GU/Prabhupada 0781 - યોગની સાચી સિદ્ધિ મતલબ કૃષ્ણના ચરણ કમળમાં મનને કેન્દ્રિત કરવું



Lecture on SB 6.1.21 -- Chicago, July 5, 1975

તે યોગ્ય બ્રાહ્મણ શું છે? તમે ઘણી વાર સાંભળ્યુ છે: શમો દમ: સત્યમ શૌચમ આર્જવમ તિતિક્ષા, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવ જમ (ભ.ગી. ૧૮.૪૨). આ ગુણો વિકસિત થવા જોઈએ. સૌ પ્રથમ, શમ. શમ મતલબ માનસિક સ્થિતિનું સંતુલન. મન ક્યારેય વિચલિત નથી. મનના વિચલિત થવાના ઘણા કારણો હોય છે. જ્યારે મન વિચલિત નથી, તેને શમ: કહેવાય છે. ગુરુણાપી દુખેન ન વિચાલ્યતે. તે યોગની સિદ્ધિ છે.

યમ લબ્ધ્વા ચાપરમ
લાભમ મન્યતે નાધિકમ
તત: યસ્મિન સ્થિતે ગુરુણાપી
દુખેન ન વિચાલ્યતે
(ભ.ગી. ૬.૨૨)

આ પ્રશિક્ષણ છે. મન બહુ જ અસ્થિર છે. પાંચ હજાર વર્ષો પહેલા પણ, જ્યારે અર્જુનને કૃષ્ણ દ્વારા સલાહ આપવામાં આવી, કે "તું તારા અસ્થિર મનને સ્થિર કર," તેણે પ્રામાણિક રીતે કહ્યું, "કૃષ્ણ, તે શક્ય નથી." ચંચલમ હી મન: કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ (ભ.ગી. ૬.૩૪): "હું જોઉ છું કે મારૂ મન ઘણું જ વિચલિત છે, અને મનને નિયંત્રિત કરવું બિલકુલ પવનને રોકવાના પ્રયાસ જેવુ છે. તો તે શક્ય નથી." પણ વાસ્તવમાં તેનું મન કૃષ્ણ પર સ્થિર હતું. તો જે લોકો, જેમનું મન કૃષ્ણના ચરણ કમળ પર સ્થિર છે, તેમણે વિજય પ્રાપ્ત કર્યો છે. તેમનું મન સ્થિર છે. તેની જરૂર છે. સ વૈ મન: કૃષ્ણ પદારવિંદયોર વચાન્સી વૈકુંઠ ગુણાનુવર્ણને (શ્રી.ભા. ૯.૪.૧૮). આ મહારાજ અંબરીશની યોગ્યતાઓ છે. તેઓ બહુ જ જવાબદાર સમ્રાટ હતા, પણ તેમનું મન કૃષ્ણના ચરણ કમળ પર સ્થિર હતું. તેની જરૂર છે.

તો આ બ્રાહ્મણ યોગ્યતા છે, કૃષ્ણના ચરણ કમળ પર મનને સ્થિર કરવાનો અભ્યાસ કરવો, અને તે યોગની સિદ્ધિ છે. યોગ મતલબ... કોઈ જાદુઈ પરાક્રમો બતાવવા નહીં. ના. યોગની સાચી સિદ્ધિ મતલબ મનને કૃષ્ણના ચરણ કમળ પર સ્થિર કરવું. તેથી ભગવદ ગીતામાં તમે જોશો કે આ યોગ અધ્યાય, છઠ્ઠા અધ્યાયનો અંતિમ નિષ્કર્ષ છે,

યોગીનામ અપિ સર્વેશામ
મદ ગતેનાંતર આત્મના
શ્રદ્ધાવાન ભજતે યો મામ
સ મે યુક્તતમો મત:
(ભ.ગી. ૬.૪૭)

તે અર્જુન માટે પ્રોત્સાહન હતું, કારણકે અર્જુને વિચાર્યું, "તો પછી હું બેકાર છું. હું સ્થિર ના કરી શકું." પણ તેનું મન પહેલેથી જ સ્થિર હતું. તેથી કૃષ્ણે તેને પ્રોત્સાહન આપ્યું, "હતાશ ના થઈશ. જે પણ વ્યક્તિનું મન પહેલેથી જ હમેશા મારા પર સ્થિર છે, તે પ્રથમ વર્ગનો, સર્વોચ્ચ યોગી છે." તેથી આપણે હમેશા કૃષ્ણ વિશે વિચારવું જોઈએ. તે છે હરે કૃષ્ણ મંત્ર. જો તમે જપ કરો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, તેનો મતલબ તમારું મન કૃષ્ણ પર સ્થિર છે. તે યોગની સિદ્ધિ છે. તો બ્રાહ્મણ બનવું, તે પ્રથમ યોગ્યતા છે: મનને સ્થિર રાખવા માટે, વિચલિત નહીં, શમ. અને જ્યારે તમારું મન સ્થિર છે, ત્યારે તમારી ઇન્દ્રિયો નિયંત્રિત થશે. જો તમારું મન સ્થિર છે કે "હું ફક્ત હરે કૃષ્ણ જપ કરીશ અને પ્રસાદમ લઇશ, બીજું કોઈ કાર્ય નહીં," તો ઇન્દ્રિયો આપમેળે નિયંત્રિત થઈ જશે. તાર મધ્યે જિહવા અતિ, લોભમોય સુદૂરમતી.