GU/Prabhupada 0677 - ગોસ્વામી એક વારસાગત શીર્ષક નથી. તે એક યોગ્યતા છે



Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969

પ્રભુપાદ: તો જે વ્યક્તિ ઇન્દ્રિયોના નિયંત્રણ હેઠળ છે, તે ગોદાસ છે. ગો મતલબ ઇન્દ્રિયો અને દાસ મતલબ સેવક. અને જે વ્યક્તિ ઇન્દ્રિયોનો માલિક છે, તે ગોસ્વામી છે. સ્વામી મતલબ માલિક અને ગો મતલબ ઇન્દ્રિયો. તમે જોયું છે ગોસ્વામી શીર્ષક. ગોસ્વામી શીર્ષક મતલબ વ્યક્તિ કે જે ઇન્દ્રિયોનો સ્વામી છે, તે કે જે ઇન્દ્રિયોનો સેવક નથી. જ્યાં સુધી વ્યક્તિ ઇન્દ્રિયોનો સેવક છે તેને ગોસ્વામી અથવા સ્વામી ના કહી શકાય. સ્વામી અથવા ગોસ્વામી, તે જ વસ્તુ, મતલબ જે વ્યક્તિ ઇન્દ્રિયોનો સ્વામી છે. તો જ્યાં સુધી વ્યક્તિ ઇન્દ્રિયોનો સ્વામી નથી, તે આ સ્વામી અને ગોસ્વામી શીર્ષકોનો ઉપયોગ કરે છે તો તે છેતરપિંડી કરે છે. વ્યક્તિએ ઇન્દ્રિયોના સ્વામી હોવું જ જોઈએ. તેની વ્યાખ્યા રૂપ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. ગોસ્વામી, રૂપ ગોસ્વામી. તેઓ મંત્રીઓ હતા. જ્યારે તેઓ મંત્રીઓ હતા ત્યારે તેઓ ગોસ્વામી ન હતા. પણ જ્યારે તેઓ ભગવાન ચૈતન્યના શિષ્યો બન્યા, સનાતન ગોસ્વામી અને રૂપ ગોસ્વામી, અને તેમના દ્વારા પ્રશિક્ષિત થયા, તેઓ ગોસ્વામી બની ગયા.

તો ગોસ્વામી કોઈ વારસાગત શીર્ષક નથી. તે એક યોગ્યતા છે. ગુરુના નિર્દેશ હેઠળ. જે વ્યક્તિ ઇન્દ્રિયોને નિયંત્રણ કરવામાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે, તેને સ્વામી અથવા ગોસ્વામી કહેવાય છે. તો વ્યક્તિએ સ્વામી, ગોસ્વામી બનવું પડે. પછી તે ગુરુ બની શકે છે. સ્વામી અથવા ઇન્દ્રિયોના માલિક બન્યા વગર, ગુરુ બનવું તે બનાવટી છે. તેની વ્યાખ્યા પણ રૂપ ગોસ્વામીએ કરેલી છે. તેઓ કહે છે:

વાચો વેગમ, ક્રોધ વેગમ, મનસ: વેગમ
જિહવા વેગમ ઉદરોપસ્થ વેગમ
એતાન વેગાન વિશહેત ધીર:
પૃથ્વીમ સ શિષ્યાત
(ઉપદેશામૃત ૧)

તેઓ કહે છે કે છ ઉત્કંઠાઓ હોય છે. દબાણ. વેગમ, તમે સમજી શકો છો, જેમ કે જ્યારે તમને બાથરૂમ લાગે, તમારે બાથરૂમ જવું જ પડે. તમે રોકી ના શકો. તમારે જવું જ પડે. તેને વેગમ, દબાણ કહે છે. તો છ વેગમ હોય છે, દબાણ. શું છે તે? વાચો વેગમ. વેગમ, બોલવાનું દબાણ. બિનજરૂરી બોલવું. તેને બોલવાનું દબાણ કહેવાય છે. ક્રોધ વેગમ. ક્યારેક ક્રોધનું દબાણ હોય છે. જો હું બહુ જ ક્રોધિત થાઉં તો હું મારી જાતને રોકી ના શકું. હું એવું કઈક કરું જે મારે કરવું ના જોઈએ. ક્યારેક ક્રોધમાં, પોતાના માણસને મારી નાખે છે. આને વેગમ કહેવાય છે, દબાણ. તો બોલવાનું દબાણ, ક્રોધનું દબાણ, અને... તેવી જ રીતે મનનું દબાણ. મન નિર્દેશ કરે છે, "તારે તરત જ ત્યાં જવાનું જ છે." તરત જ. બોલવાનું દબાણ, મનનું દબાણ, ક્રોધનું દબાણ. પછી જિહવા વેગમ. જિહવા વેગમ મતલબ જીભ. મારે આટલી સરસ વસ્તુઓ ચાખવી છે. કોઈ મીઠાઇ અથવા કોઈ બીજું જે મને બહુ જ પસંદ છે. તો વ્યક્તિએ આનું નિયંત્રણ કરવું પડે. વ્યક્તિએ તેનું બીનજરૂરી બોલવું નિયંત્રિત કરવું પડે. વ્યક્તિએ તેનું મન, મનનો નિર્દેશ, નિયંત્રિત કરવું પડે. યોગ પદ્ધતિ માત્ર મન પર છે. પણ આપણી કૃષ્ણ ભાવનામૃત પદ્ધતિ છે... મન સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે.

ક્રોધની જેમ, જીભ. પછી જિહવા વેગમ. પછી ઉદર વેગમ. જીભથી થોડા નીચે આવો. ઉદર મતલબ પેટ. પેટ પહેલેથી જ ભરેલું છે, છતાં મારે તેને વધુ ભરવું છે. તેને વેગમ કહેવાય છે, પેટનું દબાણ. અને જ્યારે જીભનું એટલું બધુ દબાણ હોય છે અને પેટનું દબાણ, તેની નીચે પછી છે, જનનેંદ્રિય, જનનેંદ્રિયનું દબાણ. પછી મારે થોડા મૈથુનની જરૂર પડે છે. જો હું વધુ ખાઉ, જો હું મારી જીભનો બિનજરૂરી ઉપયોગ કરું, જો હું મારા મનને કશું પણ કરવા માટે અનુમતિ આપું, તો હું મારા જનનેંદ્રિયને પણ રોકી ના શકું. મૈથુન દબાણ થશે જેને હું રોકી ના શકું. આ રીતે ઘણા બધા દબાણો છે. રૂપ ગોસ્વામી કહે છે કે જે વ્યક્તિએ આ બધા દબાણોના યંત્રોને નિયંત્રિત કરી લીધું છે, તે ગુરુ બની શકે છે. એવું નથી કે ગુરુનું નિર્માણ થાય છે. વ્યક્તિએ આ શીખવું પડે. આ વસ્તુઓના દબાણને કેવી રીતે રોકવું. એતાન વેગાન યો વિશહેત ધીર: (ઉપદેશામૃત ૧). જે વ્યક્તિએ આ દબાણો પર નિયંત્રણ મેળવ્યું છે, અને ધીર: રહે છે, સ્થિર, પૃથ્વીમ સ શિષ્યાત: તે આખી દુનિયામાં શિષ્યો બનાવી શકે છે. ખુલ્લુ. હા.

તો દરેક વસ્તુ પ્રશિક્ષણ પર નિર્ભર છે. તે યોગ પદ્ધતિ છે. યોગ મતલબ, આખી યોગ પદ્ધતિ મતલબ પ્રશિક્ષણ. આપણી ઇન્દ્રિયો, આપણું મન, આ, તે, ઘણી બધી વસ્તુઓ. પછી આપણે આત્મામાં સ્થિર રહીએ છીએ. તમને લાગે છે કે ફક્ત પંદર મિનિટના ધ્યાનથી આપણે સાક્ષાત્કાર કરીશું? અને આખો દિવસ બધો બકવાસ કરીશું? ના. તેને પ્રશિક્ષણની જરૂર છે. તમે જીવનની બધી જ સમસ્યાઓ ઉકેલવા જઈ રહ્યા છો અને તમારે તેને એટલા સસ્તામાં કરવું છે? ના, તો તમે છેતરાશો. તમારે તેનું મૂલ્ય ચૂકવવું પડે. જો તમારે સૌથી શ્રેષ્ઠ વસ્તુ જોઈતી હોય તો તમારે તેનું મૂલ્ય ચૂકવવું પડે. પણ ભગવાન ચૈતન્યની કૃપાથી, મહેનતાણું બહુ જ સરળ રીતે ચૂકવેલું છે. હરે કૃષ્ણનો જપ કરો. બધુ જ સરળ બની જશે. આ બધી નિયંત્રણ વ્યવસ્થા, યોગ પદ્ધતિની પૂર્ણતા, બહુ જ સરળ બની જાય છે. તે ભગવાન ચૈતન્યની કૃપા છે. ઈહા હઇતે સર્વ સિદ્ધિ હઇબે તોમાર (ચૈતન્ય ભાગવત મધ્ય ૨૩.૭૮). ભગવાન ચૈતન્યના આશીર્વાદ છે કે જો તમે આ સિદ્ધાંતનું પાલન કરશો, જપ, તો તમે આત્મ-સાક્ષાત્કારની બધી જ પૂર્ણતા પ્રાપ્ત કરશો. તે હકીકત છે.

તો આ યુગ માટે, જ્યારે લોકો એટલા બધા પતિત છે, બીજી કોઈ વિધિ સફળ નહીં થાય. આ વિધિ એક માત્ર વિધિ છે. તે બહુ જ સરળ છે અને ઉત્કૃષ્ટ છે અને અસરકારક અને વ્યવહારુ છે, અને વ્યક્તિ પોતાનો સાક્ષાત્કાર કરી શકે છે. પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ (ભ.ગી. ૯.૨). ભગવદ ગીતામાં તે કહ્યું છે કે તમે વ્યાવહારિક રીતે અનુભવ કરી શકો છો. બીજી પદ્ધતિઓમાં, તમે વ્યાવહારિક રીતે અનુભવ નથી કરતાં કે તમે આગળ કેટલી પ્રગતિ કરેલી છે. પણ આ પદ્ધતિ, જો તમે પાલન કરો, થોડાક દિવસો માટે, તમે અનુભવશો, "હા, હું પ્રગતિ કરી રહ્યો છું." જેમ કે જો તમે ખાઓ, તમે સમજો કે તમારી ભૂખ તૃપ્ત થઈ રહી છે. તેવી જ રીતે વાસ્તવમાં જો અમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનના સિદ્ધાંતનું પાલન કરો, તમે પોતે જોશો કે આત્મ-સાક્ષાત્કારના વિષયમાં પ્રગતિ કરી રહ્યા છો. આગળ વધો.

વિષ્ણુજન: "જે વ્યક્તિ મનનું નિયંત્રણ કરે છે, અને તેથી ઇન્દ્રિયોનું પણ, તેને ગોસ્વામી અથવા સ્વામી કહેવાય છે. અને જે વ્યક્તિ મન દ્વારા નિયંત્રિત છે તેને ગોદાસ કહેવાય છે, અથવા ઇન્દ્રિયોનો સેવક. એક ગોસ્વામી ઇન્દ્રિય સુખનું ધોરણ જાણે છે. દિવ્ય ઇન્દ્રિય સુખમાં, ઇન્દ્રિયો ઋષિકેશની સેવામાં પ્રવૃત્ત હોય છે અથવા ઇન્દ્રિયોઆ પરમ સ્વામીની સેવામાં - કૃષ્ણની સેવામાં. કૃષ્ણની શુદ્ધ ઇન્દ્રિયો વડે સેવાને કૃષ્ણ ભાવનામૃત કહેવામા આવે છે. તે રસ્તો છે ઇન્દ્રિયોને પૂર્ણ નિયંત્રણમાં લાવવાનો. વધુ શું છે, તે યોગ પદ્ધતિની સર્વોચ્ચ સિદ્ધિ છે."