GU/Prabhupada 0670 - જ્યારે તમે કૃષ્ણમાં સ્થિર થાઓ છો, પછી વધુ કોઈ ભૌતિક ગતિ હોતી નથી



Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969

ભક્ત: શ્લોક ક્રમાંક ઓગણીસ: "જેમ એક દીવો હવારહિત જગ્યાએ વિચલિત નથી થતો... (ભ.ગી. ૬.૧૯)."

પ્રભુપાદ: અહી ઉદાહરણ છે, જરા જુઓ.

ભક્ત: "... તેવી રીતે આધ્યાત્મવાદી, જેનું મન નિયંત્રિત છે, હમેશા તેના દિવ્ય આત્માના ધ્યાનમાં સ્થિર રહે છે."

પ્રભુપાદ: આ ઓરડામાં, કારણકે કોઈ હવા નથી આવતી, જરા દીવાને જુઓ, જ્યોતિ સ્થિર છે. તેવી જ રીતે, જો... તમારા મનની જ્યોતિ આ જ્યોતિ જેટલી જ સ્થિર રહેશે, જો તમે તમારા મનને કૃષ્ણ ભાવનામૃતમાં લીન રાખશો. પછી તમારું... જેમ જ્યોતિ વિચલિત નથી થતી, તમારું મન પણ વિચલિત નહીં થાય. અને તે યોગની પૂર્ણતા છે.

ભક્ત: શ્લોક ૨૦ થી ૨૩: "પૂર્ણતાના સ્તરને સમાધિ કહેવાય છે, જ્યારે વ્યક્તિનું મન યોગના અભ્યાસ દ્વારા પૂર્ણપણે ભૌતિક માનસિક કાર્યોથી અળગું રહે છે (ભ.ગી. ૬.૨૦)"

પ્રભુપાદ: સમાધિ મતલબ, સમાધિ મતલબ... શૂન્ય બનાવવું નહીં, તે અશક્ય છે. ક્લેશો અધિકરતસ તેશામ અવ્યકતાસક્ત ચેતસામ (ભ.ગી. ૧૨.૫). કોઈ યોગી કહે છે કે તમે પોતાને રોકો, પોતાને ગતિહીન બનાવો. પોતાને ગતિહીન બનાવવું કેવી રીતે શક્ય છે? હું ગતિશીલ આત્મા છું. આ શક્ય નથી. ગતિહીન મતલબ, જ્યારે તમે કૃષ્ણમાં સ્થિર થાઓ છો, પછી કોઈ પણ ભૌતિક ગતિ નથી. તે ગતિહીન છે. આ ભૌતિક વૃત્તિઓ તમને પછી વિચલિત નહીં કરે. તેને ગતિહીન કહેવાય છે. પણ કૃષ્ણના કાર્યો માટે તમારી ગતિ વધશે. જેટલું વધારે તમે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્યો કરવા માટે તમારી ગતિ વધારશો, તમે આપમેળે ભૌતિક કાર્યોમાં ગતિહીન બનશો. તે વિધિ છે. પણ જો તમારે ગતિહીન બનવું હોય, તે જ ઉદાહરણ - એક બાળક, એક બાળક અશાંત હોય છે. તમે બાળકને ગતિહીન ના બનાવી શકો. જો તમે તેને કઈ આપો, રમવાની વસ્તુ, કોઈ સરસ ચિત્ર. તે જોશે, પ્રવૃત્ત થશે, અને ગતિહીન બનશે. તે રીત છે. તો લોકો ગતિહીન છે. ઓહ, ના ના... ગતિહિન નહીં, શું કહેવાય? ગતિશીલ. પણ જો તમારે તેને ગતિહીન બનાવવો હોય, તો તેને કૃષ્ણની પ્રવૃત્તિ આપો. પછી તે ગતિહીન બનશે. અને તે (અસ્પષ્ટ)... અને તે સાક્ષાત્કાર છે. તે કૃષ્ણ ભાવનામૃતમાં શા માટે પ્રવૃત્ત થવો જોઈએ જો તેણે સાક્ષાત્કાર નથી કર્યો કે "હું કૃષ્ણનો છું? હું આ જડ પદાર્થનો નથી, હું આ દેશનો નથી, હું આ સમાજનો નથી, હું આ ધૂર્તનો નથી, હું ફક્ત કૃષ્ણનો છું." ગતિહીન. તેનું પૂર્ણ જ્ઞાન.

તે મારી સ્થિતિ છે. હું અંશ છું. મમૈવાંશો જીવ (ભ.ગી. ૧૫.૭) - આ બધા જીવો મારા અંશ છે. તો જેવુ તમે સમજો છો કે "હું કૃષ્ણનો અંશ છું" તરત જ તમે ભૌતિક કાર્યોથી ગતિહીન બનો છો. હા.