GU/Prabhupada 0666 - જો સૂર્ય તમારા ઓરડામાં પ્રવેશી શકે, કૃષ્ણ તમારા હ્રદયમાં પ્રવેશી શકે



Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969

તમાલ કૃષ્ણ: "ભગવાનનું સામ્રાજ્ય સર્વત્ર છે, પણ આધ્યાત્મિક આકાશ અને ગ્રહોને પરમ ધામ કહેવાય છે..."

પ્રભુપાદ: હા. આ ભૌતિક જગત પણ ભગવાનની રચના છે. આ પણ ભગવાનનું સામ્રાજ્ય છે, પણ કારણકે આપણે ભગવાનને ભૂલી ગયા છીએ, આપણે બનાવી દીધું છે "ભગવાન મૃત છે", તેથી તે નર્ક બની ગયું છે. પણ જો આપણે ભગવાનનો સ્વીકાર કરીએ, ઓહ, તે આધ્યાત્મિક જગત બની જાય છે. આપમેળે. તેથી આ મંદિર આધ્યાત્મિક જગત છે, તે ભૌતિક જગત નથી. તે ભૌતિક જગતથી ઉપર છે. આગળ વધો.

તમાલ કૃષ્ણ: "એક પરિપૂર્ણ યોગી જે ભગવાન કૃષ્ણને સમજવામાં પૂર્ણ છે જેમ અહી ભગવાને સ્વયમ સ્પષ્ટપણે કહ્યું છે, સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે છે અને આખરે પરમ ધામ, કૃષ્ણ લોક જે ગોલોક વૃંદાવન તરીકે ઓળખાય છે, પહોંચી શકે છે. બ્રહ્મસંહિતામાં તે સ્પષ્ટપણે કહ્યું છે કે ભગવાન, જોકે તે હમેશા તેમના ધામ જેને ગોલોક કહેવાય છે ત્યાં રહે છે, તે સર્વવ્યાપી બ્રહ્મ છે અને સ્થાનિક પરમાત્મા પણ છે."

પ્રભુપાદ: હા. જો તમે વિચારો કે જો કૃષ્ણ તેમના ધામ, ગોલોક વૃંદાવન, માં છે, તો કેવી રીતે તમને લાગે છે કે તમારા મંદિરમાં કૃષ્ણ છે? ના. બ્રહ્મસંહિતામાં કહ્યું છે... તેથી આપણે અધિકૃત માતા પાસેથી સાંભળવાની જરૂર છે. બ્રહ્મસંહિતા કહે છે: ગોલોક એવ નિવસતી અખિલાત્મ ભૂત: (બ્ર.સં. ૫.૩૭). જોકે તેઓ તેમના ધામ, ગોલોક વૃંદાવન, માં રહે છે, તેઓ સર્વત્ર છે. તેઓ સર્વત્ર છે. જેમ કે, તે જ ઉદાહરણ લઈ શકાય છે. કે સૂર્ય નવ કરોડ માઈલ કે એટલો આપણાથી દૂર છે. પણ તે તમારા ઓરડામાં છે. નહિતો કેવી રીતે તમે કહો છો, "ઓહ, સૂર્યપ્રકાશ અહી છે."? તો જો સૂર્ય તમારા ઓરડામાં પ્રવેશી શકે, શું કૃષ્ણ તમારા હ્રદયમાં અને ઓરડામાં અને દરેક ખૂણે પ્રવેશી ના શકે? શું તેઓ એટલા બેકાર છે? તેઓ સર્વત્ર છે, પણ તમારે અનુભવવાનું છે, કેવી રીતે તેઓ સર્વત્ર છે. આગળ વધો.

તમાલ કૃષ્ણ: "કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિક આકાશ, અથવા ભગવાનના શાશ્વત ધામ પહોંચી ના શકે, કૃષ્ણ, અને તેમના આંશિક વિસ્તરણ, વિષ્ણુ, ની યોગ્ય સમજણ વગર. તેથી કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરતો એક વ્યક્તિ પૂર્ણ યોગી છે કારણકે તેનું મન હમેશા કૃષ્ણના કાર્યોમાં લીન છે. વેદોમાથી આપણે શિખીએ છીએ, 'વ્યક્તિ જન્મ અને મૃત્યુનો રસ્તો ફક્ત પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સમજીને જ લાંઘી શકે છે.' બીજા શબ્દોમાં, યોગ પદ્ધતિની પૂર્ણતા છે ભૌતિક અસ્તિત્વમાથી મુક્તિની પ્રાપ્તિ અને કોઈ જાદુઈ પ્રપંચ નહીં અથવા ભોળા લોકોને મૂર્ખ બનાવવા શારીરિક કસરતો નહીં."

પ્રભુપાદ: આપનો આભાર, બસ. (અંત)