GU/Prabhupada 0709 - ભગવાનની વ્યાખ્યા



Lecture on BG 7.1 -- Bombay, January 13, 1973

ભગવાન. ભગવાનની વ્યાખ્યા છે. એવું નથી કે કોઈ પણ ધૂર્ત પોતાની ભગવાન તરીકે જાહેરાત કરે છે અને તે ભગવાન બની જાય છે. ના. પરાશર મુનિ, વ્યાસદેવના પિતા, એ આપણને આપ્યું છે ભગવાનનો અર્થ શું થાય. ભગ મતલબ ઐશ્વર્ય, અને વાન મતલબ જે ઐશ્વર્ય ધરાવે છે. જેમ કે આપણને વ્યાવહારિક અનુભવ છે. કોઈ પણ વ્યક્તિ બહુ જ ધનવાન છે, તે આકર્ષે છે. તે આકર્ષક બને છે. ઘણા માણસો તેમની પાસે કોઈ ભલામણ માટે જાય છે. જે વ્યક્તિ બહુ જ પ્રભાવશાળી છે, તે બહુ જ આકર્ષક બને છે. જે વ્યક્તિ બહુ જ પ્રખ્યાત છે, તે આકર્ષક બને છે. જ્યારે વ્યક્તિ બહુ જ વિદ્વાન હોય છે, ડાહ્યો, તે આકર્ષક બને છે. જે વ્યક્તિ બહુ જ ડાયો છે, તે આકર્ષક બને છે. અને જે વ્યક્તિ જીવનના સન્યાસ આશ્રમમાં છે... જીવનનો સન્યાસ આશ્રમ મતલબ વ્યક્તિ બધુ જ ધરાવે છે પણ છોડી દે છે, તેને તેના વ્યક્તિગત લાભ માટે ઉપયોગ નથી કરતો. જેમ કે એક વ્યક્તિ જે બહુ જ દાનવીર છે, તે બધુ જ જનતાને આપી દે છે. તે પણ આકર્ષક છે.

તો આ છ પ્રકારના આકર્ષણો છે. તો ભગવાન મતલબ જે વ્યક્તિ આ બધા જ આકર્ષક રૂપો પૂર્ણ રીતે ધરાવતા હોય, તે ભગવાન છે. કોઈ પણ શેરી પર રખડતો ધૂર્ત નહીં જે ભગવાન બની જાય છે. ના. તે ગેરમાર્ગે દોરે છે. આપણે જાણતા નથી કે ભગવાન શબ્દનો મતલબ શું છે; તેથી આપણે કોઈ પણ ધૂર્તને ભગવાન તરીકે સ્વીકારીએ છીએ. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય (વિષ્ણુ પુરાણ ૬.૫.૪૭). ધન. બોમ્બે શહેરમાં ઘણા બધા ધનવાન માણસો છે, પણ કોઈ પણ દાવો ના કરી શકે કે "હું બધી જ સંપત્તિનો માલિક છું. બધી જ બેન્કનું ધન અથવા જેટલું પણ ધન બોમ્બેમાં છે, તે મારુ છે." કોઈ પણ ના કહી શકે. પણ કૃષ્ણ કહી શકે છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય. સમગ્ર ધન, કોઈ થોડોક ભાગ નહીં. સમગ્ર. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય. શક્તિ, પ્રભાવ. વીર્યસ્ય. યશસ:, પ્રતિષ્ઠા, મોભો. જેમ કે કૃષ્ણએ આ ભગવદ ગીતા પાંચ હજાર વર્ષો પહેલા કહી હતી, પણ છતાં આખી દુનિયામાં પૂજાય છે. ફક્ત ભારતમાં જ નહીં, પણ આખી દુનિયામાં. ભગવદ ગીતા કોઈ પણ દેશમાં જાણીતી છે, કોઈ પણ ધર્મ કે શ્રદ્ધાના સંદર્ભ વગર. દરેક વ્યક્તિ, કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ, કોઈ પણ વિદ્વાન, કોઈ પણ તત્વજ્ઞાની ભગવદ ગીતા વાંચે છે. તેનો મતલબ કૃષ્ણ એટલા પ્રખ્યાત છે. દરેક વ્યક્તિ જાણે છે.

તો ઐશ્વર્યસ્ય. અને જ્યારે તેઓ હાજર હતા, તેમણે તેમનું ધન-ઐશ્વર્ય બતાવ્યુ. નારદ મુનિને જોવું હતું કે કેવી રીતે કૃષ્ણ તેમની સોળ હજાર પત્નીઓ સાથે વહીવટ કરે છે, ૧૬,૧૦૮ પત્નીઓ. તો જ્યારે નારદ મુનિ આવ્યા, તેઓ દરેકે દરેક રાજમહેલમાં પ્રવેશ્યા. ૧૬,૧૦૮ મહેલો હતા, બધા આરસપહાણના મહેલો, રત્નોથી જડિત. રાત્રે કોઈ વીજળી અથવા પ્રકાશની આવશ્યકતા ન હતી, બધા જ મહેલો રત્નોથી જડિત હતા. અને રાચરચીલું હાથીદાંત અને સોનાનું હતું. વૈભવ. બગીચાઓ પારિજાત વૃક્ષોથી ભરેલા હતા. અને, ફક્ત તેવું જ નહીં, નારદ મુનિએ જોયું કે કૃષ્ણ હાજર હતા દરેકે દરેક પત્નીઓ સાથે, અને તેઓ વિભિન્ન પ્રકારનું કાર્ય પણ કરતાં હતા. ક્યાક તેઓ તેમની પત્ની, બાળકો સાથે બેઠેલા હતા. ક્યાક તેમના બાળકોનો લગ્ન સમારોહ ચાલતો હતો. કોઈ... ઘણા બધા. કોઈ એક પ્રકારની પ્રવૃત્તિ નહીં. તો આને વૈભવ કહેવાય છે, ધન-ઐશ્વર્ય. એવું નથી કે સોનાના થોડા તોલા રાખીને, વ્યક્તિ ભગવાન બની જાય છે. ના. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯), સુહ્રદમ... કૃષ્ણ ઘોષણા કરે છે કે "હું પરમ ભોક્તા છું." ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ. "હું ગ્રહોનો સ્વામી છું." તે ધન-ઐશ્વર્ય છે. શક્તિ, જ્યાં સુધી શક્તિનો સવાલ છે, કૃષ્ણ, જ્યારે તેઓ ત્રણ મહિનાના બાળક હતા, તેમની માતાના ખોળામાં, તેમણે ઘણા બધા રાક્ષસોને માર્યા.