GU/Prabhupada 0663 - તમારા કૃષ્ણ સાથેના ખોવાયેલા સંબંધાને પુનઃસ્થાપિત કરો. તે યોગ પદ્ધતિ છે



Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969

તમાલ કૃષ્ણ: તાત્પર્ય: "યોગ અભ્યાસનું અંતિમ લક્ષ્ય હવે સ્પષ્ટતાપૂર્વક સમજાવેલું છે."

પ્રભુપાદ: હવે સ્પષ્ટતાપૂર્વક સમજાવેલું. યોગનો હેતુ શું છે? તે લોકો યોગી બનવાથી અને યોગ સંસ્થામાં હાજરી આપવાથી ખૂબ જ ગર્વિત છે અને આ અને તે, ધ્યાન. પણ અહી યોગ પદ્ધતિ છે. સ્પષ્ટતાપૂર્વક સમજાવેલી. આગળ વધો.

તમાલ કૃષ્ણ: "યોગ પદ્ધતિ કોઈ પ્રકારની ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવા માટે નથી. તે બધા ભૌતિક અસ્તિત્વને અટકાવવા માટે છે."

પ્રભુપાદ: જ્યાં સુધી તમને ભૌતિક સુવિધાઓની જરૂર રહેશે, તમને ભૌતિક સુવિધાઓ મળશે, પણ તે તમારા જીવનની સમસ્યાઓનું સમાધાન નથી. ભૌતિક સુવિધાઓ, હું વિચારું છું કે તમે અમેરિકન છોકરાઓ અને છોકરીઓ, તમારી પાસે બીજા કોઈ પણ દેશ કરતાં વધુ સારી ભૌતિક સુવિધાઓ છે. ઓછામાં ઓછું ભારત કરતાં વધુ સારું, તે હું મારા અનુભવથી કહી શકું છું. અને મે ઘણા બધા દેશોનું ભ્રમણ કરેલું છે, જાપાનમાં પણ મે જોયું છે, પણ છતાં તમે વધુ સારા પદ પર છો. પણ તમને લાગે છે કે તમે શાંતિ પ્રાપ્ત કરી છે? શું તમારામાથી કોઈ કહી શકે છે, "હા, હું સંપૂર્ણપણે શાંતિમાં છું."? તો કેમ યુવાનો આટલા હતાશ અને ગૂંચવાયેલા છે? જ્યાં સુધી, આપણે યોગ પદ્ધતિનો ઉપયોગ કરીશું, આ પદ્ધતિનો, કોઈ ભૌતિક સુવિધાઓ માટે, શાંતિનો કોઈ પ્રશ્ન જ નથી. યોગ અભ્યાસ કૃષ્ણને સમજવા માટે થવી જોઈએ, બસ. અથવા તમારા કૃષ્ણ સાથે ભુલાયેલા સંબંધને પુન:સ્થાપિત કરવા. તે યોગ અભ્યાસ છે. આગળ વધો.

તમાલ કૃષ્ણ: "જે વ્યક્તિને સ્વાસ્થ્યમાં વિકાસ જોઈએ છે અથવા જે કામના કરે છે ભૌતિક..."

પ્રભુપાદ: સામાન્ય રીતે આ યોગ પદ્ધતિ ચાલી રહી છે સ્વાસ્થ્ય વિકાસના નામ પર. કોઈ ચરબી ઘટાડવા જાય છે. તમે જોયું? ચરબી ઘટાડવા. કારણકે તમે ધનવાન દેશ છો, તમે બહુ ખાઓ છો અને જાડા બનો છો, અને પછી ફરીથી યોગ અભ્યાસનું મહેનતાણું ચૂકવો છું અને તમારી ચરબી ઘટાડો છો. તે ચાલી રહ્યું છે. મે પેલા દિવસે કોઈ જાહેરાત જોઈ હતી, "તમારી ચરબી ઘટાડો." કેમ તમે તમારી ચરબી વધારો છો? તે બકવાસ તેઓ સમજશે નહીં. કે જો મારે ચરબી ઘટાડવી પડે, તો હું કેમ તેને વધારું છું? કેમ સાદા આહારથી સંતુષ્ટ ના રહું? જો તમે ધાન્ય અને શાકભાજી અને હલકો ખોરાક ખાશો, તમે ક્યારેય જાડા નહીં થાવ. તમે જોયું? તમે ક્યારેય જાડા નહીં થાવ. ખાવાનું જેટલું શક્ય હોય તેટલું ઘટાડો. રાત્રે ના ખાઓ. યોગનો આ રીતે અભ્યાસ કરો. જો તમારે ખાઉધરું બનવું છે, તમે.... બે પ્રકારના રોગો હોય છે. ખાઉધરા લોકો, તેમને મધુપ્રમેહ (ડાયાબિટીસ) થાય છે, અને જે લોકો પૂરતું ખાઈ નથી શકતા, તેમને ક્ષયરોગ (ટ્યૂબરક્યુલોસિસ) થાય છે. તો તમે વધુ ખાઈ ના શકો અથવા ઓછું ખાઈ ના શકો. તમે બસ જેટલું જરૂર છે તેટલું ખાઓ. જો તમે વધુ ખાશો, તો તમને રોગ થશે જ. અને જો તમે ઓછું ખાશો, તો તમને રોગ થશે જ. તે સમજાવવામાં આવશે. યુક્તાહાર વિહારસ્ય... યોગો ભવતિ સિદ્ધિ ન (ભ.ગી. ૬.૧૭). તમારે ભૂખ્યું નથી રહેવાનુ, પણ વધુ ના ખાઓ. આપણો કાર્યક્રમ, કૃષ્ણ પ્રસાદમ, છે કે તમે કૃષ્ણ પ્રસાદ લો. ખાવું જરૂરી છે - તમારે તમારા શરીરને ચુસ્ત રાખવું પડે, કોઈ પણ અભ્યાસ માટે. તો ખાવું જરૂરી છે. પણ વધુ ના ખાઓ. ઓછું પણ ના ખાઓ. અમે નથી કહેતા કે તમે ઓછું ખાઓ. જો તમે દસ પાઉન્ડ ખાઈ શકો છો, ખાઓ. પણ જો તમે દસ પાઉન્ડ નથી ખાઈ શકતા, લોભ કરીને, જો તમે દસ પાઉન્ડ ખાશો, તો તમે સહન કરશો. તમે જોયું? તો અહી છે, શું છે તે? કોઈ ભૌતિક સુવિધાઓ નહીં. આગળ વધો.