GU/Prabhupada 0785 - સરમુખત્યારશાહી સારી છે, જો સરમુખત્યાર આધ્યાત્મિક રીતે ખૂબ જ યોગ્ય હોય



Press Conference at Airport -- July 28, 1975, Dallas

પ્રભુપાદ: તમે ભૌતિક રીતે બહુ જ આગળ વધી શકો છો, પણ જો તમે ભગવદ ભાવનામૃત, અથવા કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ નહીં કરો, તો આ બધા ભૌતિક વિકાસનું મૂલ્ય શૂન્ય બરાબર છે. કોઈ પણ વ્યક્તિ સંતુષ્ટ નહીં રહે. તો તેથી આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને બહુ જ ગંભીરતાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. તે અમેરિકાના ભૌતિક આરામોના વિકાસને ઘાટ આપવા બરાબર છે. પછી લોકો સુખી થશે. અને અમેરિકા પહેલેથી જ દુનિયાનું નેતૃત્વ કરે છે. તે પ્રથમ વર્ગનું નેતા બનશે. જગતને લાભ થશે, અને તમને લાભ થશે, અને મારો પ્રયાસ પણ સફળ થશે. પોતાને શૂન્યમાં ના રાખો. 'એક' નો સ્વીકાર કરો. પછી તે બહુ સરસ હશે. જેમ કે... તમે બહુ સરળતાથી સમજી શકો છો. આ જીવન, બહુ જ મહત્વપૂર્ણ માણસ, પણ જો તે કોઈ આત્મા નથી, તે શૂન્ય છે. તેનું કોઈ મૂલ્ય નથી. ગમે તેટલો મહાત્વપૂર્ણ માણસ તે કેમ ના હોય, જ્યારે આત્મા શરીરની બહાર છે, તે પદાર્થનો ગઠ્ઠો છે; તેનું કોઈ મૂલ્ય નથી. તમે તે તમે લો - આ યંત્ર, તે યંત્ર, કોઈ પણ યંત્ર - જો કોઈ વ્યક્તિ, કોઈ જીવ તેને વાપરતું નથી, તો તેનું મૂલ્ય શું છે? કોઈ મૂલ્ય નથી. તેથી, દરેક જગ્યાએ આ આધ્યાત્મિક ચેતના હોવી જ જોઈએ. નહિતો તે શૂન્ય છે.

સ્ત્રી પત્રકાર: મને એક પ્રશ્ન છે. તમે ભારતની અત્યારની રાજનૈતિક સ્થિતિ પર ટિપ્પણી કરશો? શું તમે વિચારો છો કે શ્રીમતી ગાંધી...?

પ્રભુપાદ: અમે રાજનૈતિક સ્થિતિની બહુ ચિંતા નથી કરતાં. પણ અમારો પ્રસ્તાવ છે - રાજનૈતિક, સામાજિક, આર્થિક અથવા તત્વજ્ઞાનિક, કઈ પણ - કૃષ્ણ વગર, તે બધુ શૂન્ય છે. તો જ્યાં સુધી શ્રીમતી ગાંધીનો પ્રશ્ન છે, તે કોઈ આધ્યાત્મિક સમજણ તરફ ઢળેલા છે. તો વાસ્તવમાં જો તે આધ્યાત્મિક રીતે બહુ જ ઉન્નત થાય, તો આ કટોકટીની સ્થિતિ સુધરશે. નહિતો... અને તે લોકશાહીની વિરુદ્ધમાં જનતાનો મત છે. તો લોકશાહી બહુ હિતકારી નથી. ગમે ત્યાં અને બધે જ... તમારા દેશમાં પણ, તમે શ્રીમાન નિકસોનને મત આપ્યો, લોકશાહી, પણ તમે તેમનાથી સંતુષ્ટ હતા નહીં. તેનો મતલબ લોકશાહી, સામાન્ય માણસો કોઈ વ્યક્તિની પસંદગી કરે છે, અને ફરીથી તેઓ તેને નીચો પાડવાનો પ્રયત્ન કરે છે. શા માટે? જ્યારે તેની પસંદગી થઈ હતી, તેનો મતલબ તે ભૂલ હતી.

તો વેદિક સંસ્કૃતિ અનુસાર, લોકશાહી જેવી કોઈ વસ્તુ હતી નહીં. તે રાજાશાહી હતું, પણ રાજાશાહી મતલબ રાજા આધ્યાત્મિક રીતે બહુ જ ઉન્નત હતો. રાજા રાજર્ષિ કહેવતો હતો, મતલબ રાજા, સાથે સાથે સાધુ પુરુષ પણ. અમારે અમારા દેશમાં બીજું ઉદાહરણ છે - ગાંધી. જ્યારે તેઓ રાજનૈતિક નેતા હતા, તેઓ વ્યવહારિક રીતે સરમુખત્યાર હતા, પણ કારણકે તે એક ઉચ્ચ નૈતિક ચારિત્ર્યના વ્યક્તિ હતા, લોકોએ તેમનો સ્વીકાર કર્યો સરમુખત્યાર તરીકે, તો સરમુખત્યારશાહી સારું છે, જો સરમુખત્યાર આધ્યાત્મિક રીતે બહુ જ ઉન્નત હોય. તે વેદિક વિધાન છે. કુરુક્ષેત્રનું યુદ્ધ થયું હતું કારણકે ભગવાન કૃષ્ણની ઈચ્છા હતી કે રાજર્ષિ, યુધિષ્ઠિર, પ્રમુખ હોવા જોઈએ. તો રાજા ભગવાનનો પ્રતિનિધિ હોવો જોઈએ. તો તે ભક્ત વ્યક્તિ હોવો જોઈએ. પછી તે સફળ થશે.