GU/Prabhupada 0672 - જ્યારે તમે કૃષ્ણ ભાવનામૃતમાં છો, તમારી સિદ્ધિ સુનિશ્ચિત છે



Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969

ભક્ત: "ખરેખર આ ભૌતિક સંસર્ગથી ઉત્પન્ન થતાં બધા જ કષ્ટોમાથી વાસ્તવિક સ્વતંત્રતા છે. આ યોગનો અભ્યાસ નિશ્ચય અને નિર્ભય મનથી કરવાનો હોય છે.

ચોવીસ: વ્યક્તિએ પોતાને યોગ અભ્યાસમાં અવિચલિત નિશ્ચય અને શ્રદ્ધા સાથે પ્રવૃત્ત કરવાનો હોય છે. વ્યક્તિએ, કોઈ પણ અપવાદ વગર, અહંકારથી ઉત્પન્ન થયેલી બધી જ ભૌતિક ઈચ્છાઓ ત્યાગવી જોઈએ, અને આવી રીતે મનનો ઉપયોગ કરીને બધી જ ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવું જોઈએ (ભ.ગી. ૬.૨૪).

તાત્પર્ય: યોગ અભ્યાસુ વ્યક્તિ નિશ્ચયી હોવો જોઈએ અને (તેણે) ધૈર્યપૂર્વક વિચલિત થયા વગર અભ્યાસ કરવો જોઈએ."

પ્રભુપાદ: હવે, આ નિશ્ચયનો વાસ્તવમાં અભ્યાસ કરી શકાય છે, અથવા પ્રાપ્ત કરી શકાય છે, તે વ્યક્તિ દ્વારા જે મૈથુન જીવનમાં પ્રવૃત નથી થતો. તેનો નિશ્ચય અડગ છે. તેથી શરૂઆતમાં તે કહ્યું છે, કે "મૈથુન જીવન વગર," નિશ્ચય. અથવા નિયંત્રિત મૈથુન જીવન. જો તમે મૈથુન જીવનમાં પ્રવૃત્ત થશો તો આ નિશ્ચય નહીં આવે. વિચલિત નિશ્ચય, તમે જોયું? તેથી મૈથુન જીવનનું નિયંત્રણ થવું જોઈએ અથવા ત્યાગ થવો જોઈએ. જો તે શક્ય છે, સંપૂર્ણપણે છોડી દેવું - જો નહીં, તો નિયંત્રિત કરવું. પછી તમને નિશ્ચય આવશે. કારણકે આખરે આ નિશ્ચય શારીરિક કાર્ય જ છે. તો આ પદ્ધતિઓ છે નિશ્ચય પ્રાપ્ત કરવા માટે. આગળ વધો.

ભક્ત: "વ્યક્તિને અંતમાં સફળતા માટે ખાત્રી હોવી જોઈએ અને તેનો અભ્યાસ મહાન ખંતથી કરવો જોઈએ, સફળતાની પ્રાપ્તિમાં કોઈ વિલંબ થાય તો નિરાશ ના થવું જોઈએ."

પ્રભુપાદ: નિશ્ચય મતલબ કે વ્યક્તિએ ધૈર્ય અને ખંતથી ચાલુ રાખવું જોઈએ. મને ઇચ્છિત ફળ નથી મળી રહ્યું. "ઓહ આ કૃષ્ણ ભાવનામૃત શું છે, હું છોડી દઉં છું." ના. નિશ્ચય. તે હકીકત છે. કારણકે કૃષ્ણ કહે છે તે થશે જ. એક સરસ ઉદાહરણ છે. કે એક છોકરીના તેના પતિ સાથે લગ્ન થયા. તે એક બાળકની ઈચ્છા કરતી હતી. તો જો તે વિચારે કે "હવે હું વિવાહિત છું, મારે તરત જ બાળક હોવું જોઈએ." શું તે શક્ય છે? જરા ધીરજ રાખો. તમે ફક્ત વિશ્વાસુ પત્ની બનો, તમારા પતિની સેવા કરો, અને તમારો પ્રેમ વધવા દો, અને કારણકે તમે પતિ અને પત્ની છો, તે નિશ્ચિત છે કે તમને બાળક થશે જ. પણ અધીરા ના બનો. તેવી જ રીતે, જ્યારે તમે કૃષ્ણ ભાવનામૃતમાં છો, તમારી સિદ્ધિ સુનિશ્ચિત છે. પણ તમારે ધૈર્ય રાખવું પડે, નિશ્ચય. કે "મારે પાલન કરવું જ જોઈએ. મારે અધીરા ના બનવું જોઈએ." તે અધીરાઈ નિશ્ચય ના અભાવને કારણે છે. અને કેવી રીતે તે નિશ્ચયનો અભાવ હોય છે? વધુ પડતાં મૈથુન જીવનને કારણે. આ પરિણામો છે. આગળ વધો.

ભક્ત: "એક ચુસ્ત અભ્યાસુ માટે સફળતા સુનિશ્ચિત છે. ભક્તિયોગના સંબંધમાં, રૂપ ગોસ્વામી કહે છે, 'ભક્તિયોગની પદ્ધતિ સફળતા પૂર્વક કરી શકાય છે પૂર્ણ ઉત્સાહ, ખંત અને નિશ્ચયથી, ભક્તોના સંગમાં નિર્દિષ્ટ કર્તવ્યો કરવાથી અને પૂર્ણપણે સત્વગુણના કાર્યોમાં પ્રવૃત્ત થવાથી."

પ્રભુપાદ: હા, આગળ વધો.