GU/Prabhupada 0693 - જ્યારે આપણે સેવાની વાત કરીએ છીએ, કોઈ સ્વાર્થ હોતો નથી. સેવા પ્રેમ છે



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969

ભક્ત: "ભજતેનું મૂળ ક્રિયાપદ 'ભજ' માં છે જે વપરાય છે જ્યારે સેવાની જરૂર હોય છે. અંગ્રેજી શબ્દ "વર્શીપ" (પૂજા કરવી) 'ભજ' ના અર્થમાં વપરાઈ ના શકે. વર્શીપનો મતલબ પૂજા કરવી, અથવા સમ્માન આપવું અને કોઈ યોગ્ય વ્યક્તિને આદર આપવું. પણ પ્રેમ અને શ્રદ્ધાથી સેવા વિશેષ કરીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને માટે છે."

પ્રભુપાદ: હા. પૂજા કરવી અને સેવા આપવી, તે અલગ છે. પૂજા કરવી મતલબ કોઈ સ્વાર્થ હોય છે. હું કોઈ મિત્ર અથવા કોઈ મોટા માણસની પૂજા કરું છું. મારે કોઈ સ્વાર્થ છે, કે આ મોટો માણસ એક મોટો વેપારી છે, અને જો હું તેને પ્રસન્ન કરીશ તો તે મને કોઈ વેપાર આપશે, હું થોડો નફો મેળવીશ. તો દેવતાઓની પૂજા તેના જેવુ છે. તે લોકો કોઈ વિશેષ હેતુથી દેવતાઓની પૂજા કરે છે. તેની ભગવદ ગીતામાં નિંદા કરવામાં આવી છે, તમે તે આઠમાં (સાતમા) અધ્યાયમાં જોશો. કામૈસ તૈસ તૈર હ્રત જ્ઞાના: પ્રપદ્યન્તે અન્ય દેવતા: (ભ.ગી. ૭.૨૦). જેમણે તેમની બુદ્ધિ ખોઈ દીધી છે કામેચ્છાને કારણે, તે લોકો દેવતાઓની પૂજા કરે છે, એક સ્વાર્થ સાથે. તો જ્યારે આપણે પૂજાની વાત કરીએ છીએ, એક સ્વાર્થ હોય છે. પણ જ્યારે આપણે સેવાની વાત કરીએ છીએ, કોઈ સ્વાર્થ નથી. સેવા પ્રેમ છે. જેમ કે માતા બાળકની સેવા કરે છે. કોઈ સ્વાર્થ નથી. તે માત્ર પ્રેમ છે. દરેક વ્યક્તિ તે બાળકની અવગણના કરે છે, પણ માતા ના કરી શકે. કારણકે ત્યાં પ્રેમ છે. તેવી જ રીતે ભજ-ધાતુ, જ્યાં સેવાનો પ્રશ્ન છે, સ્વાર્થનો કોઈ પ્રશ્ન નથી. અને તે કૃષ્ણ ભાવનામૃતની સિદ્ધિ છે.

અને તેની શ્રીમદ ભાગવતમમાં ભલામણ કરવામાં આવી છે, પ્રથમ વર્ગનો ધાર્મિક સિદ્ધાંત. તે શું છે? સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૬). આ ભક્તિ છે, આ ભજ, તે જ મૂળ, તે ધાર્મિક સિદ્ધાંતની પદ્ધતિ પ્રથમ વર્ગની છે. તે શું છે? યતો ભક્તિર અધોક્ષજે. જેને કરીને વ્યક્તિ તેની ભગવદ ભાવના અથવા ભગવદ પ્રેમ વિકસિત કરી શકે. બસ તેટલું જ. જો તમે તમારો ભગવદ પ્રેમ વિકસિત કરી શકો, તમે કોઈ પણ ધાર્મિક સિદ્ધાંતનું પાલન કરો, તેનો ફરક નથી પડતો. પણ તમારે... કસોટી છે કે તમે તમારો ભગવદ પ્રેમ કેટલો વિકસિત કરી રહ્યા છો. પણ જો તમને કોઈ સ્વાર્થ હોય - કે આ ધાર્મિક સિદ્ધાંતનો અભ્યાસ કરીને, મારી ભૌતિક જરૂરિયાતો પૂરી થશે - તે પ્રથમ વર્ગનો ધર્મ નથી. તે ત્રીજા વર્ગનો ધર્મ છે. પ્રથમ વર્ગનો ધર્મ છે કે, જેનાથી તમે તમારો ભગવદ પ્રેમ વિકસિત કરી શકો. અહૈતુકી અપ્રતિહતા. કોઈ પણ સ્વાર્થ વગર અને કોઈ પણ વિધ્ન વગર. તે પ્રથમ વર્ગનો છે. તેની ભલામણ થઈ છે. આ યોગ પદ્ધતિ, કૃષ્ણ ભાવનામૃત, જો તમે ધાર્મિક બાજુથી પણ લો, આ પ્રથમ વર્ગનું છે. કારણકે કોઈ સ્વાર્થ નથી. તે લોકો કૃષ્ણની સેવા એટલા માટે નથી કરતાં કે તેઓ તેમને આ કે તે વસ્તુ પૂરી પાડે. ના. તે આ હોઈ શકે કે તે, તેનો ફરક નથી પડતો. તેઓ પ્રવૃત્ત છે - પણ આની અને તેની કોઈ અછત નથી. તેમને બધુ જ મળે છે. એવું ના વિચારો કે કૃષ્ણ ભાવનાભાવિત બનીને વ્યક્તિ ગરીબ બની જાય છે. ના. જો કૃષ્ણ છે, બધુ જ છે, કારણકે કૃષ્ણ જ સર્વસ્વ છે. તો... પણ આપણે કૃષ્ણ સાથે કોઈ વેપાર ના કરવો જોઈએ, "કૃષ્ણ મને આપો, મને તે આપો." કૃષ્ણ તમારા કરતાં વધુ જાણે છે. જેમ કે બાળક પિતા પાસે કોઈ માંગણી નથી કરતો, "મારા પ્રિય પિતા, મારી પ્રિય માતા, મને આ આપો અથવા મને તે આપો." પિતા જાણે છે કે બાળકની જરૂરિયાત શું છે. તો ભગવાન પાસે માંગવુ તે બહુ સારી વસ્તુ નથી, "મને આ આપો, મને તે આપો." હું શા માટે માંગીશ? જો ભગવાન સર્વ-શક્તિમાન છે, તેઓ મારી માંગો જાણે છે, તેઓ મારી જરૂરિયાતો જાણે છે - અને તેની પુષ્ટિ વેદોમાં થયેલી છે. એકો બહુનામ વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તે એક ભગવાન લાખો અને કરોડોની જરૂરિયાતો પૂરી પાડે છે, અસંખ્ય, કોઈ ગણતરી નથી, જીવોની.

તો આપણે ફક્ત ભગવાનને પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ વસ્તુની માંગ ના કરવી જોઈએ. માંગ પહેલેથી જ પૂરી કરેલી છે. બિલાડીઓ અને કુતરાઓ પણ તેમની જરૂરિયાતો મેળવી રહ્યા છે. તે લોકો ચર્ચ નથી જતાં કે ભગવાન પાસેથી કશું માંગતા નથી, પણ તેઓ મેળવી રહ્યા છે. તો કેમ એક ભક્તને નહીં મળે? જો ભગવાન પાસે કશું માંગ્યા વગર એક બિલાડી અથવા કુતરાને જીવનની બધી જ જરૂરિયાતો મળતી હોય, તો હું કેમ ભગવાન પાસે માંગુ, કે "મને આ આપો, મને તે આપો." ના. આપણે ફક્ત તેમને પ્રેમ કરવાનો પ્રયત્ન કરીશું. તે બધુ જ પરિપૂર્ણ કરશે. તેને યોગનું સર્વોચ્ચ સ્તર કહેવાય છે. આગળ વધો.

ભક્ત: "વ્યક્તિ એક આદરણીય માણસ અથવા દેવતાની પૂજા કરવાનું ટાળી શકે છે, અને તેને અવિનયી કહી શકાય છે, પણ જે ભગવાની સેવા કરવાનું ટાળે છે તે ખૂબ જ નિંદા પામ્યા વગર રહેતો નથી. દરેક જીવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો અંશ છે, અને તેના પોતાના બંધારણ પ્રમાણે તે પરમ ભગવાનની સેવા કરવા માટે બાધ્ય છે."

પ્રભુપાદ: હા. તે સ્વાભાવિક છે. જો હું ભગવાનનો અંશ છું તો મારુ કર્તવ્ય છે સેવા કરવી. આ ઉદાહરણ મે ઘણી વાર આપ્યું છે. જેમ કે આ આંગળી મારા શરીરનો ભાગ છે. તો આ આંગળીનું કર્તવ્ય શું છે? આંગળીનું કર્તવ્ય છે આખા શરીરની સેવા કરવી, બસ. જો મને થોડી ખંજવાળ આવે છે, તરત જ આંગળી કામ કરે છે. તમે જોયું? જો મારે જોવું છે, આંખો તરત જ કામ કરે છે. જો મારે જવું છે, પગ તરત જ મને લઈ જાય છે. તો જેમ આ શારીરિક ભાગો મને મદદ કરી રહ્યા છે, અને હું ખાઉ છું, અને પેટ, હું ફક્ત ખાઈ રહ્યો છું. તેવી જ રીતે ભગવાન માત્ર બધા ભાગોની સેવા સ્વીકાર કરવા માટે જ છે. સેવા આપવા માટે નહીં. સેવા, જો શરીરનો ભાગ આખા શરીરની સેવા કરે, શક્તિ આપમેળે શરીરના અંગોમાં આવી જાય છે. તેવી જ રીતે જો આપણે કૃષ્ણની સેવા કરીએ, આપણને આપણી બધી જ જરૂરિયાતો, શક્તિ, આપમેળે મળી જાય છે. યથા તરોર મૂલ નિષેચનેન (શ્રી.ભા. ૪.૩૧.૧૪). ઉદાહરણ, જેમ કે વૃક્ષના મૂળમાં પાણી રેડવું, તરત જ પાંદડાઓ, ડાળખીઓ, શાખાઓ, બધે જ શક્તિ પૂરી પાડવામાં આવે છે - તરત જ. તેવી જ રીતે, ફક્ત કૃષ્ણ અથવા ભગવાનની સેવા કરવાથી, તમે બધા જ ભાગોને પૂરું પાડો છો, તમે બધા જ ભાગોની સેવા કરો છો. અલગ અલગ સેવા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. (અસ્પષ્ટ), બધુ જ આપમેળે આવે છે. બધુ જ ....

માત્ર મનુષ્યો માટે જ સહાનુભૂતિ નહીં, પણ પ્રાણીઓ માટે પણ સહાનુભૂતિ આવે છે. ભગવદ ભાવનામૃત, કૃષ્ણ ભાવનામૃત એટલું સરસ છે. ભગવદ ભાવનામૃત વગર, કૃષ્ણ ભાવનામૃત વગર, બીજા જીવો પ્રત્યે સહાનુભૂતિ ખૂબ જ સીમિત છે. પણ ભગવદ ભાવનામૃત સાથે, કૃષ્ણ ભાવનામૃત સાથે, બીજા જીવો માટે સહાનુભૂતિ પૂર્ણ છે. તે પદ્ધતિ છે. આગળ વધો.