે. તેને સમજવા માટે અલગ ઇન્દ્રિયોની જરૂર છે. અને તે ઇન્દ્રિય તમારે બનાવવાની છે, તમારે સેવા અર્પણ કરીને શુદ્ધ કરવી પડે. નહિતો, મોટા વિદ્વાનો પણ, જેમ કે ઘણા બધા ડોક્ટરો અને પી.એચ.ડી., તે લોકો ભૂલ કરે છે કૃષ્ણ શું છે તેમાં. તેઓ સમજી નથી શકતા. તે શક્ય નથી. તેથી કૃષ્ણ જેવા છે તેવી રીતે આવે છે. અજો અપિ સન્ન અવ્યયાત્મા (ભ.ગી. ૪.૬). જોકે તેઓ અજન્મા છે, તેઓ આવે છે આપણને જણાવવા માટે કે ભગવાન કેવા છે, તમે જોયું? આગળ વધો.

ભક્ત: "વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોવો જોઈએ તેવા વ્યક્તિનો સંગ કરવા કે જે શુદ્ધ ચેતનામાં છે. એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિએ કૃષ્ણની કૃપાથી જ્ઞાનનો સાક્ષાત્કાર કરેલો હોય છે.

પ્રભુપાદ: હા, કૃષ્ણની કૃપાથી. શૈક્ષણિક યોગ્યતાથી નહીં. તમે... આપણે કૃષ્ણની કૃપાથી પ્રાપ્ત કરવું પડે, તો આપણે કૃષ્ણને સમજી શકીએ. તો આપણે કૃષ્ણને જોઈ શકીએ. પછી આપણે કૃષ્ણ સાથે વાતો કરી શકીએ, પછી આપણે બધુ કરી શકીએ. તેઓ વ્યક્તિ છે. તેઓ પરમ વ્યક્તિ છે. તે વેદિક આજ્ઞા છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તેઓ પરમ વ્યક્તિ છે, અથવા પરમ શાશ્વત. આપણે બધા શાશ્વત છીએ. આપણું... અત્યારે આપણે આ શરીરમાં કેદ છીએ. આપણે જન્મ અને મૃત્યુને ભેટીએ છીએ. પણ વાસ્તવમાં આપણને કોઈ જન્મ અને મૃત્યુ નથી. આપણે શાશ્વત આધ્યાત્મિક આત્મા છીએ. અને મારા કર્મ અનુસાર, મારી ઈચ્છા અનુસાર, હું એક પ્રકારના શરીરમાથી બીજા પ્રકારના શરીરમાં સ્થાનાંતર કરું છું, પછી બીજા પ્રકારના, પછી બીજા પ્રકારના. આ ચાલી રહ્યું છે. વાસ્તવમાં મને કોઈ જન્મ અને મૃત્યુ નથી. આ ભગવદ ગીતામાં સમજાવેલું છે, બીજા અધ્યાયમાં તમે વાંચેલું છે: ન જાયતે મ્રિયતે વા (ભ.ગી. ૨.૨૦). જીવ ક્યારેય જન્મ નથી લેતો કે ક્યારેય મરતો નથી. તેવી જ રીતે, ભગવાન પણ શાશ્વત છે, તમે પણ શાશ્વત છો. જ્યારે તમે શાશ્વત, પૂર્ણ શાશ્વત, સાથે તમારો શાશ્વત સંબંધ સ્થાપિત કરો છો... નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. તેઓ બધા જીવોમાં પરમ જીવ છે. તેઓ શાશ્વતોમાં પરમ શાશ્વત છે.

તો, કૃષ્ણ ભાવનામૃતથી, તમારી ઇન્દ્રિયોને શુદ્ધ કરવાથી, આ જ્ઞાન આવશે અને તમે ભગવાનને જોશો. આગળ વધો.

ભક્ત: એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિએ જ્ઞાનનો સાક્ષાત્કાર કર્યો છે, કૃષ્ણની કૃપાથી, કારણકે તે શુદ્ધ ભક્તિમય સેવાથી સંતુષ્ટ છે. જ્ઞાનના સાક્ષાત્કારથી, વ્યક્તિ પૂર્ણ બને છે. આવા પૂર્ણ જ્ઞાનથી વ્યક્તિ તેના સંકલ્પમાં દ્રઢ રહી શકે છે, પણ શૈક્ષણિક જ્ઞાનથી વ્યક્તિ સરળતાથી ભ્રમિત થાય છે અને દેખાતા વિરોધાભાસથી ગૂંચવાય છે. તે સાક્ષાત્કારી આત્મા છે જે વાસ્તવમાં આત્મ-નિયંત્રિત છે, કારણકે તે કૃષ્ણને શરણાગત છે. તે દિવ્ય છે કારણકે તેને ભૌતિક વિદ્વતા સાથે કોઈ લેવા દેવા નથી.

પ્રભુપાદ: હા. ભલે વ્યક્તિ અભણ હોય. ભલે તે અ,બ,ક,ડ જાણતો નથી, તે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકે છે, જો તે પોતાને આ શરણાગત દિવ્ય પ્રેમમય સેવામાં પ્રવૃત્ત કરે. અને વ્યક્તિ બહુ ભણેલો હોઈ શકે છે, મોટો વિદ્વાન, પણ તે ભગવાનનો સાક્ષાત્કાર કરી ના શકે. ભગવાન કોઈ ભૌતિક સ્થિતિ પર આધારિત નથી. તેઓ પરમ આત્મા છે. તેવી જ રીતે, ભગવાનના સાક્ષાત્કારની વિધિ પણ કોઈ ભૌતિક સ્થિતિ પર આધારિત નથી. એવું નથી કે કારણકે તમે એક ગરીબ માણસ છો તમે ભગવાનનો સાક્ષાત્કાર ના કરી શકો. અથવા કારણકે તમે એક ખૂબ ધની માણસ છો, તેથી તમે ભગવાનનો સાક્ષાત્કાર કરશો. ના. કારણકે તમે અશિક્ષિત હો, તેથી તમે ભગવાનનો સાક્ષાત્કાર ના કરી શકો, ના, તેવું નથી. કારણકે તમે ઉચ્ચ શિક્ષિત છો, તેથી તમે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકશો. ના, તેવું નથી. તે બિનશરતી છે. અપ્રતિહતા. સ વૈ પુંસામ પરો ધર્મ: ભાગવતમાં તે કહ્યું છે, કે પ્રથમ વર્ગનો ધાર્મિક સિદ્ધાંત.

ભાગવત એવું નથી કહેતો કે આ હિન્દુ ધર્મ પ્રથમ વર્ગનો ધર્મ છે, અથવા ખ્રિસ્તી ધર્મ પ્રથમ વર્ગનો છે, અથવા મુસ્લિમ ધર્મ પ્રથમ વર્ગનો છે, અથવા બીજો કોઈ ધર્મ. આપણે ઘણા બધા ધર્મોની રચના કરી છે. પણ ભાગવત કહે છે, તે ધાર્મિક સિદ્ધાંત પ્રથમ વર્ગનો છે. કયો? સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૬). તે ધર્મ કે જે ભગવાનની ભક્તિ અને પ્રેમનો વિકાસ કરવામાં મદદ કરે. બસ. તે પ્રથમ વર્ગના ધર્મની વ્યાખ્યા છે. આપણે વિશ્લેષણ નથી કરતાં કે આ ધર્મ પ્રથમ વર્ગનો છે, તે ધર્મ છેલ્લા વર્ગનો છે. અવશ્ય, જેમ મે તમને કહ્યું, કે ભૌતિક જગતમાં ત્રણ ગુણો છે. તો ગુણ અનુસાર, ધાર્મિક ધારણા પણ રચવામાં આવી છે. પણ ધર્મનો હેતુ છે ભગવાનને સમજવું. અને ભગવાનને પ્રેમ કરવાનું શીખવું. તે હેતુ છે. કોઈ પણ ધાર્મિક પ્રણાલી. જો તે તમને ભગવાનને પ્રેમ કરવાનું શીખવાડે, તો તે પ્રથમ વર્ગનો છે. નહિતો તે બેકાર છે. તમે તમારા ધાર્મિક સિદ્ધાંતોનો ખૂબ જ રૂઢિચુસ્ત રીતે અને ખૂબ જ સરસ રીતે અમલ કરી શકો છો, પણ તમારો ભગવદ પ્રેમ શૂન્ય છે. તમારો ફક્ત પદાર્થ પ્રત્યેનો પ્રેમ વધી રહ્યો છે, તે કોઈ ધર્મ નથી. ભાગવતના વિધાન અનુસાર: સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૬). અપ્રતિહતા. અહૈતુકી અપ્રતિહતા. તે ધાર્મિક પદ્ધતિને કોઈ સ્વાર્થ નથી. અને કોઈ વિધ્ન વગર. જો તમે આવા ધાર્મિક સિદ્ધાંતની પદ્ધતિ પર પહોંચી શકો, તો આપણે જોઈશું કે તમે દરેક રીતે ખુશ છો. નહિતો કોઈ શક્યતા નથી.

સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૬). અધોક્ષજે. ભગવાનનું બીજું નામ છે અધોક્ષજ. અધોક્ષજ મતલબ જે ભગવાનને જોવાના બધા ભૌતિક પ્રયાસો પર વિજયી થાય છે. અધોક્ષજ. અક્ષજ મતલબ પ્રાયોગિક જ્ઞાન. તમે ભગવાનને પ્રાયોગિક જ્ઞાન દ્વારા સમજી ના શકો, ના. તમારે અલગ રીતે શીખવું પડે. તેનો મતલબ વિનમ્રતાપૂર્વક સાંભળવાથી અને દિવ્ય પ્રેમમય સેવા અર્પણ કરવાથી. પછી તમે ભગવાનને સમજી શકો. તો કોઈ પણ ધાર્મિક સિદ્ધાંત જે શીખવાડે છે અને તમને મદદ કરે છે, તમારો ભગવદ પ્રેમ વિકસિત કરવામાં કોઈ પણ સ્વાર્થ વગર... "હું ભગવાનને પ્રેમ કરું છું કારણકે તે મને મારી ઇન્દ્રિય તૃપ્તિ માટે સરસ વસ્તુઓ પૂરી પાડે છે." તે પ્રેમ નથી. અહૈતુકી. કોઈ પણ સ્વાર્થ વગર... ભગવાન મહાન છે. ભગવાન મારા પિતા છે. તેમને પ્રેમ કરવું મારુ કર્તવ્ય છે. બસ. કોઈ લેવડદેવડ નહીં. "ઓહ, ભગવાન મને મારી રોજીરોટી આપે છે, તેથી હું ભગવાનને પ્રેમ કરું છું." ના. રોજીરોટી ભગવાન પ્રાણીઓને, બિલાડા અને કુતરાને, પણ આપે છે. તે છે, ભગવાન દરેકના પિતા છે. તેઓ દરેકને ખોરાક પૂરો પાડે છે. તો તે પ્રેમ નથી. પ્રેમ કોઈ પણ કારણ વગર હોય છે. જો ભગવાન મને રોજીરોટી નહીં પણ આપે, તો પણ હું ભગવાનને પ્રેમ કરીશ. તે પ્રેમ છે. તે પ્રેમ છે.

ચૈતન્ય મહાપ્રભુ તેવું કહે છે: આશ્લિશ્ય વા પાદ રતામ પિનશ્ટુ મામ (ચૈ.ચ. અંત્ય ૨૦.૪૭). "તમે મને ભેટો અથવા મને તમારા ચરણોની નીચે કચડી નાખો. અથવા તમે મારી સમક્ષ આવો જ નહીં. મારૂ હ્રદય તમને જોયા વગર તૂટી જાય. છતાં હું તમને પ્રેમ કરું છું." તે શુદ્ધ ભગવદ પ્રેમ છે. જ્યારે આપણે ભગવાનને પ્રેમ કરવાના તે સ્તર પર આવીએ છીએ, ત્યારે આપણે જોઈશું, ઓહ, બધુ, આનંદથી પૂર્ણ. અને ભગવાન આનંદથી પૂર્ણ છે, તમે પણ આનંદથી પૂર્ણ છો. તે પૂર્ણતા છે. આગળ વધો.