GU/Prabhupada 0696 - ભક્તિયોગ નિષ્કલંક ભક્તિ છે

From Vanipedia
Jump to: navigation, search

ભક્તિયોગ નિષ્કલંક ભક્તિ છે
- Prabhupāda 0696


Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969

ભક્ત: "વાસ્તવમાં, ભક્તિયોગ અંતિમ લક્ષ્ય છે, સૂક્ષ્મ રીતે ભક્તયોગનું વિશ્લેષણ કરો, વ્યક્તિએ આ બીજા ગૌણ યોગ સમજવા પડે. યોગી કે જે વિકાસ કરી રહ્યો છે તે તેથી શાશ્વત શુભતાના સાચા માર્ગ પર છે. જે વ્યક્તિ એક ચોક્કસ બિંદુ પર વળગી રહે છે અને ત્યાથી વધુ પ્રગતિ નથી કરતો તો તે ચોક્કસ નામથી જણાય છે."

પ્રભુપાદ: હા. હવે, જો કોઈ જ્ઞાનયોગનો અભ્યાસ કરી રહ્યો છે, જો તે વિચારે કે આ સમાપ્ત થઈ ગયું છે, તે ખોટું છે. તમારે વધુ વિકાસ કરવો પડે. જેમ કે અમે ઘણી વાર તે ઉદાહરણ આપેલું છે, એક દાદરો છે. તમારે સૌથી ઉપરાના માળે જવાનું છે, જે છે, કહો કે સો માળનું. તો કોઈ વ્યક્તિ પાંચમા માળે છે, કોઈ વ્યક્તિ ત્રીસમાં માળે છે, કોઈ વ્યક્તિ એસીમાં માળે છે. તો જો તે ચોક્કસ, એસીમાં, પચાસમાં, અથવા એસીમાં માળે આવીને વ્યક્તિ વિચારે કે, "આ સમાપ્ત થઈ ગયું છે," તો તે પછી વિકાસ નથી કરતો. વ્યક્તિએ અંત સુધી જવું પડે. તે યોગનું સર્વોચ્ચ સ્તર છે. આખા દાદરાને યોગ પદ્ધતિ કહી શકાય છે, જોડતી કડી. પણ પોતાને પચાસમાં માળે અથવા એસીમાં માળે રાખીને સંતુષ્ટ ના રહો. સર્વોચ્ચ સ્તર પર જાઓ, સોમાં માળે અથવા એકસો પચાસમાં માળે. તે ભક્તિયોગ છે. આગળ વધો.

ભક્ત: "પણ જો વ્યક્તિ ભક્તિયોગના બિંદુ સુધી આવવા માટે પૂરતો ભાગ્યશાળી બને છે, તે સમજવું જોઈએ કે તે બધા વિભિન્ન યોગથી પરે છે."

પ્રભુપાદ: હવે, જો કોઈ વ્યક્તિ પગથિયાં ચડવાને બદલે, તેને લિફ્ટનો અવસર આપવામાં આવે, એક સેકંડમાં તે ઉપર પહોંચી જાય છે. તો જો કોઈ વ્યક્તિ કહે છે, "હું કેમ આ લિફ્ટનો લાભ લઉં? હું પગથિયે પગથિયે જઈશ," તે જઈ શકે છે. પણ અવસર છે. જો તમે આ ભક્તિયોગ ગ્રહણ કરશો, તરત જ તમે લિફ્ટની મદદ લો છો અને એક સેકંડમાં તમે સોમાં માળે છો. આ વિધિ છે. સીધી વિધિ. તમે પગથિયે પગથિયે જઈ શકો છો, બીજી યોગ પદ્ધતિઓનું પાલન કરીને. પણ તમે સીધા પણ જઈ શકો છો. ભગવાન ચૈતન્યે આ યુગમાં તેની ભલામણ કરેલી છે, લોકો બહુ જ ટૂંકું જીવન જીવે છે, તેઓ વિચલિત છે, તેઓ ચિંતાથી ભરેલા છે. તેથી તેમની કૃપાથી, તેમની અકારણ કૃપાથી, તેઓ તરત જ તમને લિફ્ટ આપી રહ્યા છે - હરે કૃષ્ણનો જપ કરીને ભક્તિયોગ પર આવો. તરત જ. તમારે રાહ જોવાની જરૂર નથી. તરત જ ગ્રહણ કરો. તે ભગવાન ચૈતન્યની વિશેષ ભેટ છે. તેથી રૂપ ગોસ્વામી કહે છે, ભગવાન ચૈતન્યને પ્રાર્થના કરે છે: નમો મહા વદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાય તે (ચૈ.ચ. મધ્ય ૧૯.૫૩). "ઓહ તમે સૌથી વધુ ઉદાર અવતાર છો કારણકે તમે સીધો જ કૃષ્ણપ્રેમ આપી રહ્યા છો. કૃષ્ણપ્રેમ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ યોગ પદ્ધતિના સ્તરોના ઘણા બધા પગથિયાં પસાર કરવા પડે, અને તમે સીધો જ આપી રહ્યા છો. તેથી તમે સૌથી વધુ ઉદાર છો." તો વાસ્તવમાં તે સ્થિતિ છે. આગળ વધો.

ભક્ત: "તેથી, કૃષ્ણ ભાવનાભાવિત બનવું યોગનું સર્વોચ્ચ સ્તર છે, જેમ કે જ્યારે આપણે હિમાલય વિશે વાત કરીએ છીએ, આપણે સૌથી ઊંચા, દુનિયાના સૌથી ઊંચા પર્વતો, જેમાથી સૌથી ઊંચું શિખર, માઉન્ટ એવરેસ્ટ, જે પરાકાષ્ઠા ગણાય છે. બહુ જ મહાન સદભાગ્યથી વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં આવે છે, ભક્તિયોગના માર્ગ પર, અને વેદિક નિર્દેશો પ્રમાણે બરાબર સ્થિત થાય છે. આદર્શ યોગી તેનું ધ્યાન કૃષ્ણ પર કેન્દ્રિત કરે છે, જે શ્યામસુંદર કહેવાય છે, એક વાદળની જેમ સુંદર રીતે રંગિત, તેમનું કમળ-મુખ સૂર્યની જેમ પ્રકાશિત છે અને કાનના ઘરેણાં સાથે તેમનો વેશ તેજસ્વી છે, અને તેમનું શરીર ફૂલ-માળાથી સુશોભિત છે. તેમનું તેજ બધી જ દિશાઓમાં ચમકી રહ્યું છે, જેને બ્રહ્મજ્યોતિ કહેવાય છે. તેઓ વિભિન્ન રૂપોમાં અવતરિત થાય છે, જેમ કે રામ, નૃસિંહ, વરાહ અને કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અને તેઓ એક મનુષ્યની જેમ અવતરિત થાય છે, માતા યશોદાના પુત્ર તરીકે અને કૃષ્ણ, ગોવિંદ, અને વાસુદેવ તરીકે જાણીતા છે. તેઓ પૂર્ણ બાળક, પતિ, મિત્ર, સ્વામી છે; અને તેઓ બધા જ ઐશ્વર્યો અને દિવ્ય ગુણોથી પૂર્ણ છે. જો વ્યક્તિ ભગવાનના આ રૂપોથી પૂર્ણ રીતે સચેત રહે છે, તેને સર્વોચ્ચ યોગી કહેવાય છે. યોગની સર્વોચ્ચ સિદ્ધિનું આ સ્તર ભક્તિયોગ દ્વારા પ્રાપ્ત થાય છે, જેની પુષ્ટિ બધા જ વેદિક ગ્રંથોમાં થયેલી છે."

પ્રભુપાદ: તે ભક્તિ, ભગવદ ગીતામાં તમે જોશો, કે ભક્ત્યા મામ અભિજાનાતી યાવાન યશ ચાસ્મિ તત્ત્વત: (ભ.ગી. ૧૮.૫૫). શરૂઆતમાં કૃષ્ણ કહે છે કે લાખો લોકોમાથી, એક મને વાસ્તવમાં સમજી શકે છે. અને તે જ શબ્દનો હકીકતમાં અઢારમાં અધ્યાયમાં ઉપયોગ થયેલો છે, કે "જો વ્યક્તિએ મને જાણવો હોય," કૃષ્ણ અથવા ભગવાન, "તો તેને ભક્તિયોગની વિધિ માર્ગે જ જવું પડે." ભક્ત્યા મામ અભિજાનાતી યાવાન યશ ચાસ્મિ તત્ત્વત: (ભ.ગી. ૧૮.૫૫). તે સ્પષ્ટપણે કહ્યું છે. વેદોમાં તે કહ્યું છે: ફક્ત ભક્તિ દ્વારા, ભક્તિમય સેવા દ્વારા, તમે સર્વોચ્ચ સિદ્ધનું સ્તર પ્રાપ્ત કરી શકો છો. બીજી યોગ પદ્ધતિઓ ભક્તિનું મિશ્રણ જ હોવી જોઈએ. પણ ભક્તિયોગ નિષ્કલંક ભક્તિ છે. તેથી આ યુગ માટે આ ભક્તિયોગની પ્રત્યક્ષ વિધિની ભલામણ કરવામાં આવી છે, કારણકે લોકો પાસે પૂરતો સમય નથી બધી જ સાધનસામગ્રીનું પાલન કરવાની, બીજી કોઈ યોગ પદ્ધતિ. આપનો ખૂબ ખૂબ આભાર. (તોડ)