GU/Prabhupada 0675 - એક ભક્ત દયાનો સાગર હોય છે. તેણે દયાનું વિતરણ કરવું હોય છે



Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969

પ્રભુપાદ: પૃષ્ઠ એકસો છપ્પન.

વિષ્ણુજન: "ધીમે ધીમે, પદે પદે, પૂર્ણ દ્રઢતાથી, વ્યક્તિએ બુદ્ધિની મદદથી સમાધિમાં સ્થિર થવું જોઈએ, અને આવી રીતે મનને ફક્ત આત્મા પર સ્થિર કરીને, વ્યક્તિએ બીજું કશું વિચારવું ના જોઈએ (ભ.ગી. ૬.૨૫)."

પ્રભુપાદ: હા. આત્મા... મનને આત્મા પર કેન્દ્રિત કરવું જોઈએ. આપણે આત્મા છીએ અને કૃષ્ણ પણ આત્મા છે. તો, જેમ કે તમે જો તમારી આંખો સૂર્ય પર કેન્દ્રિત કરો, તો તમે સૂર્યને જોઈ શકો અને પોતાને પણ જોઈ શકો. ક્યારેક ગાઢ અંધકારમાં આપણે પોતાને પણ જોઈ નથી શકતા. તે તમે અનુભવ કર્યો છે. તો હું મારા શરીરને ગાઢ અંધકારમાં નથી જોઈ શકતો. જોકે શરીર મારી સાથે જ છે, હું શરીર છું અથવા હું કઈ પણ છું, હું પોતાને જોઈ નથી શકતો. તે અનુભવ તમને છે. તો જો તમે સૂર્યપ્રકાશમાં છો, તો તમે સૂર્યને અને પોતાને પણ જુઓ છો. તેવું નથી? તેથી આત્માને જોવું મતલબ સૌ પ્રથમ પરમાત્માને જોવું. પરમાત્મા કૃષ્ણ છે. વેદોમાં તે કહ્યું છે, કઠોપનિષદ, નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). પરમાત્મા બધા જ શાશ્વતોમાં પ્રધાન શાશ્વત છે. તેઓ બધાજ જીવોમાં મુખ્ય જીવ છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ - પરમાત્મામાં સ્થિર થવું. તે જ ઉદાહરણ. જો તમે તમારા મનને કૃષ્ણમાં સ્થિર કરો, તો તમે તમારા મનને બધામાં સ્થિર કરી શકો. તે જ ઉદાહરણ ફરીથી, જો તમે તમારા પેટનું ધ્યાન રાખો, તો તમે તમારા શરીરના બધા ભાગોનું ધ્યાન રાખો છો. જો તમારા પેટને સરસ પૌષ્ટિક આહાર આપવામાં આવે, તો પેટ બધી જ ખલેલોથી મુક્ત થશે, તો તમે સારા સ્વાસ્થ્યમાં રહેશો. તો જો તમે વૃક્ષના મૂળમાં પાણી રેડશો, તો તમે બધી જ શાખાઓ, પાંદડાઓ, ફૂલો, ડાળખીઓ, બધાની કાળજી રાખો છો, આપમેળે.

તો જો તમે કૃષ્ણની કાળજી રાખો છો તો તમે બીજા બધાની શ્રેષ્ઠ સેવા કરો છો. આપમેળે. આ છોકરાઓ, તેઓ કીર્તન પાર્ટીમાં જાય છે. કારણકે તેઓ કૃષ્ણ ભાવનાભાવિત છે, તેવું નથી કે તેઓ મંદિરમાં નવરા બેસી રહે છે. તેઓ બહાર જાય છે, આ તત્વજ્ઞાનનો પ્રચાર કરે છે જેથી બીજા લોકો તેનો લાભ લઈ શકે. તો એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ નવરો બેસી ના શકે. તે વિચારે છે કે જીવનનું આટલું સરસ તત્વજ્ઞાન, કેમ તેનું વિતરણ ના કરવું જોઈએ. તે તેનું મિશન છે. એક યોગી તેના પોતાના ઉદ્ધારથી સંતુષ્ટ હોઈ શકે છે. તે એકાંત જગ્યાએ બેઠેલો છે, યોગ અભ્યાસ કરતો, પોતાને દિવ્ય જીવન પર ઉન્નત કરો. તે તેનો વ્યક્તિગત સ્વાર્થ છે. પણ એક ભક્ત ફક્ત પોતાના ઉદ્ધારથી સંતુષ્ટ નથી, તેનો વ્યક્તિગત સ્વાર્થ. આપણે વૈષ્ણવોને આપણા પ્રણામ અર્પણ કરીએ છીએ:

વાંછા કલ્પતરુભ્યશ ચ
કૃપા સિંધુભ્ય એવ ચ
પતિતાનામ પાવનેભ્યો

વૈષ્ણવેભ્યો નમો નમઃ

વૈષ્ણવ તે છે, ભક્ત તે છે, જે આ બદ્ધ જીવો પ્રત્યે બહુ જ દયાળુ હોય. કૃપા સિંધુભ્ય એવ ચ. કૃપા મતલબ કરુણા, અને સિંધુ મતલબ મહાસાગર. એક ભક્ત કરુણાનો મહાસાગર છે. તેને કૃપા વિતરિત કરવી છે.

જેમ કે ઈશુ ખ્રિસ્ત, તેઓ ભગવદ ભાવનાભાવિત હતા, કૃષ્ણ ભાવનાભાવિત, પણ તેઓ પોતાનાથી સંતુષ્ટ ન હતા. જો તેમણે એકલા પોતે ભગવદ ભાવનામૃત ચાલુ રાખ્યું હોત, તેમને સ્તંભ પર ચઢાવવામાં આવ્યા ના હોત. પણ, ના. તેમને બીજાની પણ કાળજી રાખવી હતી, બીજા પણ ભગવદ ભાવનાભાવિત થવા જોઈએ. બીજા પણ કૃષ્ણ ભાવનાભાવિત થવા જોઈએ. રાજા દ્વારા તેમને તે કરવાની મનાઈ હતી. તો જીવનના જોખમે તેમણે તે કર્યું. તે ભક્તનો સ્વભાવ છે. તેથી પ્રચારક ભક્ત ભગવાનનો સૌથી વધુ પ્રિય છે. તે ભગવદ ગીતામાં કહ્યું છે. તે લોકો બહાર જઈ રહ્યા છે, તેઓ પ્રચાર કરી રહ્યા છે, તેઓ વિરોધી તત્વોને મળી રહ્યા છે. ક્યારેક તેઓ પરાજય પામે છે, ક્યારેક હતાશ થાય છે, ક્યારેક તેઓ વિશ્વાસ કરાવી શકે છે, વિભિન્ન પ્રકારના લોકો હોય છે. તો, એવું નથી કે દરેક ભક્ત સુસજ્જ છે. ભક્તોના પણ ત્રણ પ્રકારના વર્ગો છે. પણ તે પ્રયાસ, કે "હું જઈશ અને કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરીશ," તે ભગવાનની શ્રેષ્ઠ સેવા છે. કારણકે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, વિરોધમાં, લોકોને આત્મ-સાક્ષાત્કારના સર્વોચ્ચ ધોરણ પર ઉન્નત કરવા.

તો જે વ્યક્તિએ જોયું છે, જે વ્યક્તિ આત્મ-સાક્ષાત્કારની દિવ્યતામાં છે, તે નવરો બેસી ના શકે. તેણે બહાર જવું જ જોઈએ. તે... જેમ કે રામાનુજાચાર્ય. તેમણે જાહેરમાં મંત્રની ઘોષણા કરી. તેમના ગુરુએ કહ્યું હતું કે આ મંત્ર... જેમ કે તે મહાઋષિ તમારા દેશમાં આવ્યો હતો. તેને કોઈ ખાનગી મંત્ર આપવો હતો. જો તે મંત્રમાં કોઈ શક્તિ છે, તો તે ખાનગી કેમ હોવો જોઈએ? જો મંત્રમાં કોઈ પણ શક્તિ છે, તો કેમ તેની જાહેરમાં ઘોષણા કરતાં નથી જેથી દરેક વ્યક્તિ તે મંત્રનો લાભ લઈ શકે? તે સાચું છે. તે છેતરપિંડી છે, તમે જોયું? તો અહી કોઈ છેતરપિંડી નથી. અમે કહીએ છીએ કે આ મહામંત્ર તમને બચાવી શકે છે, અમે જાહેરમાં વિતરણ કરીએ છીએ, (અસ્પષ્ટ). નિ:શુલ્ક, કોઈ મૂલ્ય વગર. પણ લોકો એટલા મૂર્ખ છે, તેઓ આને ગ્રહણ કરવા માટે તૈયાર નથી. તેઓ તે મંત્ર પાછળ, મહાઋષિ પાછળ, દોડે છે. પાત્રીસ ડોલર ચૂકવે છે અને કોઈ ખાનગી મંત્ર લે છે, તમે જોયું? તો લોકોને છેતરાવું છે. અને અહિયાં, હરે કૃષ્ણ મંત્ર, આ લોકો કોઈ પણ મૂલ્ય વગર પ્રચાર કરી રહ્યા છે, રસ્તા પર, બગીચામાં, દરેક જગ્યાએ, ઘોષણા કરતાં, "આવો, તેને ગ્રહણ કરો." "ઓહ, તે સારું નથી." આ માયા છે, આને ભ્રમ કહેવાય છે. આ માયાનો ફંદો છે. અને જો તમે કોઈ મહેનતાણું લો, જો તમે છેતરો, ઓહ, લોકો આવશે.

સચા બોલે તોમારે લાત જૂતા જગત હરઈ, ધન કલિયુગ દુખ લાલગે હસ્પઈ (?). આ એક હિન્દી પંક્તિ છે એક ભક્ત દ્વારા, કે આ કલિયુગ એટલો દુખમય છે કે જો તમે સત્ય બોલો, તો લોકો આવશે અને કોઈ દંડાથી તમને મારશે. અને જો તમે તેમને છેતરશો, તેઓ ભ્રમિત થશે, તેમને તે ગમશે. જો હું કહું હું ભગવાન છું, લોકો કહેશે, "ઓહ, અહી સ્વામીજી છે, ભગવાન." તેઓ પૃચ્છા નહીં કરે, કે "તમે કેવી રીતે ભગવાન બન્યા? ભગવાનના લક્ષણ શું છે? તમારામાં શું બધા જ લક્ષણો છે?" કોઈ પૂછતું નથી. તો આ વસ્તુઓ થાય છે, જ્યાં સુધી વ્યક્તિ આત્મામાં સ્થિર નથી, જ્યાં સુધી વ્યક્તિ સમજતો નથી કે વાસ્તવિક આત્મા શું છે, જ્યાં સુધી વ્યક્તિ સમજતો નથી કે પરમાત્મા શું છે. તો, યોગ મતલબ આ આત્મ-સાક્ષાત્કારની વિધિને સમજવું. તે યોગ છે. આગળ વધો.