GU/Prabhupada 0681 - જો તમે કૃષ્ણને પ્રેમ કરવો, તો તમારો વિશ્વપ્રેમ ગણાય છે
Lecture on BG 6.30-34 -- Los Angeles, February 19, 1969
ભક્ત: શ્રી ગુરુ અને ગૌરાંગનો જય હો.
પ્રભુપાદ: પછી?
વિષ્ણુજન: શ્લોક ત્રીસ: "જે વ્યક્તિ મને દરેક જગ્યાએ જુએ છે અને દરેકને મારામાં જુએ છે, હું તેના માટે ક્યારેય ખોવાતો નથી, અને ન તો તે મારા માટે ક્યારેય ખોવાય છે (ભ.ગી. ૬.૩૦)."
પ્રભુપાદ: બસ. તમે કેવી રીતે (હસે છે) કૃષ્ણ માટે ખોવાઈ શકો? તે છે સદા તદ ભાવ ભાવિત: (ભ.ગી. ૮.૬). તો જો તમે તમારા જીવનનો આ રીતે અભ્યાસ કરો, ક્યારે કૃષ્ણથી ખોવાઓ નહીં, તો મૃત્યુ સમયે તમે કૃષ્ણ પાસે નિશ્ચિતરૂપે જાઓ છો. તમે ક્યાં જાઓ છો? તમે કૃષ્ણથી દૂર નથી જતાં. કૌંતેય પ્રતિજાનિહિ ન મે ભક્ત: પ્રણશ્યતિ (ભ.ગી. ૯.૩૧). અને કૃષ્ણ વચન આપે છે, "મારા પ્રિય અર્જુન, મારો શુદ્ધ ભક્ત ક્યારેય મારા માટે ખોવાતો નથી." તો કૃષ્ણથી દૂર ના જાઓ. તે જીવનની સિદ્ધિ છે. તે જીવનની સિદ્ધિ છે. બસ કૃષ્ણથી દૂર ના જાઓ. તમે બધી જ વસ્તુ ભૂલી જઈ શકો છો, પણ કૃષ્ણને ભુલશો નહીં. પછી તમે સૌથી વધુ ધનવાન છો. લોકો તમને એક બહુ જ ગરીબ માણસ તરીકે જોઈ શકે છે, જેમ કે ગોસ્વામીઓ. તેમણે બહુ જ દરિદ્ર જીવન સ્વીકાર્યું, ભિક્ષુક. તેઓ મંત્રીઓ હતા, બહુ જ વૈભવશાળી. બહુ જ સન્માનનીય સજજનો, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, શિક્ષિત વિદ્વાનો, ધનવાન માણસો, મંત્રીઓ, દરેક રીતે તેમની સામાજિક સ્થિતિ ઉચ્ચ હતી. પણ તેમણે આ ભિક્ષુકતા સ્વીકારી: ત્યક્તવા તુર્ણમ અશેષ મંડલ પતિ શ્રેણીમ. તે ગોસ્વામી પ્રાર્થના તમે જોશો. ત્યક્તવા તુર્ણમ અશેષ મંડલ પતિ શ્રેણીમ સદા તુચ્છ વત. જેમ કે સૌથી તુચ્છ, તેમણે બધુ જ છોડી દીધું. ભૂત્વા દીન ગણેશકૌ કરુણયા કૌપીન કંઠાશ્રિતૌ. કૌપીન કંઠાશ્રિતૌ - ફક્ત એક લંગોટ અને નીચે પહેરવાનું કપડું, બસ. તેઓ બની ગયા, સ્વીકાર કર્યો, જીવનની સૌથી દરિદ્ર રીત. પણ, તેઓ કેવી રીતે જીવી શક્યા? જો એક ધનવાન માણસ જીવનની આવી નિર્ધન અવસ્થાનો સ્વીકાર કરે, તે જીવી ના શકે. મે તે જોયું છે. જો વ્યક્તિને જીવનના ઉચ્ચ ધોરણની આદત હોય, જો તમે તરત જ તેને તેના જીવનના ધોરણની નીચે લઈ જાઓ, તે જીવી ના શકે. પણ તેઓ સુખેથી રહેતા હતા. કેવી રીતે? તે કહેલું છે. ગોપી ભાવ રસામૃતાબ્ધિ લહરી કલ્લોલ મગ્નૌ મુહૂર વંદે રૂપ સનાતનૌ રઘુ યુગૌ શ્રી જીવ ગોપાલકૌ. તેઓ સૌથી ધનવાન હતા, પોતાને ગોપીઓના પ્રેમમય કાર્યકલાપોના મહાસાગરમાં ડૂબાડીને. તો જો તમે ફક્ત ગોપીઓના કૃષ્ણ માટેના પ્રેમમય કાર્યકલાપો વિશે જ વિચારો તો તમે ખોવાતા નથી. ઘણી બધી રીતો છે. કૃષ્ણથી ખોવાતા નહીં. તો તમે સફળ છો. પછી કૃષ્ણ પણ ખોવાશે નહીં અને તમે પણ નહીં ખોવાઓ. આગળ વધો.
વિષ્ણુજન: તાત્પર્ય. "કૃષ્ણ ભાવનામૃતમાં વ્યક્તિ ચોક્કસપણે ભગવાન કૃષ્ણને દરેક જગ્યાએ જુએ છે અને તે દરેક વસ્તુને કૃષ્ણમાં જુએ છે. આવો વ્યક્તિ ભૌતિક પ્રકૃતિમાં બધી અલગ વિભૂતિઓને જોતો લાગી શકે છે. પણ દરેક જગ્યાએ, તે કૃષ્ણ ભાવનાભાવિત હોય છે, તે જાણતા કે દરેક વસ્તુ કૃષ્ણની શક્તિનું પ્રગટીકરણ છે."
પ્રભુપાદ: "શક્તિ." હવે, જે વ્યક્તિ એક વૃક્ષ જુએ છે... તે તત્વજ્ઞાની છે, કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ તત્વજ્ઞાની છે. જો તે અભ્યાસ કરે કે, "આ વૃક્ષ શું છે?" તે જુએ છે કે વૃક્ષ છે, તે ભૌતિક છે, તેને એક ભૌતિક શરીર છે, જેમ કે મને આ ભૌતિક શરીર છે, પણ તે એક જીવ છે. તેના ભૂતકાળના ખરાબ કર્મોને કારણે તેને આટલું કષ્ટદાયક શરીર મળ્યું છે કે તે હલી પણ નથી શકતું. પણ તેનું શરીર ભૌતિક છે, અને ભૌતિક મતલબ ભૌતિક શક્તિ, અને ભૌતિક શક્તિ કોની શક્તિ? કૃષ્ણની શક્તિ. તેથી વૃક્ષને કૃષ્ણ સાથે સંબંધ છે. અને વૃક્ષ, જીવ તરીકે, કૃષ્ણનો અંશ છે. તો આ રીતે જો તમે તત્વજ્ઞાનની ચર્ચા કરો, કૃષ્ણ ભાવનામૃત, તમે જુઓ, તમે વૃક્ષને ના જુઓ, તમે ત્યાં કૃષ્ણને જુઓ. તે કૃષ્ણ ભાવનામૃત છે. તમે વૃક્ષને નથી જોતાં. તમે કૃષ્ણને જુઓ છો. તે કૃષ્ણ ભાવનામૃત છે. તો તમારે તેવી રીતે અભ્યાસ કરવો પડે. તે યોગ અભ્યાસ છે. તે સમાધિ છે. આગળ વધો.
વિષ્ણુજન: "કોઈ વસ્તુ કૃષ્ણ વગર રહી ના શકે અને કૃષ્ણ દરેકના સ્વામી છે. આ કૃષ્ણ ભાવનામૃતનો મૂળ સિદ્ધાંત છે. કૃષ્ણ ભાવનામૃત કૃષ્ણપ્રેમનો વિકાસ છે, એક અવસ્થા જે ભૌતિક મુક્તિ કરતાં પણ દિવ્ય છે."
પ્રભુપાદ: હા. આ ચેતના, આ વૃક્ષનો કૃષ્ણની શક્તિ તરીકેનો અભ્યાસ, કૃષ્ણના અંશ તરીકેનો અભ્યાસ. કેમ તમે વૃક્ષને આટલી સરસ રીતે ગણો છો? કારણકે તમને કૃષ્ણ માટે પ્રેમ છે. જેમ કે તમે તમારા બાળકને પ્રેમ કરો છો અને તમારું બાળક તમારાથી દૂર છે. તમે તમારા બાળકના જૂતાં શોધો છો. "ઓહ, આ મારા બાળકના જૂતાં છે." તમે જૂતાંને પ્રેમ કરો છો? ના, તમે તે બાળકને પ્રેમ કરો છો. તેવી જ રીતે જેવુ કૃષ્ણની શક્તિ અલગ રીતે પ્રગટ થતાં જોઈએ છીએ, તેનો મતલબ તમે તે વસ્તુને પ્રેમ કરો છો કારણકે તમે કૃષ્ણને પ્રેમ કરો છો. તેથી, જો તમે કૃષ્ણને પ્રેમ કરો, તો તમારો વિશ્વપ્રેમ ગણવામાં આવે છે. નહિતો તે બકવાસ છે. તમે પ્રેમ ના કરી શકો. તે શક્ય નથી. જો તમે કૃષ્ણને પ્રેમ કરો, તો પ્રેમ શબ્દ, વિશ્વપ્રેમ, ઘણી બધી વસ્તુઓ જેમ કે તેની બહુ જાહેરાત કરવામાં આવે છે. અને જો તમે કૃષ્ણને પ્રેમ નથી કરતાં, તો તમે જોશો "અહી અમારો અમેરિકન ભાઈ છે અને ગાય મારુ ભોજન છે." કારણકે તમે ગાયને પ્રેમ નથી કરતાં. ગાય અમેરિકન છે અને મારો ભાઈ અમેરિકન છે. "મારો ભાઈ સારો છે અને ગાય મારુ ભોજન છે. આ મારો વિશ્વપ્રેમ છે." કેમ? પણ એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ, તે જુએ છે, "ઓહ, અહી એક ગાય છે. અહી એક કૂતરો છે. તે કૃષ્ણનો અંશ છે. એક યા બીજી રીતે તેને મારાથી અલગ શરીર મળ્યું છે. તેનો મતલબ એવો નથી કે તે મારો ભાઈ નથી. તો કેવી રીતે હું મારા ભાઈની હત્યા કરી શકું?" તે કૃષ્ણ પ્રેમ છે, કૃષ્ણ પ્રેમને કારણે.
તો કૃષ્ણપ્રેમ એટલો સરસ છે. બધી જ પૂર્ણતા. જો કૃષ્ણ માટે કોઈ પ્રેમ નથી, તો પ્રેમનો કોઈ પ્રશ્ન જ નથી, તે બધુ બકવાસ છે. કૃષ્ણ ભાવનામૃત વગર કોઈ પ્રેમ ના હોઈ શકે. હા.