GU/Prabhupada 0779 - તમે તેવી જગ્યાએ સુખી ના રહી શકો જે દુખો માટે છે
Lecture on SB 6.1.19 -- Denver, July 2, 1975
તો આ કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિનો લાભ છે. કૃષ્ણ એટલા આકર્ષક છે કે દરેક વ્યક્તિ ફક્ત એક વાર તેણે તેનું મન પૂર્ણ રીતે કૃષ્ણ વિશે વિચારવામાં અને શરણાગત થવામાં લગાડ્યું, તો તે તરત જ આ ભૌતિક જીવનની બધી દુખમય સ્થિતિઓથી બચી જાય છે. તો તે જીવનની સિદ્ધિ છે. એક યા બીજી રીતે, આપણે કૃષ્ણના ચરણ કમળમાં શરણાગત થઈએ છીએ. તો અહી તેના પર ભાર આપ્યો છે, સકૃત. સકૃત મતલબ "ફક્ત એક વાર." તો જો આટલો બધો લાભ છે ફક્ત એક વાર કૃષ્ણ વિશે વિચારવાથી, તો આપણે કલ્પના કરી શકીએ છીએ, જે લોકો હમેશા સંલગ્ન છે હરે કૃષ્ણ મંત્રનો જપ કરીને કૃષ્ણ વિશે વિચારવામાં, તેમનું પદ શું છે.
તેઓ બહુ જ સુરક્ષિત છે, એટલા બધા કે તે કહ્યું છે, ન તે યમમ પાશ ભૃતસ ચ તદ ભટાન સ્વપ્ને અપિ પશ્યંતી (શ્રી.ભા. ૬.૧.૧૯). સ્વપ્ન મતલબ સ્વપ્ન. સ્વપ્ન ખોટું હોય છે. યમદૂતોને જોવા, અથવા યમરાજના દૂતોને જોવા, યમરાજ કે જે મૃત્યુના અધિપતિ છે... પ્રત્યક્ષ જોવા... મૃત્યુ સમયે, જ્યારે એક બહુ જ પાપી વ્યક્તિ મરી રહ્યો છે, તે યમરાજને અથવા તેમના દૂતોને જુએ છે. તેઓ ઘણા ભયાનક લાગતાં હોય છે. ક્યારેક મૃત્યુશૈયા પરનો માણસ ઘણો ભયભીત બની જાય છે, રડે છે, "મને બચાવો, મને બચાવો." આ અજામિલને પણ લાગુ પડ્યું હતું. અને તે કથા આપણે પછી કહીશું. પણ તે બચી જાય છે. તેના કૃષ્ણ ભાવનામૃતના પૂર્વ કાર્યોને કારણે, તે બચી જાય છે. તે કથા આપણે પછી જોઈશું.
તો આ સૌથી સુરક્ષિત પદ છે. નહિતો, આ ભૌતિક જગત સંકટોથી ભરેલું છે. તે સંકટમય સ્થળ છે. તે ભગવદ ગીતામાં કહ્યું છે, દુખાલયમ. તે દુખોનું સ્થળ છે. તમે એવા સ્થળમાં સુખી ના બની શકો જે દુખોથી ભરેલું હોય. તે આપણે સમજવું પડે. કૃષ્ણ કહે છે, પરમ ભગવાન, કે દુખાલયમ આશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫): આ ભૌતિક જગત દુખમય સ્થિતિઓનું સ્થળ છે. અને તે પણ આશાશ્વતમ, કાયમી નહીં. તમે કહી ના શકો. જો તમે એક સમાધાન કરો કે "કઈ વાંધો નહીં તે દુખનું સ્થળ છે. હું ગોઠવણ કરીશ અને હું અહી રહીશ..."
લોકો આ ભૌતિક જગતમાં એટલા બધા આસક્ત છે. મને વ્યાવહારિક ઉદાહરણ, અનુભવ છે. ૧૯૫૮ અથવા '૫૭માં, જ્યારે મે આ પુસ્તક પ્રથમ વાર પ્રકાશિત કરી, અન્ય ગ્રહોની સરળ યાત્રા, તો હું એક સજ્જનને મળ્યો. તે બહુ જ ઉત્સાહી હતા, "તો આપણે બીજા ગ્રહો પર જઈ શકે? તમે આવી માહિતી આપો છો?" "હા." "અને જો તમે જશો, તમે પાછા નહીં આવો." "ના, ના, તો મારે નથી જવું." (હાસ્ય) તે કહેતો હતો કે આખો ખ્યાલ છે કે આપણે બીજા ગ્રહ પર જઈશું, જેમ કે તેઓ મજાક કરી રહ્યા છે: તેઓ ચંદ્ર ગ્રહ પર જઈ રહ્યા છે. પણ તે લોકો ત્યાં રહી શકે નહીં. તે લોકો પાછા આવે છે. તે વૈજ્ઞાનિક પ્રગતિ છે. અને જો તમે ત્યાં જાઓ છો, તમે ત્યાં રહેતા કેમ નથી? અને મે છાપામાં વાંચ્યું હતું કે જ્યારે રશિયન અવકાશયાત્રીઓ ગયા, તેઓ નીચે જોતાં હતા, "મોસ્કો ક્યાં છે?" (હાસ્ય)