GU/Prabhupada 0794 - ધૂર્ત ગુરુ કહેશે, 'હા, તમે કઈ પણ ખાઈ શકો છો. તમે કઈ પણ કરી શકો છો'
Lecture on BG 2.17 -- London, August 23, 1973
તો આ કલિયુગ એટલો શક્તિશાળી છે, કે તે કહેવાતા ભક્તો પર પણ આક્રમણ કરે છે. કલિયુગ બહુ શક્તિશાળી છે. તેથી ચૈતન્ય મહાપ્રભુએ ભલામણ કરી છે કે જો તમારે પોતાને બચાવવા હોય, જો તમારે અમૃતની સ્થિતિ લેવાની થોડી પણ ઈચ્છા હોય, જો તમને રુચિ હોય... કોઈ પણ વ્યક્તિને રુચિ નથી. કૃષ્ણ કહે છે સ અમૃતત્વાય કલ્પતે (ભ.ગી. ૨.૧૫). તે જીવનનું લક્ષ્ય છે: હું કેવી રીતે અમર બનીશ. કેવી રીતે મને દુખમય સ્થિતિના ચાર સિદ્ધાંતો લાગુ નહીં પડે - જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. કોઈ ગંભીર નથી. તે લોકો એટલા નીરસ છે. તેથી તેમનું વર્ણન થયું છે, મંદ. મંદ મતલબ એટલા ખરાબ, એટલા ધૂર્ત કે તેમને જીવનનું કોઈ ધ્યેય નથી. તેઓ જાણતા નથી કે જીવનનું લક્ષ્ય શું છે. મંદ. મંદ મતલબ "ખરાબ" અને સુમન્દ મતય: (શ્રી.ભા. ૧.૧.૧૦). અને જો તેમાથી અમુક, થોડા ધાર્મિક રીતે ઇચ્છુક બને છે, તે કોઈ ધૂર્ત ગુરુને, જાદુગરને સ્વીકારશે. અને બધુ જ ખાશે, બધુ જ કરશે, અને આધ્યાત્મવાદી બનશે, અને તે ધૂર્ત ગુરુ કહેશે, "હા, તમે કઈ પણ ખાઈ શકો છો. તમે કઈ પણ કરી શકો છો. ધર્મને ખાવા સાથે કઈ લેવા દેવા નથી." તે ચાલી રહ્યું છે. ખ્રિસ્તી લોકો, તે સ્પષ્ટ રીતે, કહ્યું છે, "તું મારીશ નહીં." પણ તેઓ મારી રહ્યા છે. છતાં, તેઓ ખૂબ જ ગર્વિત છે, "હું ખ્રિસ્તી છું." અને કયા પ્રકારના ખ્રિસ્તી છો તમે? તમે નિયમિત પણે ખ્રિસ્તની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો, અને છતાં તમે ખ્રિસ્તી છો?
તો બધુ જ ચાલી રહ્યું છે. ખ્રિસ્તી, મુસ્લિમ અથવા હિન્દુ, કહેવાતા. તે બધા ધૂર્ત બની ગયા છે. બસ તેટલું જ. આ કલિયુગ છે. મંદા: સુમંદ મતય: (શ્રી.ભા. ૧.૧.૧૦). તેથી તેમણે પોતાના કાલ્પનિક ધાર્મિક સિદ્ધાંતની રચના કરી છે, અને તેથી તેમની નિંદા કરવામાં આવે છે. તેઓ જાણતા નથી. જીવન, જીવનનું લક્ષ્ય છે ભગવાનનો સાક્ષાત્કાર કરવો. આ મનુષ્ય જીવન છે. પણ તે લોકો આ અનિયંત્રિત ઇન્દ્રિયોથી એટલા બધા મૂંઝવાયેલા છે કે તે લોકો ભૌતિક અસ્તિત્વના સૌથી અંધકારમય ભાગમાં જઈ રહ્યા છે. અદાંત ગોભી: (શ્રી.ભા. ૭.૫.૩૦). અદાંત મતલબ અનિયંત્રિત. તે લોકો ઇન્દ્રિયોને નિયંત્રિત નથી કરી શકતા. તે લોકો એટલા દુર્ભાગ્યશાળી બન્યા છે કે સરળ વસ્તુ, થોડો પ્રયાસ, થોડી તપસ્યા, ઇન્દ્રિયોના નિયંત્રણ માટે. યોગ પદ્ધતિ મતલબ ઇન્દ્રિયોનું નિયંત્રણ. યોગનો મતલબ એવો નથી કે તમે કોઈ જાદુ દેખાડો. જાદુ, જાદુગર પણ જાદુ દેખાડી શકે છે. અમે એક જાદુગર જોયો છે, તેણે તરત જ એટલા બધા સિક્કાઓ ઉત્પન્ન કર્યા - ટંગ ટંગ ટંગ ટંગ. બીજી ક્ષણે તે બધુ સમાપ્ત. તો જીવન, તેઓ જીવનનો ઉદેશ્ય ચૂકી રહ્યા છે. મંદા: સુમંદ મતય: શા માટે? મંદ ભાગ્યા: (શ્રી.ભા. ૧.૧.૧૦). તેઓ દુર્ભાગ્યશાળી છે. તો તમારે તે સ્વીકારવું જ પડે. આપણે પ્રયત્ન કરીએ છે, આપણું કૃષ્ણ ભાવનામૃત મિશન પણ, આપણે જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. છતાં તેઓ એટલા દુર્ભાગ્યશાળી છે કે તેઓ ઇન્દ્રિય તૃપ્તિ છોડી નથી શકતા. એટલા દુર્ભાગ્યશાળી. નકામા, દુર્ભાગ્યશાળી. વારંવાર આપણે કેટલું લોહી રેડીએ છીએ - "આ ના કરો" - છતાં તેઓ કરી રહ્યા છે. ઊંઘવું પણ છોડી નથી શકતા. એટલા નકામા. કલિયુગ. મંદા: સુમંદ મતય: