GU/Prabhupada 0796 - એવું ના વિચારો કે હું બોલી રહ્યો છું. હું ફક્ત સાધન છું. વાસ્તવિક વક્તા ભગવાન છે



Lecture on BG 6.1-4 -- New York, September 2, 1966

તો અહી તે કહ્યું છે, શ્રી ભગવાન ઉવાચ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલી રહ્યા છે. તેઓ બોલી રહ્યા છે મતલબ તે બધા જ્ઞાન સહિત બોલી રહ્યા છે. તેમના જ્ઞાનમાં કોઈ ખામી નથી. આપણા જ્ઞાનમાં ઘણી, ઘણી બધી ખામીઓ છે. આપણે ભૂલ કરીએ છીએ, આપણે ભ્રમિત થઈએ છીએ. ક્યારેક આપણે કઈક બોલીએ છીએ અને આપણા હ્રદયમાં કઈ બીજું હોય છે. તેનો મતલબ આપણે છેતરીએ છીએ. અને આપણો બધો અનુભવ અપૂર્ણ છે કારણકે આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે. તેથી હું તમારી સમક્ષ કઈ બોલી ના શકું. જો તમે મને પૂછો, "સ્વામીજી, તો તમે શું બોલી રહ્યા છો?" હું ફક્ત પૂર્ણ પુરુષોત્તમ ભગવાને જે કહ્યું તે બોલી રહ્યો છું. હું ફક્ત તે જ શબ્દોનું પુનરાવર્તન કરું છું. બસ તેટલું જ. એવું ના વિચારો કે હું બોલી રહ્યો છું. હું ફક્ત સાધન છું. વાસ્તવિક વક્તા છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જે બહાર છે અને અંદર છે. અને તેઓ શું કહે છે? તેઓ કહે છે, અનાશ્રિતમ...

અનાશ્રિત: કર્મ ફલમ
કાર્યમ કર્મ કરોતી ય:
સ સન્યાસી ચ યોગી ચ
ન નિરાગ્નિર ન ચાક્રીય:
(ભ.ગી. ૬.૧)

અનાશ્રિત: અનાશ્રિત: મતલબ કોઈ પણ આશ્રય વગર. કર્મ ફલમ. દરેક વ્યક્તિ કામ કરી રહ્યો છે, કોઈ પરિણામની આશા સાથે. જે પણ તમે કરો, કામ, તમે કોઈ પરિણામની આશા રાખો છો. અહી ભગવાન કહે છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહે છે, કે "જે પણ વ્યક્તિ કામ કરે છે કોઈ પણ પરિણામની આશા રાખ્યા વગર..." તે કામ કરે છે. પછી જો તે પરિણામની આશા નથી રાખતો, તો શા માટે તે કામ કરે છે? જ્યાં સુધી... ધારોકે હું કોઈ વ્યક્તિને આ રીતે કામ કરવાનું કહું. તો તે કોઈ આશા રાખશે, કોઈ પરિણામ, કોઈ પગાર, કોઈ પુરસ્કાર, અથવા કોઈ પગાર. તે અહી કામ કરવાની રીત છે. પણ કૃષ્ણ સલાહ આપે છે કે અનાશ્રિત: કર્મ ફલમ, "જે વ્યક્તિ કોઈ પરિણામ અથવા પુરસ્કારની આશા વગર કામ કરે છે." તો તે શા માટે કામ કરે છે? કાર્યમ. "તે મારૂ કર્તવ્ય છે. તે મારૂ કર્તવ્ય છે." પરિણામ સાથે નહીં, પણ કર્તવ્ય તરીકે. "હું આ કરવા માટે કર્તવ્યથી બાધ્ય છું." કાર્યમ કર્મ કરોતી ય: આ રીતે, જો કોઈ વ્યક્તિ કાર્ય કરે છે, સ સન્યાસી, તે વાસ્તવમાં જીવનના સન્યાસ આશ્રમમાં છે.

વેદિક સંસ્કૃતિ પ્રમાણે જીવનના ચાર સ્તર હોય છે. અમે ઘણી વાર સમજાવેલું છે, કે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, અને સન્યાસી. બ્રહ્મચારી મતલબ વિદ્યાર્થી જીવન, આધ્યાત્મિક સમજણમાં પ્રશિક્ષણ, કૃષ્ણ ભાવનામૃત, પૂર્ણ રીતે પ્રશિક્ષિત. તેને બ્રહ્મચારી કહેવાય છે. પછી, પૂર્ણ પ્રશિક્ષણ પછી, તે પત્નીનો સ્વીકાર કરે છે, તે લગ્ન કરે છે, અને પરિવાર અને બાળકો સાથે રહે છે. તેને ગૃહસ્થ કહેવાય છે. પછી, પચાસ વર્ષ પછી, તે બાળકોને એકલા છોડી દે છે અને ઘરની બહાર જતો રહે છે તેની પત્ની સાથે અને પવિત્ર સ્થળોની યાત્રા કરે છે. તેને વાનપ્રસ્થ કહેવાય છે, નિવૃત્ત જીવન. અને છેલ્લે તે તેની પત્નીને બાળકો પાસે છોડી દે છે, મોટા બાળકો, અને એકલો રહે છે. અને તેને સન્યાસ કહેવાય છે. તો જીવનના આ ચાર આશ્રમો છે.

હવે, કૃષ્ણ કહે છે કે ફક્ત છોડી દેવું જ પર્યાપ્ત નથી. ફક્ત છોડી દેવું પર્યાપ્ત નથી. કોઈ કર્તવ્ય હોવું જ જોઈએ. કાર્યમ. કાર્યમ મતલબ "તે મારુ કર્તવ્ય છે." હવે, મારૂ કર્તવ્ય શું છે? તેણે પારિવારિક જીવન છોડી દીધું છે. તેને તેની પત્ની અને બાળકોનું પાલન કરવાની હવે કોઈ ચિંતા નથી. તો હવે તેનું કર્તવ્ય શું છે? તેનું કર્તવ્ય બહુ જ જવાબદારીભર્યું કર્તવ્ય છે - કૃષ્ણ માટે કામ કરવું. કાર્યમ. કાર્યમ મતલબ તે સાચું કર્તવ્ય છે. આપણા જીવનમાં બે પ્રકારના કર્તવ્યો હોય છે. એક કર્તવ્ય છે ભ્રમની સેવા કરવી, અને બીજું, બીજું કર્તવ્ય છે વાસ્તવિકતાની સેવા કરવી. જ્યારે તમે વાસ્તવિકતાની સેવા કરો છો, તે સાચો સન્યાસ કહેવાય છે. અને જ્યારે આપણે ભ્રમની સેવા કરીએ છીએ, તે માયા કહેવાય છે. હવે, ક્યાં તો વાસ્તવિકતાની સેવા કરી અથવા ભ્રમની, હું એવી સ્થિતિમાં છું કે મારે સેવા તો કરવી જ પડે. મારી સ્થિતિ સ્વામી બનવાની નથી પણ સેવક બનવાની છે. તે મારૂ બંધારણ છે.