GU/Prabhupada 0825 - મનુષ્ય જીવનનો એક માત્ર પ્રયાસ હોવો જોઈએ કેવી રીતે કૃષ્ણના ચરણ કમળના સંપર્કમાં આવવું



741102 - Lecture SB 03.25.02 - Bombay

તે વેદોમાં કહ્યું છે,

નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ
એકો બહુનામ યો વિદધાતી કામાન
(કઠ ઉપનિષદ ૨.૨.૧૩)

તે ભગવાનનો ઐશ્વર્ય શું છે? આ છે: એકો બહુનામ યો વિદધાતી કામાન. ભગવાન, એકવચન, અને નિત્યો નિત્યાનામ, અને નિત્યાનામ, બહુવચન.

તો આ જીવો, આપણે, આપણે બહુવચન છીએ. જીવભાગ:, સ વિજ્ઞેય: સ ચાનન્ત્યાય કલ્પતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૪૧). કેટલા જીવો છે, કોઈ સીમા નથી. કોઈ પણ ગણતરી ના કરી શકે. અનંત. અનંત મતલબ તમને સીમા ના મળી શકે, કે "આટલા લાખ અથવા આટલા હજાર." ના. તમે ગણી ના શકો. તો આ બધા જીવો, આપણે, જીવો, આપણે તે એક દ્વારા પાલિત છીએ. આ વેદિક માહિતી છે. એકો બહુનામ યો વિદધાતી કામાન. જેમ કે આપણે આપણા પરિવારનું પાલન કરીએ છીએ. એક માણસ કમાઈ રહ્યો છે, અને તે તેના પરિવાર, પત્ની, બાળકો, નોકરો, આધીન લોકો, કામદારો, ઘણા બધાનું પાલન કરી રહ્યો છે. તેવી જ રીતે, તે એક, ભગવાન, બધા જીવોનું પાલન કરે છે. તમે જાણતા નથી કે કેટલા છે. આફ્રિકામાં ઘણા લાખો હાથીઓ છે. તે એક સમયમાં ચાલીસ કિલોગ્રામ ખાય છે. તો તે, તેમનું પણ પાલન થાય છે. અને નાની કીડી, તેનું પણ પાલન થાય છે. ૮૪,૦૦,૦૦૦ અલગ પ્રકારના શરીરો હોય છે. કોણ તેમનું પાલન કરે છે? પાલન, ભગવાન, તે એક: એકો બહુનામ યો વિદધાતી કામાન. તે હકીકત છે. તો શા માટે તેઓ આપણું પાલન નહીં કરે? વિશેષ કરીને જે લોકો ભક્તો છે, જેમણે પરમ ભગવાનના ચરણ કમળમાં શરણ લીધી છે, બધુ જ બાજુ પર મૂકીને - ફક્ત તેમની સેવા માટે.

જેમ કે આપણા કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં. આપણે એકસોથી વધુ કેન્દ્રો છે. અને એક કેન્દ્ર... આપણે હમણાં જ નવ ભારત ટાઇમ્સમાથી વાંચી રહ્યા હતા કે કેટલું સરસ રીતે તેનું સંચાલન થઈ રહ્યું છે. પણ આપણને કોઈ કાર્ય નથી. આપણે કોઈ આવકનો સ્ત્રોત નથી. તે એક માત્ર આવકનો સ્ત્રોત છે - કૃષ્ણની શરણ. સમાશ્રિત યે પદ પલ્લવ પ્લવમ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). તેથી શાસ્ત્ર કહે છે કે "તમે કૃષ્ણની શરણ લો." કૃષ્ણ પણ તે સત્ય જ કહેવા માટે આવે છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તેઓ ક્યારેય નથી કહેતા કે "તમે આ કરો અને તે કરો. પછી હું તમારું પાલન કરીશ." ના. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયીશ્યામિ: "હું તમારું ફક્ત પાલન જ નહીં કરું, પણ હું તમને તમારા બધા પાપોના પરિણામમાથી બચાવીશ પણ." તો આટલી ખાત્રી છે. તો શાસ્ત્ર પણ કહે છે, તસ્યૈવ હેતો: પ્રયતેત કોવિદો ન લભ્યતે યદ ભ્રમતામ ઉપરી અધ: (શ્રી.ભા. ૧.૫.૧૮). તસ્યૈવ હેતો: પ્રયતેત કોવિદો: કોવિદ મતલબ બુદ્ધિશાળી, બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિ. તો તેણે શેનો પ્રયાસ કરવો જોઈએ? તસ્યૈવ હેતો: કૃષ્ણના ચરણ કમળનો આશ્રય લેવાનો પ્રયાસ. મનુષ્ય જીવનનો પ્રયાસ માત્ર કૃષ્ણના ચરણ કમળમાં સ્થાન પામવા માટે જ કરવો જોઈએ. તે એક માત્ર કાર્ય હોવું જોઈએ.