GU/Prabhupada 0679 - કૃષ્ણ ભાવનામૃતમાં કરેલું કોઈ પણ કાર્ય, જાણતા કે અજાણતા, અસર કરશે



Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969

વિષ્ણુજન: શ્લોક ઓગણત્રીસ: "એક સાચો યોગી મને બધા જીવોમાં જુએ છે અને બધા જીવોને મારામાં જુએ છે. ખરેખર આત્મ-સાક્ષાત્કારી માણસ મને બધે જ જુએ છે (ભ.ગી. ૬.૨૯)."

પ્રભુપાદ: હા. હવે, "એક સાચો યોગી મને બધા જીવોમાં જુએ છે." કેવી રીતે તે જોઈ શકે? તે લોકો અર્થઘટન કરે છે કે બધા જીવો કૃષ્ણ છે. તો તેથી કૃષ્ણની અલગથી પૂજા કરવાની કોઈ જરૂર નથી. તે લોકો તેથી માનવ કલ્યાણના કાર્યો કરે છે. તેઓ કહે છે કે આ વધુ સારું છે. કેમ કૃષ્ણની પૂજા થવી જોઈએ? કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ દરેક જીવમાં કૃષ્ણને જોવા જોઈએ. તો ચાલો સેવા કરીએ... પણ તે લોકો પ્રક્રિયા નથી જાણતા. તેને પ્રમાણિક ગુરુની નીચે પ્રશિક્ષણની જરૂર છે. આ, "એક સાચો યોગી મને બધા જીવોમાં જુએ છે." એક સાચો યોગી, ભક્ત. જેમ કે આ ભક્તો બહાર કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવા જાય છે. કેમ? તેઓ બધા જ જીવોમાં કૃષ્ણ જુએ છે. કેવી રીતે? કારણકે તેઓ બધા જ જીવોને કૃષ્ણના અંશ તરીકે જુએ છે. તે લોકો કૃષ્ણને ભૂલી ગયા છે. તો ચાલો તેમને કૃષ્ણ ભાવનામૃતમાં જાગૃત કરીએ. એક ભક્ત બીજાને જુએ છે, જે કૃષ્ણ ભાવનામૃતમાં નથી. જેમ કે ક્યારેક ધર્મપ્રચારક કાર્યો હોય છે, અશિક્ષિત સમાજને શિક્ષણ આપવું. કેમ? કારણકે તેઓ જુએ છે કે તેઓ મનુષ્યો છે. તેમને શિક્ષણ આપવું જોઈએ. તેમને જીવનનું મૂલ્ય ખબર હોવી જોઈએ. તે તેમની સહાનુભૂતિ છે. અહી પણ તે જ વસ્તુ. કે દરેક વ્યક્તિ જાણતો હોવો જોઈએ કે તે કૃષ્ણનો અભિન્ન અંશ છે. આ ચેતના ભૂલી જવાથી તે પીડાઈ રહ્યો છે. તે છે, કૃષ્ણને દરેક જીવોમાં જોવું. એવું નથી કે દરેક વ્યક્તિ કૃષ્ણ બની ગઈ છે. એવી રીતે ના જુઓ, તો તમે ભૂલ કરશો. દરેક જીવ છે... જેમ કે હું કોઈને જોઉ છું, કે આ છોકરો ફલાણા ફલાણા સજ્જનનો પુત્ર છે. તેનો મતલબ આ છોકરામાં હું ફલાણા ફલાણા સજ્જન જોઉ છું. શું તે સ્પષ્ટ છે? જો હું જોઉ કે દરેક જીવ ભગવાન અથવા કૃષ્ણની સંતાન છે, તો તેનો મતલબ છે કે હું દરેક જીવમાં ભગવાન જોઉ છું. શું સમજવામાં કોઈ મુશ્કેલી છે?

વિષ્ણુજન: શું તે સંગ છે અથવા તે દ્રષ્ટિ છે?

પ્રભુપાદ: ના, તે હકીકત છે. (હાસ્ય) તે સંગ કે દ્રષ્ટિ નથી, આ હકીકત છે. જ્યારે તમે બિલાડીને જુઓ, જ્યારે તમે કુતરાને જુઓ, તમે તેમાં કૃષ્ણને જુઓ. કેમ? તમે જાણો છો કે અહી બિલાડી છે, જીવ. તે, તેના કર્મોને કારણે, ભૂતકાળના કર્મોને કારણે તેને આ શરીર મળ્યું છે, બિલાડી, જે ભૂલી ગઈ છે. તો ચાલ હું આ બિલાડીની મદદ કરું, તેને થોડો કૃષ્ણ પ્રસાદમ આપું જેથી થોડાક દિવસોમાં તે કૃષ્ણ ભાવનામૃતમાં આવશે. આ છે, તેમાં કૃષ્ણને જોવું. એવું નહીં, "ઓહ, અહી કૃષ્ણ છે, ચાલ હું આ બિલાડીને ભેટું." આ અર્થહીન છે. અહી વાઘ છે, "ઓહ, અહી કૃષ્ણ છે, આવ, મને ખાઈ જા." આ ધૂર્તતા છે. તમને દરેક જીવ પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ, કે તે કૃષ્ણનો અંશ છે. વાંછા કલ્પતરુભ્યશ ચ કૃપા સિંધુભ્ય એવ ચ. એવું નહીં કે આપણે તેને ભેટીશું, "આવી જાઓ કૃષ્ણ." તો "સાચો યોગી મને બધા જીવોમાં જુએ છે." આ જોવું છે. કેમ આપણે આ બાળકોનું સ્વાગત કરીએ છીએ? કારણકે તે કૃષ્ણનો અંશ છે. તમે તેને અવસર આપો છો, જેટલું શક્ય હોય તેટલું, કીર્તનમાં ભાગ લેવાનો, પ્રસાદમનો સ્વાદ લેવાનો. તે બાળક જે આવે છે, આવી રીતે અનુકરણ કરે છે, ઓહ, એવું ના વિચારો કે તે વ્યર્થ જઈ રહ્યું છે. થોડું પણ કૃષ્ણ ભાવનામૃતમાં કરેલું, જાણતા કે અજાણતા, તેને તેની અસર હશે. આ બાળકો જે પ્રણામ કરે છે, અથવા "કૃષ્ણ" બોલવાનો પ્રયાસ કરે છે, અથવા તાળી પાડે છે, આ વસ્તુઓ કૃષ્ણ ભાવનામૃતના બઁક એકાઉન્ટમાં જમા થઈ રહી છે. જેમ કે જો બાળક આ અગ્નિને સ્પર્શ કરશે, તે (અગ્નિ) કાર્ય કરશે. તે બાળકને માફ નહીં કરે, કે "ઓહ, તે બાળક છે, તે જાણતો નથી." અગ્નિ કાર્ય કરશે. તેવી જ રીતે જો કૃષ્ણ પરમાત્મા છે, એક બાળક જે તેમાં ભાગ લેશે, કૃષ્ણ કાર્ય કરશે. તે જાણતો હોય કે ના હોય. તેનો ફરક નથી પડતો. કારણકે કૃષ્ણ ત્યાં છે. તો તે એટલું સરસ છે. તેથી દરેક જીવને અવસર આપવો જોઈએ. આ છોકરાઓ બહારના લોકોને બોલાવે છે, "આવો," આ પ્રીતિભોજનમાં. ખ્યાલ શું છે? ખ્યાલ છે, તેમને આવવા દો, થોડો પ્રસાદ લો અને તે કોઈ દિવસે કૃષ્ણ ભાવનામૃતમાં કામ કરશે. તે કામ કરશે. તો તે તેમનો પ્રચાર છે. તેઓ બધાને જુએ છે. કૃષ્ણ, તે લોકો દરેક વ્યક્તિમાં કૃષ્ણને જુએ છે, તે રીતે. એવું નહીં કે દરેક વ્યક્તિ કૃષ્ણ છે. આ ભૂલ ના કરતાં. કૃષ્ણ સર્વવ્યાપક છે. આ મનુષ્યમાં જ કેમ, તેઓ અણુમાં પણ છે. અંડાન્તરસ્થ પરમાણુ ચયાંતરસ્થમ (બ્ર.સં. ૫.૩૫). તમે બ્રહ્મસંહિતામાં જોશો. પરમાણુ મતલબ પરમાણુ. તો તેઓ પરમાણુમાં પણ છે. તો દરેક જીવમાં કેમ નહીં? તમને તે જ્ઞાન હોવું જોઈએ.