GU/Prabhupada 0707 - જે લોકો ઉત્સાહી નથી, આળસુ, તેઓ આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ ના કરી શકે



Lecture on SB 3.26.30 -- Bombay, January 7, 1975

આધ્યાત્મિક જગત છે. કૃષ્ણ કહે કે ભગવદ ગીતામાં કે પરસ તસ્માત તુ ભાવ: અન્ય: (ભ.ગી. ૮.૨૦) "બીજો ભાવ, પ્રકૃતિ છે." તે પ્રકૃતિ શું છે? સર્વેશુ નાશ્યત્સુ ન વિનશ્યતિ: "જ્યારે ભૌતિક જગત, આ ભૌતિક અભિવ્યક્તિ, દ્રશ્ય જગત, સમાપ્ત થશે, તે રહેશે. તે સમાપ્ત નહીં થાય." ઘણા ઉદાહરણો છે. જેમ કે રણમાં મૃગજળ. ક્યારેક તમે જુઓ છો કે રણમાં ઘણું જ પાણી છે. પશુ જળ પાછળ દોડે છે, તરસ્યું હોવાના કારણે, પણ કોઈ પાણી છે જ નહીં. તેથી પશુ મરી જાય છે. પણ મનુષ્યે પશુ જેવુ ના બનવું જોઈએ. તેમણે તેમનું ધોરણ ઊંચું લેવું જોઈએ. તેમની પાસે વિશેષ ચેતના છે. તેઓ તેમનું ધોરણ ભગવાને આપેલા આ વેદિક સાહિત્યો સમજીને ઊંચું લાવી શકે છે. વ્યાસદેવ કૃષ્ણના અવતાર છે, તો તેમણે આ વેદિક સાહિત્ય આપ્યું છે. તેથી તેમનું નામ છે વેદવ્યાસ, ભગવાનના અવતાર, વેદવ્યાસ. મહા મુનિ કૃતે કીમ વા પરૈ: તર્ક કરવાની કોઈ જરૂર નથી. ફક્ત વ્યાસદેવનું ગુરુ પરંપરામાં અનુસરણ કરો. વ્યાસદેવના શિષ્ય છે નારદ મુનિ. નારદ મુનિના શિષ્ય છે વ્યાસદેવ. તો આ પરંપરા પદ્ધતિ છે, જો આપણે જ્ઞાન મેળવીએ છીએ, તો તે પૂર્ણ જ્ઞાન છે. તો આપણે તે સ્વીકારવું પડે. નિશ્ચયાત્મિકા.

તેથી રૂપ ગોસ્વામી કહે છે ક્તે આધ્યાત્મિક જીવનનો વિકાસ થઈ શકે, પ્રથમ સિદ્ધાંત છે ઉત્સાહ. ઉત્સાહાત. ઉત્સાહ મતલબ ઉત્સાહ. "હા, કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). હું તે સ્વીકારીશ અને ઉત્સાહથી સિદ્ધાંત પર કામ કરીશ, જેમ કૃષ્ણ કહે છે." કૃષ્ણ કહે છે, મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫), અને આપણે તે કરવું જ પડે, ઉત્સાહથી પાલન કરવું પડે: "હા, હું હમેશા કૃષ્ણ વિશે વિચારીશ." મન્મના: કૃષ્ણ પ્રત્યક્ષ કહે છે. મન્મના ભવ મદ ભક્ત:, "તું બસ મારો ભકત બન." તો આપણે ઉત્સાહી બનવું પડે, "હા, હું કૃષ્ણનો ભક્ત બનીશ." મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી. કૃષ્ણ કહે છે, "મારી પૂજા કર," તો આપણે કૃષ્ણની પૂજા કરવા માટે ખૂબ જ ઉત્સાહી બનવું જોઈએ, મંગલા આરતી કરવી, સવારે વહેલું ઊઠવું. આ બધુ ઉત્સાહ છે, ઉત્સાહ. જે લોકો ઉત્સાહી નથી, આળસુ, તે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ ના કરી શકે. ફક્ત ઊંઘવું, તેઓ કરી ના શકે. વ્યક્તિ ખૂબ જ, ખૂબ જ ઉત્સાહી, સકારાત્મક હોવો જોઈએ. ઉત્સાહાદ ધૈર્યાત. ધૈર્ય મતલબ ધીરજ, એવું નહીં કે "કારણકે મારે મોટા ઉત્સાહથી ભક્તિમય સેવા શરૂ કરી દીધી છે..." તો તમે પહેલેથી પૂર્ણતાના સ્તર પર આવી ગયા છો, પણ જો તમે અધીરા બનશો કે "હું કે સિદ્ધ નથી બની રહ્યો? ક્યારેક શા માટે માયા મને લાત મારી રહી છે?" હા. તે આદત છે. તે ચાલતું રહેશે. તે બંધ થશે. નિશ્ચયાત. ધૈર્યાત, નિશ્ચયાત, કે "જ્યારે કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬), હવે મે બધુ જ છોડી દીધું છે. મારે બીજું કોઈ કાર્ય નથી. ફક્ત કૃષ્ણની સેવા કરવી. તો જ્યારે મે તે ગ્રહણ કર્યું છે, તો નિશ્ચય, કૃષ્ણ ચોક્કસ મને સુરક્ષા આપશે." તેને નિશ્ચય કહેવાય છે. હતાશ ના બનશો. કૃષ્ણ મિથ્યા વક્તા નથી. તેઓ કહે છે, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિશ્યામિ.