GU/Prabhupada 0689 - જો તમે દિવ્ય સંગ રાખો, તો તમારી ચેતના દિવ્ય બને છે



Lecture on BG 6.35-45 -- Los Angeles, February 20, 1969

ભક્ત: "તેના પહેલાના જીવનની દિવ્ય ચેતનાના કારણે, તે આપમેળે યોગ સિદ્ધાંતોથી આસક્ત બને છે - તેની શોધ કર્યા વગર. આવો જિજ્ઞાસુ આધ્યાત્મવાદી, યોગ માટે પ્રયાસ કરતો, હમેશા ગ્રંથોના કર્મકાંડના સિદ્ધાંતોથી ઉપર રહે છે (ભ.ગી. ૬.૪૪)."

પ્રભુપાદ: હા.

ભક્ત: "પણ જ્યારે યોગી..."

પ્રભુપાદ. ના, મને આ સમજાવવા દો. "દિવ્ય ચેતનાના કારણે." આપણે આ ચેતના તૈયાર કરી રહ્યા છે, કૃષ્ણ ભાવનામૃત, દિવ્ય ભાવના. અને ચેતના આગળ જશે. જેમ કે સુંગંધ, એક ગુલાબના ફૂલની સુગંધ હવા દ્વારા લઈ જવાય છે અને જો હવા આપણી પાસેથી પસાર થાય તો આપણે પણ તે ગુલાબની સુગંધનો અનુભવ કરીએ છીએ. તેવી જ રીતે, જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ, આ ભૌતિક શરીર સમાપ્ત થાય છે. "માટીમાથી ઉત્પન્ન થયા છીએ, માટીમાં મળી જઈશું." આ (શરીર) પાંચ તત્વોનું બનેલું છે: પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. તો.... જ્યાં સુધી પૃથ્વી ઘટકોનો પ્રશ્ન છે, તે મિશ્રિત છે. કોઈ આ શરીરને બાળે છે, કોઈ દાટે છે, અથવા કોઈ તેને ફેંકી દે છે પ્રાણીઓના ખાવા માટે. મનુષ્ય સમાજમાં ત્રણ પદ્ધતિઓ છે. જેમ કે ભારતમાં, હિન્દુઓ, તેઓ શરીરને બાળે છે. તો શરીર બને છે, રાખમાં પરિવર્તિત થાય છે - મતલબ પૃથ્વી. રાખ મતલબ પૃથ્વી. જે લોકો તેમના પરપિતાઓના શરીરોને દાટે છે, શરીર માટીમાં પરિવર્તિત થાય છે, જેમ કે ખ્રિસ્તી બાઇબલ કહે છે, "શરીર માટીમાં બની જાય છે." આ શરીર માટી છે અને ફરીથી માટીમાં પરિવર્તિત થાય છે. અને જે લોકો શરીરને ફેંકી દે છે પ્રાણીઓ અને પક્ષીઓ અને ગીધને ખાવા માટે, જેમ કે ભારતમાં એક સમાજ છે, પારસી સમાજ. તેઓ બાળતા નથી, કે નથી દાટતા. તેઓ ફેંકી દે છે, અને ગીધ તરત જ આવે છે અને ખાય છે. પછી શરીર મળ બની જાય છે.

તો ક્યાં તો તે રાખ બનશે, અથવા માટી, અથવા મળ. આ સુંદર શરીર, જેને તમે રોજ સરસ રીતે સાબુ લગાડો છો, તે આ ત્રણ વસ્તુ બની જશે, મળ, રાખ, અથવા માટી. તો સૂક્ષ્મ તત્વો - મતલબ મન, બુદ્ધિ અને અહંકાર - તે છે, બધુ સાથે તેને કહેવાય છે ચેતના. તે તમને લઈ જશે, આત્મા, નાનો અંશ આત્મા. તે આ ત્રણ ઘટકો દ્વારા લઈ જવાય છે: મન, બુદ્ધિ અને અહંકાર. અને તેના પ્રમાણે... જેમ કે સુંગંધ, જો તે ગુલાબની સુગંધ છે, તમે માણો છો, "ઓહ તે બહુ સરસ છે." પણ જો તે ગંદી સુગંધ છે, મળની અથવા બીજી કોઈ ગંદી જગ્યાની અને તમે કહો છો, "ઓહ, તે બહુ જ ખરાબ દુર્ગંધ છે." તો આ ચેતના તમને લઈ જશે ક્યાં તો એક મળની દુર્ગંધમાં અથવા ગુલાબની સુગંધમાં, તમારા કર્મો પ્રમાણે, અને તમે તમારી ચેતના વિકસિત કરશો. તો જો તમે તમારી ચેતના પર આવશો, તમારી ચેતનાને કૃષ્ણમાં પ્રશિક્ષિત કરશો, તો તે તમને કૃષ્ણ પાસે લઈ જશે. આ સમજવું બહુ મુશ્કેલ નથી. તમે પવનને જોઈ ના શકો પણ તમે સુગંધનો અનુભવ કરી શકો. "ઓહ, પવન આ રીતે વહી રહ્યો છે." તેવી જ રીતે, આ વિભિન્ન પ્રકારના શરીરો ચેતના પ્રમાણે વિકસિત થાય છે.

તો જો તમે તમારી ચેતનાને યોગ સિદ્ધાંતમાં પ્રશિક્ષિત કરો, તો તમને એક શરીર મળે છે, તેવું શરીર. તમને સારો અવસર મળે છે, તમને સારા માતપિતા મળે છે, સારો પરિવાર જ્યારે તમને આ પદ્ધતિનો અભ્યાસ કરવાની અનુમતિ મળશે, અને આપમેળે તમને તમારા પહેલાના શરીરમાં અધૂરી મૂકેલી તે જ ચેતનાને ફરીથી જીવંત કરવાનો અવસર મળશે. તે અહી સમજાવેલું છે. દિવ્ય ચેતનાના પ્રભાવથી. તેથી આપણું વર્તમાન કર્તવ્ય છે કેવી રીતે ચેતનાને દિવ્ય બનાવવી. તે આપણું કાર્ય હોવું જોઈએ. જો તમારે દિવ્ય જીવન જીવવું હોય, જો તમારે ભગવદ ધામ સુધી આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય, તેનો મતલબ શાશ્વત જીવન, આનંદમય જીવન, જ્ઞાનથી પૂર્ણ, તો આપણે પોતાને દિવ્ય ચેતના અથવા કૃષ્ણ ભાવનામૃતમાં પ્રશિક્ષિત કરવી પડે. તે તમે સંગ દ્વારા બહુ સરળતાથી કરી શકો છો. સંગાત સંજાયતે કામ: (ભ.ગી. ૨.૬૨). જો તમે દિવ્ય સંગ રાખો, તો તમારી ચેતના દિવ્ય બને છે અને જો તમે નર્ક જેવો યાતનામય સંગ રાખો છો, આસુરીક સંગ, તો તમારી ચેતના તે રીતે પ્રશિક્ષિત થાય છે.

તો આપણે આપણી ચેતનાને પ્રશિક્ષિત કરવાની છે, દિવ્ય. તે મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. જો આપણે આપણી ચેતનાને દિવ્ય બનાવીશું, તો આપણે આગલા દિવ્ય જીવનની તૈયારી કરી રહ્યા છીએ. જેમ જીવનના વિભિન્ન સ્તરો છે, તો મનુષ્ય જીવન એક અવસર છે તમારા આગલા જીવનને પૂર્ણપણે દિવ્ય બનાવવા માટે. પૂર્ણપણે દિવ્ય મતલબ શાશ્વત, આનંદમય અને જ્ઞાનથી પૂર્ણ. તો આપમેળે, દિવ્ય ચેતનાથી, તમે તેવા વ્યક્તિઓનો સંગ કરવાનો પ્રયત્ન કરશો જે દિવ્ય ચેતના વિકસિત કરી રહ્યા છે. તો આ શ્લોકમાં આ સમજાવેલું છે. આગળ વધો.