GU/Prabhupada 0863 - તમે માંસ ખાઈ શકો છો, પણ તમે તમારા પિતા અને માતાની હત્યા કરીને માંસ ના ખાઈ શકો750521 - Conversation - Melbourne

નિર્દેશક: તમારો જવાબ શું છે કે આટલા ઓછા ટકા વસ્તી, જનસંખ્યાની નાની ટકાવારી, આ તત્વજ્ઞાન સ્વીકારે છે કે...

પ્રભુપાદ: ના. નાની ટકાવારી, જેમ કે... આકાશમાં ઘણા બધા તારા છે, અને એક જ ચંદ્ર છે. ટકાવારીમાં ચંદ્ર કઈ નથી. જો આપણે તારાઓની ટકાવારી લઈએ, તો ચંદ્ર કઈ નથી. પણ ચંદ્ર વધારે મહત્વપૂર્ણ છે બધા બકવાસ તારાઓ કરતાં (હાસ્ય) પણ જો તમે ટકાવારી લો, તેની પાસે કોઈ પ્રતિશત મત નથી. પણ કારણકે ચંદ્ર એક છે, તે બધા બદમાશ તારાઓ કરતાં વધારે મહત્વપૂર્ણ છે. આ ઉદાહરણ છે. ચંદ્રની હાજરીમાં તારાઓની ટકાવારી લેવાનો શું ફાયદો? એક જ ચંદ્ર રહેવા દો, તે પર્યાપ્ત છે. ટકાવારીનો કોઈ પ્રશ્ન જ ન આથી. એક આદર્શ માણસ. જેમ કે ખ્રિસ્તી જગતમાં, એક આદર્શ પ્રભુ ઈશુ ખ્રિસ્ત.

નિર્દેશક: તમે શું વિચારો છો માઓ ત્સે તુંગ વિષે?

પ્રભુપાદ: હું? એ કોણ છે?

અમોઘ: તેઓ કહે છે કે તમે માઓ ત્સે તુંગ વિષે શું વિચારો છો?

નિર્દેશક: ચીનમાં તે આદર્શ પુરુષ છે.

અમોઘ: તે એક સામ્યવાદી છે.

પ્રભુપાદ: તેનો આદર્શ ઠીક છે.

નિર્દેશક: ચીનમાં, તે...

પ્રભુપાદ: તેઓનો આદર્શ, સામ્યવાદી ખ્યાલ, કે બધા ખુશ હોવા જોઈએ, તે સારો ખ્યાલ છે. પણ તેમને તે પણ ખ્યાલ નથી કે કેવી રીતે... જેમ કે તેઓ રાજયમાં મનુષ્યોની દેખભાળ કરી રહ્યા છે, પણ તેઓ ગરીબ પશુઓને કતલખાને મોકલી રહ્યા છે. કારણકે તેઓ નાસ્તિક છે, તેઓ જાણતા નથી કે પશુ પણ એક જીવ છે અને મનુષ્ય પણ એક જીવ છે. તેથી મનુષ્યની જીભના સંતોષ માટે પશુનું ગળું કાપો. તે દોષ છે. પંડિતા સમદર્શીના (ભ.ગી. ૫.૧૮) જે પંડિત છે, તે બધાને એક સમાન છે. તે પંડિત છે. "હું મારા ભાઈની કાળજી રાખીશ અને તને હું મારીશ," તે યોગ્ય નથી. તે ચાલી રહ્યું છે, બધેજ. રાષ્ટ્રવાદ. રાષ્ટ્ર... રાષ્ટ્રીયનો મતલબ તે કે જેણે તે ભૂમિ પર જન્મ લીધો હોય. પણ પશુ, ગરીબ પશું, કારણકે તેઓ કઈ વિરોધ ના કરી શકે, તેમને કતલખાને મોકલો. અને જો આદર્શ માણસો હોત, તો તેમણે વિરોધ કર્યો હોત. "ઓહ, તમે આ કેમ કરી રહ્યા છો? તેમને પણ જીવવા દો. તમે પણ જીવો. ફક્ત ખાદ્ય અન્ન ઉત્પન્ન કરો. પશુ પણ લે છે, તમે પણ લઈ શકો છો. તમે પશુ કેમ ખાઓ છો?" તેની ભગવદ ગીતામાં ભલામણ કરેલી છે.

નિર્દેશક: પણ જ્યારે શિયાળો લાંબો હોય છે, ત્યારે લોકોને પશુની હત્યા કરવી પડે છે શિયાળામાં કઈક ખાવા માટે.

પ્રભુપાદ: ઠીક છે, પણ તમારે... હું ભારત કે યુરોપ માટે વાત નથી કરી રહ્યો. હું સંપૂર્ણ મનુષ્ય સમાજને કહી રહ્યો છું. જરા સમજવાનો પ્રયાસ કરો.

નિર્દેશક: લોકોએ માંસ ખાવાની શરૂઆત કરી કારણકે શિયાળામાં તેમની પાસે ખાવા માટે કશું હતું નહીં.

પ્રભુપાદ: ના, તમે માંસ ખાઈ શકો છો, પણ તમે તમારા માતા અને પિતાની હત્યા કરી ને માંસ ખાઈ ના શકો. તે માનવ ભાવના છે. તમે ગાયનું દૂધ પીઓ છો, તે તમારી માતા છે. તમે દૂધ પીઓ છો, કે ઓસ્ટ્રેલિયામાં તેઓ ખૂબ દૂધનું ઉત્પાદન કરે છે, માખણ અને બધુ. અને પછી તે સમાપ્ત થઈ ગયા પછી, ગળું કાપો અને ધંધો કરો, બીજા દેશોને મોકલો. આ બકવાસ શું છે? શું તે માનવતા છે? તમને લાગે છે?

નિર્દેશક: ઠીક છે, બસો વર્ષ પહેલા, શિયાળામાં જીવવા માટે લોકોને મારવા પડતાં...

પ્રભુપાદ: ના, ના. તમારી માતાનું દૂધ લો. તમારી માતાનું દૂધ લો, અને જ્યારે માતા દૂધ ના આપી શકે, તેની હત્યા કરો. આ શું છે? આ માનવતા છે? અને પ્રકૃતિ બહુ બળવાન છે, આ અન્યાય માટે, પાપ માટે, તમારે ભોગવવું પડશે. તમારે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. તો યુદ્ધો થશે, અને થોકબંધ હત્યા થશે. પ્રકૃતિ આ સહન નહી કરે. તે લોકો ને આ બધુ ખબર નથી, કેવી રીતે પ્રકૃતિ કામ કરે છે, કેવી રીતે ભગવાન સંભાળે છે. તે લોકો ભગવાનને ઓળખતા નથી. તે સમાજની ખામી છે. તે લોકો દરકાર નથી કરતાં કે ભગવાન શું છે. "અમે વૈજ્ઞાનિકો છીએ. અમે બધુ કરી શકીએ છીએ." તમે શું કરી શકો છો? શું તમે મૃત્યુ અટકાવી શકો છો? પ્રકૃતિ કહે છે, "તમારે મરવું જ પડશે. તમે પ્રોફેસર આઈન્સ્ટાઇન છો, તે ઠીક છે. તમારે મરવું જ પડશે." કેમ આઈન્સ્ટાઇન કે બીજા વૈજ્ઞાનિકો, તેઓ કોઈ દવા કે પધ્ધતિની શોધ નથી કરતાં, "ના, ના, આપણે મરવું નથી?" તો આ સમાજ ની ખામી છે. તે લોકો સંપૂર્ણપણે પ્રકૃતિના તાબા હેઠળ છે, અને તેઓ સ્વતંત્રતાની ઘોષણા કરે છે. અજ્ઞાન. અજ્ઞાન. તો અમે તેને સુધારવા માંગીએ છીએ.

નિર્દેશક: ઠીક છે, હું નિશ્ચિત રૂપે તમને શુભકામનાઓ આપું છું.

પ્રભુપાદ: હમ્મ?

નિર્દેશક: હું તમને શુભકામનાઓ આપું છું.

પ્રભુપાદ: હમ્મ, ધન્યવાદ.

નિર્દેશક: સમાજના સેવક હોવાને કારણે તમે સમાજને સુધારો.

પ્રભુપાદ: તો કૃપા કરીને અમારો સહયોગ આપો. આ છે... તત્વજ્ઞાન સમજવાની કોશિશ કરો, અને તમને આશ્ચર્ય થશે કે આ તત્વજ્ઞાન કેટલું સરસ છે.

નિર્દેશક: મને વિશ્વાસ છે.

પ્રભુપાદ: હા. તો અમે ટકાવારી નથી ગણતાં. વ્યક્તિગત રૂપે આદર્શ માણસ બનવા દો. તે જ ઉદાહરણ: તારાઓ અને ચંદ્રની સરખામણીમાં કોઈ ટકાવારી નથી. ટકાવારી શું છે? લાખો તારાઓ છે. તે છે... ટકાવારી શું છે, એક લાખ? વ્યાવહારિક રીતે શૂન્ય ટકાવારી. પણ છતાં, કારણકે તે ચંદ્ર છે, તે આ બધા નાના ચંદ્ર કરતાં વધારે પર્યાપ્ત છે. તો ચંદ્ર ઉત્પાદન કરો.

નિર્દેશક: હા, પણ ચંદ્ર મોટો છે, અને તમે તેને પહેચાની શકો છો, પણ બીજો માણસ, ફક્ત બીજો તારો...

પ્રભુપાદ: ના, તે ઠીક છે. તમે જો ચંદ્ર જેટલો જ સરસ ના બનાવી શકો...

નિર્દેશક: માફ કરજો?

પ્રભુપાદ: તો ના બનાવી શકો, પણ તે શક્ય છે જો તેઓ આદર્શ માણસ હશે તો.

નિર્દેશક: સરખામણી રસસ્પદ છે, પણ એક માણસ તમને પૂછે, તમે ફક્ત મારા જેવા માણસ છો, કેવી રીતે, તમે જાણો છો... આ ફક્ત એક તારો નથી, કે તમારો મત, જેમ કે મે...

પ્રભુપાદ: ના, જો તમે આ વિધિને મંજૂરી આપો તો તમે ઘણી રીતે સહયોગ આપી શકો છો. સૌ પ્રથમ તમારે જોવું પડે કે આ વિધિ શું છે, કૃષ્ણ ભાવનામૃત આંદોલન. કે અમે તમારી સેવા કરવા તૈયાર છીએ, તમને મનાવવા માટે, આ આંદોલનનો પ્રથમ શ્રેણીનો સ્વભાવ. હવે જો તમે આશ્વસ્ત છો, સહયોગ કરવાનો પ્રયાસ કરો. અને બીજા નેતાઓને પ્રેરિત કરો. તમે પણ નેતાઓમાથી એક છો. યદ યદ આચરતી શ્રેષ્ઠસ તદ તદ એવેતરો જનાઃ (ભ.ગી. ૩.૨૧) જો આ સમાજના નેતાઓ આ આંદોલન પ્રત્યે દયાળુ બનશે, બીજા આપમેળે કહેશે, "ઓહ, આપના નેતા, આપણા મંત્રી આને સમર્થન આપી રહ્યા છે."