GU/Prabhupada 0827 - આચાર્યનું કર્તવ્ય છે શાસ્ત્રની આજ્ઞાને ચીંધવી



The Nectar of Devotion -- Vrndavana, November 5, 1972

તો ચૈતન્ય મહાપ્રભુએ આપણને આપ્યું છે... તે શાસ્ત્રમાં છે. ચૈતન્ય મહાપ્રભુએ ચીંધ્યું છે... આચાર્યનું કાર્ય... શાસ્ત્રમાં દરેક વસ્તુ છે. આચાર્ય કોઈ વસ્તુની શોધ નથી કરતો. તે આચાર્ય નથી. આચાર્ય ફક્ત ચિંધે છે, "અહી તે વસ્તુ છે." જેમ કે રાત્રિના અંધકારમાં આપણે કોઈ વસ્તુ પૂર્ણ રીતે જોઈ ના શકીએ અથવા કોઈ વસ્તુ જોઈ ના શકીએ, પણ, જ્યારે સૂર્યોદય થાય છે, સૂર્યોદય, સૂર્યોદયની અસર છે કે આપણે વસ્તુઓ જેમ છે તેમ જોઈ શકીએ છીએ. વસ્તુઓનું નિર્માણ નથી થતું. તે પહેલેથી જ છે. વસ્તુઓ... ઘરો, નગર અને બધુ જ છે, પણ જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે આપણે બધુ જ સરસ રીતે જોઈ શકીએ છીએ. તેવી જ રીતે, આચાર્ય, અથવા અવતાર, તેઓ કશું નિર્માણ નથી કરતાં. તે ફક્ત આપણને પ્રકાશ આપે છે વસ્તુઓને જોવા માટે જેમ કે તે છે. તો ચૈતન્ય મહાપ્રભુએ બૃહદ નારદીય પુરાણમાથી આ શ્લોક ચીંધ્યો. શ્લોક પહેલેથી જ બૃહદ નારદીય પુરાણમાં છે.

હરેર નામ હરેર નામ હરેર નામ ઈવ કેવલમ
કલૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિર અન્યથા
(ચૈ. ચ. આદિ ૧૭.૨૧)

આ શ્લોક પહેલેથી જ બૃહદ નારદીય પુરાણમાં છે, કલિયુગમાં આપણા કાર્યોનો સંકેત. ચૈતન્ય મહાપ્રભુ, તેમણે ચીંધ્યું. જોકે તેઓ કૃષ્ણ સ્વયમ છે - તેઓ ઘણી બધી વસ્તુઓનું નિર્માણ કરી શક્યા હોત - પણ તેમણે તેવું કર્યું નહીં. તે આચાર્ય છે. આચાર્ય કોઈ નવા પ્રકારના ધર્મની રચના નહીં કરે, હરે કૃષ્ણ મંત્રનો એક નવો શબ્દસમૂહ. તે શક્તિશાળી નથી. જેમ કે... હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/ હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. આ શાસ્ત્રમાં છે. તો તે શક્તિશાળી છે. હવે જો આપણે આ સોળ શબ્દોમાં કઈ ઉમેરીએ અથવા બાદ કરીએ, તો તે મારુ નિર્માણ છે. તેને કોઈ શક્તિ નહીં હોય. તે લોકો તે સમજતા નથી. તે લોકો વિચારે છે કે તે કોઈ નવી પંક્તિનું નિર્માણ કરશે હરે કૃષ્ણમાં ઉમેરીને, પછી તે વ્યક્તિની વિશેષ નોંધ લેવાશે. પણ તે આખી વસ્તુને બગાડે છે. તે છે... તે કોઈ નવી વસ્તુ નથી બનાવતો. તે આખી વસ્તુને બગાડે છે. તો ચૈતન્ય મહાપ્રભુએ તે ક્યારેય ન હતું કર્યું, જોકે તેઓ કૃષ્ણ સ્વયમ છે. તેઓ શાસ્ત્રના મુદ્દા સાથે વળગેલા રહ્યા. કૃષ્ણ, તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેઓ પણ કહે છે: ય: શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય વર્તતે કામ કારત: ન સિદ્ધિમ સાવાપ્નોતી (ભ.ગી. ૧૬.૨૩). તેઓ કહે છે કે કોઈ પણ વ્યક્તિ શાસ્ત્રની આજ્ઞાનો ત્યાગ ના કરી શકે. બ્રહ્મ સૂત્ર પદૈશ ચૈવ હેતુમદભીર વિનિશ્ચિતૈ: (ભ.ગી. ૧૩.૫). કૃષ્ણ કહે છે. તેઓ આપી શકે છે. જે પણ તેઓ કહે છે, તે શાસ્ત્ર છે, તે વેદ છે. પણ છતાં, તેઓ શાસ્ત્રનો સંદર્ભ આપે છે.

તો આચાર્યનું કર્તવ્ય છે શાસ્ત્રની આજ્ઞાને બતાવવી. તે પહેલેથી જ વેદોમાં છે. તેનું કર્તવ્ય છે... જેમ કે ઘણી બધી દવાઓ છે. જો તમે એક દવાની દુકાને જાઓ, બધી જ દવાઓ છે, પણ અનુભવી ડોક્ટર, તે તમને તેવી દવા આપશે કે જે તમારા માટે યોગ્ય છે. તમે કહી ના શકો, "શ્રીમાન, તમે કેમ દવા પસંદ કરો છો? તમે કોઈ પણ શીશી આપી શકો." તે બકવાસ છે. કોઈ પણ નહીં. ચોક્કસ શરીર, એક ચોક્કસ શીશી, અને એક ચોક્કસ દવા જે તમારા માટે યોગ્ય છે, અનુભવી ડોક્ટર તમને આપે છે. તે આચાર્ય છે. તો તમે કહી ના શકો કે "બધી જ દવાઓ છે, જે પણ શીશી હું લઉં, તે ઠીક છે." ના. તે નથી. આ ચાલી રહ્યું છે. યત મત તત પથ. શા માટે યત મત તત પથ? ચોક્કસ મત જે તમારા માટે એક ચોક્કસ સમયે યોગ્ય છે, તેનો સ્વીકાર થવો જોઈએ, બીજા કોઈ મતનો નહીં. તો તેવી જ રીતે, આ યુગમાં, આ કલિયુગમાં. જ્યારે લોકો ટૂંકજીવી છે, જીવનની અવધિ એટલી ટૂંકી છે, તેઓ દુર્ભાગ્યશાળી છે, તેઓ બહુ ધીમા છે, અને તેઓ બિન-અધિકૃત સાધનોના ધાર્મિક સિદ્ધાંતોનું ગ્રહણ કરે છે, તેમણે જીવનમાં ઘણી બધી પરેશાનીઓ છે... તેથી આ યુગ માટે આ ચોક્કસ દવા , જેમ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપવામાં આવી છે:

હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ
કલૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિર અન્યથા
(ચૈ. ચ. આદિ ૧૭.૨૧)

પ્રભુ કહે, ઈહા હઇતે સર્વ સિદ્ધિ હઇબે તોમાર.

તો આપણે ચૈતન્ય મહાપ્રભની શિક્ષા લેવી જોઈએ, તે વિશેષ કરીને આ યુગ, કલિયુગ, માટે અવતરિત થયા હતા. કલૌ સંકીર્તન પ્રાયૈર યજન્તિ હી સુ મેધસ: આ શાસ્ત્રીક આજ્ઞા છે.

કૃષ્ણ વર્ણમ ત્વિષાકૃષ્ણમ
સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ
યજ્ઞૈર સંકીર્તન પ્રાયૈર
યજન્તિ હી સુ મેધસ:
(શ્રી.ભા. ૧૧.૫.૩૨)

આ શાસ્ત્રની આજ્ઞા છે, કે ભગવાનનું આ રૂપ, જે તેમના સંગીઓ સાથે છે... સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ. તો ચૈતન્ય મહાપ્રભુ હમેશા શ્રી અદ્વૈત પ્રભુ, શ્રી નિત્યાનંદ પ્રભુ, શ્રી ગદાધાર પ્રભુ, શ્રી શ્રીવાસ પ્રભુ સાથે હોય છે. તેથી પૂજાની ક્રિયા છે શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદી ગૌર ભક્ત વૃન્દ. તે પૂર્ણ વિધિ છે. ટૂંકો માર્ગ નહીં. જેમ કે તેનો નિર્દેશ છે. આ શ્રીમદ ભગવતમની સલાહ છે. કૃષ્ણ વર્ણમ ત્વિષાકૃષ્ણમ સાંગોપાંગસ્ત્ર... (શ્રી.ભા. ૧૧.૫.૩૨). તો યારે આપણે ભગવાન ચૈતન્યની પૂજા કરવાની છે, આપણે તેમના પાર્ષદો સાથે પૂજા કરીએ છીએ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદી ગૌર ભક્ત વૃન્દ. કોઈ ટૂંકો માર્ગ નહીં. તો તે શાસ્ત્રની આજ્ઞા છે. તો આ યુગમાં પાપમાથી મુક્ત થવા માટે, તે શાસ્ત્રમાં પહેલેથી જ વર્ણિત છે અને સૌથી મોટી સત્તા, શ્રી ચૈતન્ય મહાપ્રભુ, દ્વારા પુષ્ટિ થયેલી છે. ચેતો દર્પણ માર્જનમ ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨, શિક્ષાષ્ટકમ ૧). તો આપણે બધાએ આ મહા મંત્રનો સ્વીકાર કરવો જોઈએ, જપ કરવો જોઈએ

હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે

આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.