GU/Prabhupada 0820 - ગુરુ મતલબ જે કઈ પણ શિક્ષા તેઓ આપે, આપણે કોઈ પણ દલીલ વગર સ્વીકારવી પડે



Lecture on SB 5.5.2 -- Vrndavana, October 24, 1976

તો જો તમારે વાસ્તવમાં તપસ્યા કરવી છે, તો તમારે એક વ્યક્તિ પાસે જવું જ પડે જેણે તપસ્યા કરેલી છે, તપો દિવ્યમ (શ્રી.ભા. ૫.૫.૧). પછી તમે વસ્તુઓ સમજશો. મહત સેવામ. અને ત્યાં તમારે સેવા કરવી પડશે. વિનમ્રતાપૂર્વક, સેવા, સેવયા. તમે મહાત્માને પ્રશ્ન પૂછી શકો પડકાર આપીને નહીં પણ પ્રણિપાત અને સેવાથી. નહિતો, તમને પૂછવાનો કોઈ હક નથી. જેમ કે આ માણસ રૂપ ગોસ્વામી પાસે ગયો. તેને સમય બગાડવાનો કોઈ હક નથી.

તો વાસ્તવમાં આ ચર્ચા, શિક્ષાઓ, ગુરુ અને શિષ્ય વચ્ચે હોય છે, જ્યારે શરણાગતિ હોય છે. નહિતો તેની કોઈ જરૂર નથી. અત્યારે આપણે સભા રાખીએ છીએ. કોઈ સામાન્ય લોકો, તેઓ સાંભળવા આવે છે. પણ તે પ્રકારની ચર્ચા ચૈતન્ય મહાપ્રભુએ ક્યારેય ન હતી કરી. ક્યારેય નહીં. કારણકે આ બહારવાળાઓ, તેઓ શરણાગત નથી. તેઓ મજા લેવા આવે છે. તેઓ કશું શીખવા નથી આવતા. તેથી ચૈતન્ય મહાપ્રભુએ ક્યારેય કોઈ મોટી સભા ન હતી કરી. મોટી સભામાં તેઓ હાજર હતા, પણ કીર્તન, સંકીર્તન. તેઓ રોજ સાંજે જગન્નાથ મંદિરમાં મોટી સભામાં ચાર કલાક માટે મળતા હતા, પણ આખો સમય તેઓ વ્યસ્ત હતા હરે કૃષ્ણ કીર્તન કરવામાં. પણ જ્યારે એક વ્યક્તિ જેમ કે સાર્વભૌમ ભટ્ટાચાર્ય અથવા પ્રકાશાનંદ સરસ્વતી અથવા રામાનંદ રાય, આવા ઉન્નત વ્યક્તિઓ હતા, તેઓ ચર્ચા કરતાં હતા. નહિતો, તેઓ ચર્ચા કરતાં હતા નહીં. ચર્ચાની કોઈ જરૂર ન હતી, કારણકે તેઓ વિનમ્રતાપૂર્વક આવતા નહીં. તેઓ વિચારતા... જેમ કે કૃષ્ણ અને અર્જુન. જ્યાં સુધી અર્જુન વિચારતો હતો કે "કૃષ્ણ મારા મિત્ર છે. હું તેને એક સમાન સ્તર પર જવાબ આપીશ," તો કૃષ્ણ ગંભીરતાપૂર્વક બોલતા હતા. પણ જ્યારે અર્જુન સમજી ગયો કે "આ પ્રકારની વાતોથી કોઈ લાભ નહીં થાય," ત્યારે તે તેમનો શિષ્ય બની ગયો: શિષ્યસ તે અહમ સાધી મામ પ્રપન્નમ (ભ.ગી. ૨.૭). "હવે કોઈ વધુ ચર્ચા નહીં. હું તમને મારા ગુરુ તરીકે સ્વીકારું છું."

ગુરુ મતલબ જે પણ શિક્ષા તેઓ આપશે, આપણે કોઈ પણ દલીલ વગર સ્વીકારવી પડે. વેદિક જ્ઞાન તેવું છે. તમે અર્થઘટન ના કરી શકો. જેમ તે છે, તમારે તેને સ્વીકારવું પડે. તેવી જ રીતે ગુરુનો શબ્દ પણ તમારે સ્વીકરવો પડે. કોઈ દલીલ નહીં. તે વેદિક જ્ઞાન છે. તે વેદિક પદ્ધતિ છે. આ ઉદાહરણ મે ઘણી વાર આપ્યું છે: જેમ કે ગાયનું છાણ. ગાયનું છાણ એક પ્રાણીનું મળ છે. તો પ્રાણીનું મળ તે અશુદ્ધ વસ્તુ છે. જેવુ તમે સ્પર્શ કરો, તમારા પોતાના મળને પણ... તમે ઘણા શિક્ષિત વિદ્વાન અથવા ભક્ત હોઈ શકો છો, પણ તેનો મતલબ તેવો નથી કે તમે તમારા પોતાના મળને સ્પર્શ કરો અને શુદ્ધ રહી શકો. ના. તરત જ તમારે સ્નાન કરવું પડે. તેના પોતાના પણ, બીજાની તો વાત જ શું કરવી. પણ વેદિક શિક્ષમાં આપણે જોઈએ છીએ કે ગાયનું છાણ, તે પણ પ્રાણીનું મળ જ છે, માણસ કરતાં નીચલું પ્રાણી, અને તે શુદ્ધ છે, તે કહ્યું છે. તો તમારે સ્વીકારવું પડે કે તે શુદ્ધ છે. કોઈ દલીલ નહીં કે "આવું મળ અશુદ્ધ છે. મારા ગુરુનું મળ પણ અશુદ્ધ છે. તો કેવી રીતે કે એક પ્રાણી ગાયનું છાણ શુદ્ધ છે?" પણ કારણકે તે વેદોમાં કહ્યું છે કે તે શુદ્ધ છે, તમારે સ્વીકારવું પડે. તેવી જ રીતે, શંખ, તે પ્રાણીનું હાડકું છે. હાડકું, જો તમે કોઈ પણ મૃત પ્રાણીના હાડકાંને સ્પર્શ કરો, તમારે તરત સ્નાન કરવું પડે, શુદ્ધિકરણ. પણ તે, આ હાડકાંને અર્ચ વિગ્રહના કક્ષમાં રાખવામા આવે છે. આપણે રોજ શંખ વગાડીએ છીએ - કારણકે વેદિક શિક્ષા. તો ત્યાં કોઈ દલીલ નથી. જો તમે વેદિક શિક્ષાનો સ્વીકાર કરો, તમારે તેને તેના મૂળ રૂપે સ્વીકારવી પડે.