GU/Prabhupada 0851 - ચવાયેલાને ફરીથી ચાવવું. આ ભૌતિક જીવન છે750306 - Lecture SB 02.02.06 - New York

નિતાઈ: “આ રીતે સ્થિર થઈને, પોતાની શક્તિથી દરેકના હ્રદયમાં સ્થિત પરમાત્માની સેવા કરવી જોઈએ” કારણકે તે સર્વશક્તિમાન પુરુષોત્તમ ભગવાન છે, શાશ્વત અને અનંત, તે જીવનનું અંતિમ લક્ષ્ય છે, અને તેમની ભક્તિ કરીને આ બધ્ધ સ્થિતિમાથી છૂટકારો મેળવી શકાય છે.”

પ્રભુપાદ:

એવમ સ્વ-ચિત્તે સ્વત સિદ્ધ
આત્મા પ્રિયો અર્થો ભગવાન અનંતઃ
તમ નિર્વૃતો નિયતાર્થો ભજેત
સંસાર-હેતુપરમાશ્ચ ચ યત્ર
(શ્રી.ભા. ૨.૨.૬)

તો ગઈ કાલે રાત્રે આપણે ચર્ચા કરતાં હતા કે કેમ કોઈએ પોતાના ગુજરાનની ફિકર કરવી જોઈએ અને એવા માણસ પાસે જઈને ભિક્ષા માંગી જોઈએ જેને તેની સંપત્તિનું ખૂબ અભિમાન હોય. તે તેની ગુજરાનની વ્યવસ્થા કરી શકે છે. જીવનની સ્થિતિ છે આહાર-નિદ્રા-ભય-મૈથુનમ (હિતોપદેશ ૨૫). જ્યાં સુધી કોઈ જીવનની સન્યાસ અવસ્થા માં છે, તો... તેને સૌ પ્રથમ મૈથુનજીવન અને ભયની સ્થિતિનો ત્યાગ કરવો જોઈએ. તે સન્યાસ છે. જેમ કે અહી ઘણા બ્રહ્મચારિઓ, સન્યાસીઓ છે. તે લોકો ત્યાગની સ્થિતિમાં હોવા જોઈએ, ખાસ કરીને સન્યાસી, અને વાનપ્રસ્થ, બ્રહ્મચારી. સન્યાસ. પ્રથમ સન્યાસ ઇંદ્રિયતૃપ્તિનો ત્યાગ છે. એટલા માટે સન્યાસ અવસ્થાનો મનુષ્ય સ્વામી કહેવાય છે. સ્વામી મતલબ માલિક. અથવા ગોસ્વામી. તો, ગો મતલબ “ઇન્દ્રિયો” અને સ્વામિ મતલબ “માલિક”. એ કે જે ઇંદ્રિઓનો માલિક બની ગયો છે, તે ગોસ્વામી કે સ્વામી છે. નહિતો, જો કોઈ ઇંદ્રિયોનો સેવક છે, તો તે કેવી રીતે સ્વામી કે ગોસ્વામી બની શકે? દરેક શબ્દનો અર્થ હોય છે. તો સન્યાસ લેવો પડે. આ ભૌતિક જીવન છે. ભૌતિક જીવન એટલે બધા ઇંદ્રિયતૃપ્તિમાં સંલગ્ન છે, અને તેને માનવસંસ્કૃતિનો વિકાસ ગણવામાં આવે છે. એજ ઇંદ્રિયતૃપ્તિ બીજી રીતે, તેજ નશાખોરી, તેજ માંસાહાર, તેજ મૈથુનજીવન; ક્યાં તો ક્લબમાં જાઓ કે નગ્ન ક્લબમાં કે પેલી ક્લબમાં. તેથી આચરણ તે જ છે. પુનઃ પુનસ ચર્વિતા-ચરવાનાનામ (શ્રી.ભા. ૭.૫.૩૦), ચાવેલાને ફરીથી ચાવવું. આ ભૌતિક જીવન છે.

તો સન્યાસ અવસ્થા મતલબ બંધ કરવું, બંધ કરવું, ઓછામાં ઓછું ઇંદ્રિયતૃપ્તિ. તે સન્યાસ અવસ્થા છે. અને સન્યાસ અવસ્થામાં રહ્યા વગર તમે અધ્યાત્મિક જગત ના જઈ શકો. જેમ કે, તમારો હાથ છે, તમારી પાસે કઈક છે તમારા હાથમાં જે વધારે સારું નથી, અને તમારે કઈ વધારે સારું લેવું છે, તો તમારે તે ફેંકવું પડે અને સારી વસ્તુ લેવી લડે. તમે બંને ના રાખી શકો. તે શક્ય નથી. તેથી, ભૌતિક જીવન અને અધ્યાત્મિક જીવન વચ્ચે શું તફાવત છે? ભૌતિક જીવન મતલબ મુશ્કેલીઓથી ભરપૂર, દરેક ડગ પર. પદમ પદમ યદ વિપદામ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). બસ ભયજનક. આપણે ખૂબ સરસ રીતે, આરામથી, એક કેડીલેક ગાડી કે મોટર ગાડી માં સફર કરીએ છે, પણ આપણે ખતરાની સવારી કરીએ છે, બસ એટલું જ. આપણે સવારી કરીએ છે; કોઈ પણ ક્ષણે ગાડી અથડાઇ શકે છે, ખાસ કરીને તમારા દેશમાં. કોઈ પણ ક્ષણે. તો શું મારે ઘરે બેસી રહેવું? ના. ઘરે પણ ઘણા બધા સંકટો છે. આપણે સંકટમાં છીએ. આને માનવસંસ્કૃતિનો વિકાસ કહે છે. પશુઓ, તેઓ કુદરતની સુરક્ષા પર નિર્ભર છે. પણ આપણે મનુષ્યો છીએ, આપણે આપની ઉચ્ચ ચેતના, ઉચ્ચ બુધ્ધિનો ઉપયોગ કરીએ છીએ – તે જ રીતે. રશિયા એ હથિયાર, શું કહેવાય, એટમ બોમ્બ બનાવી રહ્યું છે.તો...

ભક્ત: પરમાણુ હથિયારો.

પ્રભુપાદ: પરમાણુ, હા. અને અમેરિકા પણ કોશિશ કરી રહ્યું છે. અને બિલાડી અને કૂતરો, તેઓ નખ અને દાંતથી રક્ષા કરવાની કોશિશ કરી રહ્યા છે. તો સાચો પ્રશ્ન રક્ષણનો છે. તો રક્ષણ છે... એવું નથી કે કારણકે આપની પાસે સારું જીવન છે બિલાડી અને કુતરા કરતાં, તો આપણે રક્ષણ નહીં કરવું પડે. આપણે રક્ષણ તો કરવું જ પડશે. આ છે... પણ સારી રીતે. સારી રીતે નહીં – છેવટે, આપણે મરવું તો પડશે જ. તો કઈ વાંધો નહીં, આપણે સમજીએ છીએ કે આ સારો માર્ગ છે રક્ષણ નો.