GU/Prabhupada 0771 - ભક્ત ભૌતિક અને દિવ્ય આનંદમાં સમાન રીતે રુચિ ના લઈ શકે
Lecture on SB 1.5.12-13 -- New Vrindaban, June 11, 1969
હવે વ્યાસદેવ વિભિન્ન પ્રકારના સાહિત્યોની ચર્ચા કરી રહ્યા છે. તો તેમણે સમજાવ્યું છે કે કોઈ પણ સાહિત્ય - ગમે તેટલું સરસ રીતે તે બનાવેલું હોય, કે કાવ્યાત્મક રીતે, વ્યાકરણની રીતે, કે અલંકારથી પૂર્ણ - પણ જો તેમાં પરમ સત્યની કોઈ માહિતી નથી, આવું સાહિત્ય બેકાર છે, અને કોઈ સાધુ વ્યક્તિ આવા સાહિત્યમાં રુચિ નહીં લે. તે તેને છોડી દેશે. જેમ કે હંસો, તેઓ તે સ્થળમાં આનંદ નથી લેતા જ્યારે કાગડાઓ આનંદ લે છે. જેમ કાગડાઓ અને હંસોની વચ્ચે ભેદ હોય છે, પક્ષીઓના રાજ્યમાં પણ, અથવા પશુઓના રાજ્યમાં... તમે હમેશા જોશો. વિભિન્ન પ્રકારના પક્ષીઓ અને પશુઓ, તેઓ સાથે રહે છે. તેવી જ રીતે, જે લોકો સજ્જન વ્યક્તિઓ છે, જે લોકો કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિઓ છે, તેમનો સ્વાદ કાગડાઓ જેવા વ્યક્તિઓ કરતાં અલગ હોય છે. કાગડાઓને રુચિ હોય છે... ચર્વિત ચર્વણાનામ (શ્રી.ભા. ૭.૫.૩૦). પ્રહલાદ મહારાજ કહે છે, "ચાવેલાને ફરીથી ચાવવું." જે પહેલેથી જ ચવાઈ ગયું છે, અને જો કોઈ વ્યક્તિ તેનો પ્રયત્ન કરે, "મને જોવા દે. તેમાં શું સ્વાદ છે?" તે નિરર્થક પરિશ્રમ છે.
તો આ ભૌતિક જગત ચાવેલાને ફરીથી ચાવવાની પદ્ધતિ પર ચાલી રહ્યું છે. જેમ કે એક વ્યક્તિ, તેણે ઘણો સારો વેપાર કર્યો છે, પુષ્કળ ધન એકત્ર કર્યું છે, અને તેણે ઇન્દ્રિય તૃપ્તિ કરી છે. પણ તે સંતુષ્ટ નથી. પણ છતાં, તે તેના પુત્રો અને પૌત્રોને તે જ કાર્યમાં નાખશે. તેણે અનુભવ્યું છે કે "આ રીતે, જીવન બહુ સુખદાયી નથી. મે પોતાને સંતુષ્ટ નથી કરી, પણ છતાં, શા માટે હું મારા પુત્રોને અને પૌત્રોને તે જ કાર્યમાં પ્રવૃત્ત કરી રહ્યો છું, ચાવેલાને ફરીથી ચાવવામાં?" પણ કારણકે તેમની પાસે કોઈ વધુ સારી માહિતી નથી... ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ દુરાશયા યે બહિર અર્થ માનીન: (શ્રી.ભા. ૭.૫.૩૧). પ્રહલાદ મહારાજ તેમના નાસ્તિક પિતાને સલાહ આપે છે. તેઓ કહે છે... જ્યારે તેમના પિતાએ પૂછ્યું, "મારા પ્રિય પુત્ર, ક્યાથી તને આ બધા ખ્યાલો મળ્યા?" તેઓ પૂર્ણ ભક્ત હતા, અને તેમનો પિતા પૂર્ણ નાસ્તિક હતો. તેમણે કહ્યું, "આ સ્તર છે, એક શુદ્ધ ભક્તની કૃપા વગર નથી મેળવી શકાતું."
નૈશામ મતીસ તાવદ ઉરુક્રમાંઘ્રિમ (શ્રી.ભા. ૭.૫.૩૨). ઉરુક્રમાંઘ્રિમ, અંઘ્રી. અંઘ્રી મતલબ ચરણ કમળ. કોઈ વ્યક્તિને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળમાં રુચિ ના ઉત્પન્ન થઈ શકે... કારણકે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળમાં રુચિ ઉત્પન્ન થવી મતલબ મુક્ત થવું. અનર્થ અપગમ: યદ અર્થ: (શ્રી.ભા. ૭.૫.૩૨). અનર્થ. અનર્થ મતલબ બિનજરૂરી. આપણે જીવનની બિનજરૂરી જરૂરિયાતો ઉત્પન્ન કરીએ છીએ અને ફસાઈએ છીએ. આ ભૌતિક જીવન છે. પણ જો વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત બને, કૃષ્ણમાં રુચિ, તો તેને ઘૃણા થાય છે: "આનો શું લાભ છે?" જેમ કે આપણા બ્રહ્મચારીઓ, આપણા ભક્તો, તેઓ જમીન પર સૂઈ શકે છે. તેમને એક સરસ ગાદલાં કે ઓશિકાની જરૂર નથી. કારણકે જીવન એવી રીતે ઢળેલું છે, તેઓ વિચારે છે, "ઠીક છે, મારે થોડો આરામ કરવો છે. તો આ રીતે અને તે રીતે, શું કરવા મારે તેની ચિંતા કરવી?" હા. તે કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિની નિશાની છે. કૃષ્ણ ભાવનામૃત મતલબ ભક્તિ: પરેશાનુભવો વિરક્તિર અન્યત્ર સ્યાત (શ્રી.ભા. ૧૧.૨.૪૨). જેમને કૃષ્ણ ભાવનામૃતનો કોઈ સ્વાદ નથી, તે લોકો સુખી બનવાનો પ્રયાસ કરી રહ્યા છે બિનજરૂરી રીતે ભૌતિક માંગો વધારીને, કારણકે તેમની પાસે કોઈ માહિતી નથી. પણ જેવુ વ્યક્તિ કૃષ્ણની ભક્તિમય સેવામાં સંલગ્ન થઈ જાય છે, પરેશાનુભૂતિ, તે દિવ્ય આનંદનો અનુભવ કરે છે, અને, પરિણામસ્વરૂપ, આ અર્થહીન આનંદ તુચ્છ બની જાય છે.
તે કસોટી છે. એક ભક્ત, ભૌતિક આનંદ અને દિવ્ય આનંદ બંનેમાં સમાન રીતે રુચિ ના લઈ શકે. ના. વિરક્તિ. ભગવદ ગીતા પણ કહે છે કે પરમ દ્રષ્ટવા નિવર્તતે (ભ.ગી. ૨.૫૯). જેમ કે એક ચિકિત્સાલયમાં એક રોગી વ્યક્તિને એક ચોક્કસ પ્રકારનું ભોજન ખાવા માટે બળ આપવામાં આવે છે. તેને કોઈ ઈચ્છા નથી. તેને આવું ભોજન ખાવું છે. જેમ કે એક ટાઇફોડનો દર્દી. ડોક્ટર કહે છે કે "તમે કોઈ ઘન ખાવાનું ના ખાઈ શકો. થોડું પ્રવાહી ભોજન તમે લઈ શકો." પણ તેને ઘન ખોરાક ખાવાની ઈચ્છા છે. "ઓહ, ડોકટરે મને આવું ભોજન ખાવાની ના પડી છે. ઠીક છે, હું શું કરી શકું?" પણ તેને ઈચ્છા છે. પણ એક ભક્ત, તેને બળ આપવાની જરૂર નથી - જેમ કે એક ડોક્ટર તેને કહે છે, "આ ના કરો." તે આપમેળે તે કરે છે. શા માટે? પરમ દ્રષ્ટવા નિવર્તતે: તેણે જોયું છે અથવા ચાખ્યું છે કઈ વધુ સારું જેથી તેને હવે ઘૃણાસ્પદ સ્વાદ વધુ ગમતો નથી. તે છે ભક્તિ પરેશાનુ.... તેનો અર્થ જ્યારે આપણને આવી ઘૃણાસ્પદ વસ્તુઓથી અરુચિ થશે, ત્યારે આપણે જાણવું જોઈએ કે આપણે કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ કરી રહ્યા છીએ. કસોટી તમારા હાથમાં જ છે. તમારે કોઈને પૂછવાનું નથી, "શું તમને લાગે છે કે હું કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ કરી રહ્યો છું," પણ તમે સમજી શકો છો. બિલકુલ તે જ રીતે: જો તમે ભૂખ્યા છો અને જો તમે ખાઓ છો, તમે જાણો છો, ખાવાથી, કેટલી તમારી ભૂખ સંતોષાય છે, કેટલી તમને શક્તિ મળે છે, કેટલો તમને આનંદ મળે છે. તમારે કોઈને પૂછવાનું નથી. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ તેનું કૃષ્ણ ભાવનામૃત વધારે, કસોટી તે હશે કે તેને બધા ભૌતિક આનંદોમાં અરુચિ થશે. તે કસોટી છે.