GU/Prabhupada 0823 - તે ભારતમાં જન્મસિદ્ધ અધિકાર છે - તેઓ આપમેળે કૃષ્ણ ભાવનાભાવિત છે



Lecture on SB 3.28.20 -- Nairobi, October 30, 1975

હરિકેશ: અનુવાદ: "તેના મનને ભગવાનના શાશ્વત રૂપ પર કેન્દ્રિત કરવામાં, યોગીએ તેમના (ભગવાનના) બધા જ અંગોનું સામુહિત દ્રશ્ય ના લેવું જોઈએ, પણ તેણે તેનું મન ભગવાનના દરેક વ્યક્તિગત ભાગ પર કેન્દ્રિત કરવું જોઈએ."

પ્રભુપાદ:

તસ્મિલ લબ્ધ પદમ ચિત્તમ
સર્વાવયવ સંસ્થિતમ
વિલક્ષ્યૈકત્ર સંયુજ્યાદ
અંગે ભગવતો મુનિ:
(શ્રી.ભા. ૩.૨૮.૨૦)

તો જેમ આપણે ઘણી વાર અનુભવ કર્યો છે, કે આ અર્ચમૂર્તિ... ધૂર્ત વર્ગના માણસો, તેઓ અર્ચમૂર્તિને સમજી ના શકે. તેઓ વિચારે છે કે "તેઓ પૂતળાની પૂજા કરી રહ્યા છે." હિન્દુઓમાં પણ કહેવાતા વેદોના અનુયાયીઓ છે, તેઓ કહે છે કે "મંદિરમાં અર્ચવિગ્રહની પૂજાની જરૂર શું છે?" તેમણે ભારતમાં મંદિર પૂજા બંધ કરવાનો ઘણો જોશીલો પ્રચાર કર્યો હતો. ટૂંકા સમય માટે તેને થોડી પ્રતિક્રિયા મળી હતી, પણ હવે તે સમાપ્ત થઈ ગયું છે. તે... આ ધૂર્ત પ્રચાર કે મંદિરમાં અર્ચવિગ્રહની પૂજા ના કરવી તે સમાપ્ત થઈ ગયો છે. કોઈ તેની પરવાહ નથી કરતું. તેઓ વિચારે છે કે ભગવાન બધે જ છે - મંદિર સિવાય. (હાસ્ય) તે તેમનો દ્રષ્ટિકોણ છે. અને ભગવાન બધે જ છે; તો મંદિરમાં શા માટે નહીં? ના. તે તેમના જ્ઞાનનો અભાવ છે. તેઓ પચાવી નથી શકતા. ના. ભગવાન બધે જ છે, પણ મંદિરમાં નહીં. આ તેમની બુદ્ધિ છે, ધૂર્તો. તો આપણે તેથી આચાર્યનું અનુસરણ કરવું પડે. આચાર્યવાન પુરુષો વેદ (ચાંદોગ્ય ઉપનિષદ ૬.૧૪.૨): જેણે આચાર્યનો સ્વીકાર કર્યો છે... જે વ્યક્તિ શાસ્ત્ર જાણે છે અને વ્યાવહારિક રીતે શાસ્ત્રના નિયમો પ્રમાણે આચરણ કરે છે, તેને આચાર્ય કહેવાય છે. અચિનોતી શાસ્ત્રાર્થ:

તો બધા જ આચાર્યો... ભારતમાં ઘણા હજારો અને હજારો મંદિરો છે, બહુ જ, બહુ જ મોટા મંદિરો, ખાસ કરીને દક્ષિણ ભારતમાં. એમાથી અમુક તમે જોયા છે. દરેક મંદિર એક મોટા કિલ્લા જેવુ છે. તો આ બધા મંદિરો આચાર્યો દ્વારા સ્થાપવામાં આવ્યા હતા, એવું નહીં કે લોકોએ મન પ્રમાણે સ્થાપી દીધા. ના. હજુ એક બહુ જ મુખ્ય મંદિર છે, બાલાજી મંદિર, તિરુપતિ, તિરૂમલાઈ. લોકો જાય છે, અને રોજનું ભંડોળ છે એક લાખ રૂપિયા કરતાં વધુ, હજુ. જોકે તેમણે જોરશોરમાં કહ્યું છે કે મંદિરે ના જવું, પણ લોકો... તે ભારતમાં જન્મસિદ્ધ અધિકાર છે - તેઓ આપમેળે કૃષ્ણ ભાવનાભાવિત છે. આપમેળે. તેથી બધા જ દેવતાઓ, તેઓ પણ ભારતમાં જન્મ લેવાની ઈચ્છા કરે છે. આપમેળે.

તો મંદિર પૂજા આવશ્યક છે. તો જે લોકો મંદિર પૂજા, અર્ચવિગ્રહની પૂજાના વિરોધમાં છે, તે લોકો બહુ બુદ્ધિશાળી નથી - મૂર્ખ, મૂઢ. ફરીથી, તે જ શબ્દ.

ન મામ દુષ્કૃતિનો મૂઢા:
પ્રપદ્યન્તે નરાધમા:
માયયાપહ્રત જ્ઞાના
આસુરી ભાવમ આશ્રિત:
(ભ.ગી. ૭.૧૫)

માયયાપહ્રત જ્ઞાના: તેઓ મોટા મોટા શબ્દો બોલે છે, કે "ભગવાન બધે જ છે," પણ તેઓ મંદિર પૂજા પર પ્રતિબંધ લગાવે છે. અપહ્રત જ્ઞાના. જ્ઞાન અપૂર્ણ છે. એક સામાન્ય માણસ કહી શકે છે, "જો ભગવાન બધે જ છે, તો મંદિરમાં કેમ નહીં?"