GU/Prabhupada 0768 - મુક્તિ મતલબ હવે કોઈ ભૌતિક શરીર નહીં. તેને મુક્તિ કહેવાય છે
Lecture on BG 8.1 -- Geneva, June 7, 1974
પ્રભુપાદ: આ કૃષ્ણ ભાવનામૃતનું ચરમ બિંદુ છે, તે અંત કાલે, મૃત્યુના સમયે... જીવનના અંતમાં, અંત કાલે ચ મામ, "મને," અંત કાલે ચ મામ એવ (ભ.ગી. ૮.૫), "ચોક્કસ," સ્મરણ, "યાદ કરવું." અર્ચવિગ્રહની પૂજા ખાસ કરીને આ ઉદેશ્ય માટે છે, જેથી તમે રાધા અને કૃષ્ણના વિગ્રહની પૂજા કરતાં જાઓ, સ્વાભાવિક રીતે તમે તમારા હ્રદયમાં હમેશા રાધા-કૃષ્ણ વિશે વિચારવા અભ્યસ્ત થઈ જશો. આ અભ્યાસની જરૂર છે. અંત કાલે ચ મામ એવ સ્મરણ મુક્ત્વા (ભ.ગી. ૮.૫). આ મુક્તિ છે. મુક્તિ મતલબ વધુ કોઈ ભૌતિક શરીર નહીં. તેને મુક્તિ કહેવાય છે. અત્યારે આપણે આ ભૌતિક શરીરમાં બદ્ધ છીએ. ભૌતિક જગતમાં, આપણે એક પછી એક શરીર બદલીએ છીએ, પણ કોઈ મુક્તિ નથી. કોઈ મુક્તિ નથી. મુક્તિ છે... ફક્ત શરીર બદલવાથી, આપણે મુક્ત નથી. મુક્ત મતલબ આપણે આ શરીર બદલીએ કોઈ બીજું ભૌતિક શરીર મેળવવા નહીં, પણ આપણે આપણા આધ્યાત્મિક શરીરમાં રહીએ. જેમકે જો તમે રોગી છો, તમે તાવથી પીડાઓ છો, તો જ્યારે હવે કોઈ તાવ નથી, તમે જ્યારે તમારા મૂળ સ્વસ્થ શરીરમાં રહો છો, તેને મુક્તિ કહેવાય છે. એવું નથી કે મુક્તિ મતલબ નિરાકાર બનવું. ના. તે જ ઉદાહરણ: તમે તાવથી પીડાઓ છો. તાવથી મુક્ત બનવું તેનો મતલબ એવો નથી કે તમે નિરાકાર બની જાઓ. હું નિરાકાર શા માટે બનું? મારો આકાર છે, પણ મારો આકાર હવે તાવથી વિચલિત નથી થતો. તેને મુક્તિ કહેવાય છે. રોગમુક્ત. તેને મુક્ત્વા કલેવરમ કહેવાય છે. જેમ કે સાપ. તે લોકો ક્યારેક શરીરનું બહારનું આવરણ છોડી દે છે. તમે જોયું છે.
ભક્તો: હા, હા.
પ્રભુપાદ: પણ તે શરીરમાં રહે છે. તે શરીરમાં રહે છે. પણ બહારનું આવરણ જે, જે તેણે વિકસાવ્યું છે, તે પણ જતું રહે છે તેના છોડયા પછી. દરેક વસ્તુ, દરેક શિક્ષા, છે પ્રકૃતિના અભ્યાસમાં. આપણે જોઈ શકીએ છીએ, કે સાપ આવરણ છોડી દે છે, પણ તે તેના આકારમાં રહે છે. તેવી જ રીતે, આપણે... મુક્ત્વા કલેવરમ મતલબ આ વધારાનું... જેમ કે આ વસ્ત્ર, આ આવરણ છે. હું તે છોડી શકું છું, પણ હું મારા મૂળ શરીરમાં રહું છું. તેવી જ રીતે, મુક્તિ મતલબ... મારે મારૂ મૂળ શરીર પહેલેથી જ છે. તે આ ભૌતિક આવરણથી ઢંકાયેલું છે. તો જ્યારે કોઈ બધુ ભૌતિક આવરણ નથી, તેને મુક્તિ કહેવાય છે. તે પ્રાપ્ત થઈ શકે જ્યારે તમે કૃષ્ણ પાસે જાઓ, ભગવદ ધામ. તે સમયે, તમે નિરાકાર નથી બની જતાં. આકાર રહે છે. જેમ મારે વ્યક્તિગત આકાર છે, તેવી જ રીતે, જ્યારે હું કૃષ્ણ પાસે જાઉં છું, કૃષ્ણને પણ તેમનું વ્યક્તિગત રૂપ છે, મને પણ મારુ વ્યક્તિગત રૂપ છે... નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તેઓ બધા જીવોમાં મુખ્ય છે. તો તેને મુક્તિ કહેવાય છે.
તો તે મુક્તિ તમને મળી શકે જો તમે તમારા મૃત્યુના સમયે કૃષ્ણને યાદ કરી શકો. તો આ શક્ય છે. જો આપણે હમેશા કૃષ્ણ વિશે વિચારવા અભ્યસ્ત હોઈશું, સ્વાભાવિક રીતે, મૃત્યુ સમયે, આ શરીરના અંત સમયે, જો આપણે તેટલા ભાગ્યશાળી હોઈશું કૃષ્ણ વિશે વિચારવા માટે, તેમનું રૂપ, તો આપણે ભૌતિક રીતે મુક્ત થઈએ છીએ, વધુ આ ભૌતિક શરીર નહીં. આ કૃષ્ણ ભાવનામૃત છે. અભ્યાસ.