GU/Prabhupada 0833 - કૃષ્ણ, વૈષ્ણવ, ગુરુ અને અગ્નિની સમક્ષ સન્યાસી તરીકે સેવા આપવાની પ્રતિજ્ઞા



Sannyasa Initiation -- Bombay, November 18, 1975

આપણા સન્યાસીઓ, તેઓ બહુ જ પરિશ્રમ કરે છે, પ્રચાર કરે છે, તેઓ ધન એકત્ર કરે છે - પણ એક કોડી પણ પોતાને માટે નહીં. સૌ પ્રથમ, બ્રહ્મચારીને પ્રશિક્ષણ આપવામાં આવે છે. બ્રહ્મચારી ગુરુકુલે વસન દાંતો ગુરોર હિતમ (શ્રી.ભા. ૭.૧૨.૧). બ્રહ્મચારીને પ્રશિક્ષણ આપવામાં આવે છે ગુરુના સ્થળે રહેવા ગુરુના લાભ માટે. તે જ સિદ્ધાંત, જ્યારે તે પરિપક્વ થાય છે, અને જ્યારે તે તેનું જીવન કૃષ્ણના લાભ માટે સમર્પિત કરે છે...

કૃષ્ણનો લાભ મતલબ આખી દુનિયાનો લાભ. કૃષ્ણ ઈચ્છે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). એક સન્યાસીએ બારણે બારણે જવું જોઈએ. મહદ વિચલનમ નૃણામ ગૃહીણામ દિન ચેતસામ (શ્રી.ભા. ૧૦.૮.૪). એક સન્યાસીને મહાત્મા કહેવાય છે. શા માટે તે મહાત્મા છે? કારણકે તેની આત્મા વિશાળ છે. ગૃહિણામ દિન ચેતસામ. મહદ વિચલનમ. મહાત્મા દેશથી દેશ, બારણેથી બારણે ભ્રમણ કરે છે - મહદ વિચલનમ નૃણામ ગૃહિણામ - વિશેષ કરીને ગૃહસ્થો માટે, દિન ચેતસામ, જેની ચેતના અથવા મન ખૂબ જ પાંગળું છે. તે લોકો દિન ચેતસામ છે. બધા ભૌતિકવાદી વ્યક્તિઓ, તેઓ ફક્ત ઇન્દ્રિય ભોગ કરવામાં રુચિ ધરાવે છે; તેથી તેમને દિન ચેતસામ કહેવામા આવે છે, પાંગળા-મન વાળા. તેમને બીજો કોઈ ખ્યાલ હોતો નથી. તો તેમને પ્રકાશિત કરવા તે સન્યાસીનું કર્તવ્ય છે બારણે બારણે જવું, દેશથી દેશ જવું, ફક્ત તેમને જીવનનું લક્ષ્ય શીખવાડવા માટે. તે ભારતમાં હજુ ચાલી રહ્યું છે. છતાં, જો એક સન્યાસી ગામમાં જાય, લોકો તેને આમંત્રણ આપવા આવશે, તેને સાંભળવા આવશે.

તો તમે આ સેવા કરવાની પ્રતિજ્ઞા કરી રહ્યા છો કૃષ્ણની સામે, વૈષ્ણવની સામે, ગુરુની સામે અને અગ્નિની સામે. તો તમે ખૂબ જ સાવચેત રહેજો કે તમારું કર્તવ્ય ભૂલી ના જાઓ. તમારી પાસે સારી તક છે. તમે આ વ્યક્તિઓના ઉદ્ધાર માટે આફ્રિકા જઈ રહ્યા છો. શુકદેવ ગોસ્વામી કહે છે, કિરાત હુણાન્ધ્ર પુલિન્દ્ર પુલ્કશા આભીર શુંભા યવના: ખસાદય: યે અન્યે ચ પાપા (શ્રી.ભા. ૨.૪.૧૮). આ વર્ગના માણસોને ખૂબ જ પતિત ગણવામાં આવે છે, કિરાટ, કાળા માણસો. તેમને નિષાદ કહેવામા આવે છે. નિષાદ રાજા વેનથી જન્મ્યા હતા. તો તેમને ચોરી કરવાની આદત છે; તેથી તેમને એક અલગ સ્થળ આપવામાં આવ્યું છે, આફ્રિકન જંગલો. તે ભાગવતમમાં છે. તો... પણ દરેક વ્યક્તિનો ઉદ્ધાર થઈ શકે છે. કિરાત હુણાન્ધ્ર પુલિન્દ્ર પુલ્કશા આભીર શુંભા યવના: ખસાદય: યે અન્યે ચ પાપા (શ્રી.ભા. ૨.૪.૧૮). આને પાપમય જીવન તરીકે ઓળખવામાં આવે છે. પણ શુકદેવ ગોસ્વામી કહે છે, "બીજા હોઈ શકે છે જે અહી વર્ણિત નથી." યે અન્યે ચ પાપા યાદ અપાશ્રયાશ્રયા: "જો તે લોકો વૈષ્ણવની શરણ ગ્રહણ કરે," શુદ્ધયંતી, "તેઓ શુદ્ધ થાય છે."

તો તમારે બહુ જ ચુસ્ત વૈષ્ણવ બનવું પડે; પછી તમે તેમનો ઉદ્ધાર કરી શકશો. શુદ્ધયંતી. કેવી રીતે તેઓ શુદ્ધ થઈ શકે બીજો જન્મ લીધા વગર? હા. પ્રભવીષ્ણવે નમ: કારણકે વૈષ્ણવ તેમનો ઉદ્ધાર કરવાનો છે, વિષ્ણુની શક્તિથી તેઓ અધિકૃત બને છે. તો વ્યાવહારિક રીતે આપણે જોયું છે છેલ્લી વખતે જ્યારે હું નૈરોબી ગયો હતો, ઘણા બધા, આ આફ્રિકનો, તેઓ બહુ જ સરસ રીતે પ્રગતિ કરી રહ્યા હતા. તેઓ ઘણા સારા પ્રશ્નો પૂછી રહ્યા હતા. તેઓ નીતિ નિયમોનું પાલન કરી રહ્યા હતા. તો આફ્રિકન લોકો, તેઓ એટલા બધા સભ્ય નથી, ભગવાનને ભૂલી જવા માટે. પણ જો તેમ ગંભીર પ્રયાસ કરશો અને જો તમે તમારા પ્રયાસથી એક વ્યક્તિને પણ મુક્ત કરી શકશો, તો તરત જ તમે કૃષ્ણ દ્વારા નોંધનીય બની જશો. ન ચ તસ્માન મનુષ્યેશુ કશ્ચિન મે પ્રિય કૃત્તમ: (ભ.ગી. ૧૮.૬૯). આ કૃષ્ણ દ્વારા માન્ય થવાનો સૌથી ઝડપી રસ્તો છે, પ્રચાર કાર્ય દ્વારા.