GU/Prabhupada 0691 - જે વ્યક્તિને પણ અમારા સમાજમાં દિક્ષા લેવી હોય છે, અમે ચાર સિદ્ધાંતો મૂકીએ છીએ



Lecture on BG 6.35-45 -- Los Angeles, February 20, 1969

ભક્ત: "કૃષ્ણ ભાવનામૃત પૂર્ણ સ્તર છે, બધા દૂષણોથી મુક્ત. આની ભગવદ ગીતામાં પુષ્ટિ થયેલી છે. ઘણા, ઘણા જન્મોના પુણ્ય કર્મો કર્યા પછી જ્યારે વ્યક્તિ બધા દૂષણો અને બધા ભ્રામક દ્વંદ્વોથી પૂર્ણપણે મુક્ત થાય છે, ત્યારે વ્યક્તિ ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં સંલગ્ન થાય છે.:

પ્રભુપાદ: હા. યેશામ ત્વ અંતગતામ પાપમ (ભ.ગી. ૭.૨૮). ભગવદ ગીતાનો ચોક્કસ શ્લોક છે યેશામ ત્વ અંતગતામ પાપમ. પાપમ મતલબ પાપ. જે વ્યક્તિએ પાપમય કાર્યોને સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધા છે... જનાનામ પુણ્ય કર્મણામ: વ્યક્તિઓ કે જેમણે ફક્ત પુણ્ય કાર્યો કર્યા છે. આવો વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં કોઈ દ્વંદ્વ વગર સ્થિર થાય છે. કારણકે આપણું મન અસ્થિર છે, તો દ્વંદ્વો પણ આવશે. શું મારે સ્વીકારવું કે નહીં. શું હું કૃષ્ણ ભાવનાભાવિત બનું અથવા બીજી ભાવના, આ મુશ્કેલીઓ હમેશા હોય છે. પણ જો વ્યક્તિ તેના પૂર્વ જીવનના પુણ્ય કર્મોને કારણે ઉન્નત બને છે, તો તે ધૈર્યપૂર્વક સ્થિર થાય છે, "હું કૃષ્ણ ભાવનાભાવિત બનીશ." તો આ વિધિ, આ હરે કૃષ્ણ જપની વિધિ, ભલે તમારા પૂર્વ જીવનમાં કે આ જીવનમાં તમે પુણ્ય કાર્યો ના પણ કર્યા હોય, તેનો ફરક નથી પડતો. જો તમે આ સરસ વિધિને ગંભીરતાપૂર્વક ગ્રહણ કરશો, હરે કૃષ્ણ, જપ, તરત જ તમે શુદ્ધ બનો છો. પણ નિશ્ચય સાથે, કે તમે હવે વધુ કોઈ પાપ કાર્યો નહીં કરો.

જેમ કે આપણા સમાજમાં આપણે ચાર પ્રતિબંધો લગાવીએ છીએ. જેને પણ અમારા સમાજમાં દિક્ષિત થવું છે, અમે ચાર સિદ્ધાંતો મૂકીએ છીએ. કોઈ અવૈધ મૈથુન જીવન નહીં. અમે નથી કહેતા કે મૈથુન જીવન ના કરો. અવૈધ મૈથુન જીવન નહીં. તમે લગ્ન કરો, અને બાળકો માટે તમે મૈથુન જીવન જીવી શકો છો. બીજા કોઈ હેતુ માટે નહીં. તો, અવૈધ મૈથુન નહીં, નશો નહીં. અમારા વિદ્યાર્થીઓ, તેઓ ધૂમ્રપાન પણ નથી કરતાં, તે લોકો ચા અથવા કોફી પણ નથી લેતા. તો બીજી વસ્તુઓની તો વાત જ શું કરવી, તો તેઓ શુદ્ધ છે. જુગાર નહીં અને માંસાહાર નહીં. બસ તેટલું જ. જો તમે ફક્ત આ ચાર સિદ્ધાંતોનું પાલન કરશો, તો તમે તરત જ શુદ્ધ બની જશો. તરત જ. કોઈ બીજા પ્રયાસ વગર. તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે કે જેવા તમે જોડાવો છો તરત જ શુદ્ધિ. પણ ફરીથી દૂષિત ના થશો. તેથી આ પ્રતિબંધો છે. કારણકે આપણું દૂષણ આ ચાર પ્રકારની ખરાબ આદતોથી શરૂ થાય છે. પણ જો આપણે રોકીએ, તો દૂષણનો કોઈ પ્રશ્ન જ નથી. જેવુ હું કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરું છું હું મુક્ત બનું છું. હવે જો હું સાવચેતી રાખું કે આ ચાર વસ્તુઓને સ્વીકારું નહીં, તો હું મુક્ત છું. હું ચાલુ રાખું છું, શુદ્ધ. આ વિધિ છે. પણ જો તમે વિચારો કે કારણકે કૃષ્ણ ભાવનામૃત મને મુક્ત બનાવે છે, તો ચાલ હું આ ચાર વસ્તુઓમાં સંલગ્ન થાઉં અને હું જપ કર્યા પછી મુક્ત થઈ જઈશ, તો તે છેતરપિંડી છે. તેની અનુમતિ નથી. એક વાર માટે તમે મુક્ત છો, પણ ફરીથી તે ના કરો. પણ જો તમે વિચારો "હું તે કરીશ અને પોતાને મુક્ત બનાવીશ..."

જેમ કે અમુક ધાર્મિક પદ્ધતિમાં તે કહ્યું છે કે તમે બધા જ પ્રકારના પાપો કરો અને ચર્ચ જાઓ અને ફક્ત કબૂલ કરો, તમે મુક્ત છો. તો આ કરવું અને કબૂલવું, કરું અને કબૂલવું તે ચાલી રહ્યું છે. પણ અહી, ના. જો તમે મુક્ત છો, તે ઠીક છે. પણ ફરીથી તે ના કરો. તે કબૂલાતનો હેતુ છે. કબૂલાત, જો તમે કબૂલ કરો છો કે "મે આ પાપમય કાર્યો કર્યા છે," તો તમારે ફરીથી કેમ કરવું જોઈએ? જો તમે કબૂલ કરો કે તે પાપમય છે, ખિસ્સું કાપવું તે પાપમય છે, ઉદાહરણ લો. તો કબૂલ કરવાથી તમે મુક્ત છો, તો ફરીથી તમે તે કેમ કરશો? તેમાં થોડી બુદ્ધિની જરૂર છે. તેનો મતલબ એવો નથી કે કારણકે કબૂલ કરવાથી હું મુક્ત થયો છું, હું આ કરતો જ જઈશ અને ફરીથી કબૂલીશ અને મુક્ત બની જઈશ. ના. તે સારું નથી. જો તે સારું નથી, તમે કબૂલ કર્યું છે કે તે સારું નથી, તો તમારે તે ના કરવું જોઈએ. તે હેતુ છે. એવું નહીં કે તમે તે કરો અને કબૂલો, કરો અને કબૂલો, કરો અને કબૂલો. તે કાર્ય સારું નથી. તો આપણે સાવચેત રહેવું જોઈએ, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, કે આ ચાર સિદ્ધાંતો, જો તમે કરશો, અનિયંત્રિત રીતે, તો તમે દૂષિત બનશો. પણ જો તમે આ ચાર સિદ્ધાંતોનું પાલન કરવામાં સાવચેતી રાખશો... અમે નથી કહેતા કે તમે મૈથુન જીવન ના જીવો. તમે કરો. પણ આ હેતુ માટે, બીજા હેતુ માટે નહીં. તેવી જ રીતે તમે ખાઓ, પણ આ રીતે, તે રીતે નહીં.

તો સંરક્ષણ, કૃષ્ણ પણ અર્જુનને રક્ષણ કરવાનું કહે છે. તો સંરક્ષણ પર પ્રતિબંધ નથી, જો તે સાચા કારણ માટે હોય. તો આ રીતે, જો આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આવીએ, તરત જ આપણે બધા દૂષણોથી મુક્ત બનીએ છીએ. અને જો આપણે આ ચાર સિદ્ધાંતોની સાવચેતી રાખીએ, તો આપણું જીવન શુદ્ધ છે. અન જો આપણે આ શુદ્ધ જીવનને મૃત્યુના સમય સુધી ચાલુ રાખીએ, તમારું ભગવાનના સામ્રાજ્ય સુધી પહોંચવું સુનિશ્ચિત છે. આગળ વધો. આ ભગવદ ગીતામાં કહેલું છે - તમે પહેલા જ વાંચી ચૂક્યા છો: ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯). આ શરીરને છોડીને, તે વ્યક્તિ કે જે પૂર્ણરીતે કૃષ્ણ ભાવનામૃતમાં છે, તે ફરીથી આ ભૌતિક જગતમાં ભાગ લેવા માટે આવતો નથી. આ યોગી કે જે સારા પરિવારમાથી આવી રહ્યો છે, પુણ્યશાળી પરિવાર અથવા ધનવાન પ્રતિષ્ઠિત પરિવાર, તેઓ પાછા આવી રહ્યા છે. પણ જો તમે પૂર્ણપણે કૃષ્ણ ભાવનાભાવિત હોવ તમે ફરીથી પાછા નથી આવતા. તમે આધ્યાત્મિક આકાશમાં ગોલોક વૃંદાવનમાં નિવાસ કરો છો. તો આપણે પાછા આવવાનો પ્રયાસ ના કરવો જોઈએ. કારણકે જો હું પાછો આવું છું, ધારો કે મને બહુ જ સારી તક છે. મને એક બહુ સારા પરિવાર, ધનવાન પરિવારમાં જન્મ મળ્યો છે. પણ જો હું તેનો યોગ્ય રીતે ઉપયોગ ના કરી શકું, તો ફરીથી હું જાઉં છું, પોતાને બીજા પ્રકારના જીવનમાં બગાડું છું. તો મારે આ જોખમ કેમ લેવું જોઈએ? વધુ સારું છે કે આ જીવનમાં જ કૃષ્ણ ભાવનામૃત પૂરું કરવું. તે બહુ જ સરળ છે. તે બહુ મુશ્કેલ નથી. ફક્ત પોતાને કૃષ્ણના વિચારોમાં રાખો. બસ તેટલું જ. તે બહુ સરળ વસ્તુ છે. તો તમારો આગલો જન્મ આધ્યાત્મિક આકાશમાં થવો સુનિશ્ચિત છે - ભગવદ ધામમાં અથવા ગોલોક વૃંદાવનમાં. હા. (અંત)