GU/Prabhupada 0866 - બધુજ મરી જશે - વૃક્ષો, છોડો, પશુઓ - બધુજ



750520 - Morning Walk - Melbourne

હરિ-સૌરી: શ્રીલ પ્રભુપાદ, જો મનુષ્ય જીવન દેવતાનોની તુલનમાં નગણ્ય છે, પણ છતાં, તે ઘણું ઇચ્છિત છે, આ મનુષ્ય જીવન, દેવતાઓ દ્વારા પણ?

પ્રભુપાદ: હા, કારણકે મનુષ્ય જીવનમાં ભગવાનને જાણવાનો સુંદર અવસર છે. જેમકે પાશ્ચાત્ય દેશો અને ભારતમાં અંતર. ભારત, ઘણો ઝડપી મોકો છે ભગવતપ્રાપ્તિનો વાતાવરણ ખૂબ સુંદર છે. તો આ ગ્રહ સરસ છે ભગવાનની પ્રાપ્તિ માટે, અને સૌથી સરસ જગ્યા છે ભારત.

હરિ-સૌરી: આપણા મંદિરો, તેમાં પણ તેજ વાતાવરણ હોવાનું માની શકાય?

પ્રભુપાદ: ઓહ, હા.

હરિ-સૌરી: ભારતના પવિત્ર સ્થાનો જેટલા જ શક્તિશાળી?

પ્રભુપાદ: ઓહ, હા. તમે આ ગ્રહના કોઈ પણ સ્થળે તે શક્તિ બનાવી શકો છો.

ભક્ત: શ્રીલ પ્રભુપાદ, તમે ગઈ કાલે કહેતા હતા કે વર્ષા, વર્ષા દ્વારા બધી સારી વસ્તુઓ આવે છે, અને વર્ષા સારા યજ્ઞ મારફતે આવે છે. તો આ ગ્રહમાં બધાજ માંસાહાર કરે છે, કે આ દેશમાં બધા પાપમાય કાર્યો કરે છે.

પ્રભુપાદ: તેથી તે ઘટી રહી છે. જેટલા તમે વધારે પાપી બનશો, વર્ષા તેટલી ઘટશે.

ભક્ત: તો તે અત્યારે ઘટી રહી છે.

પ્રભુપાદ: હા. અને અંતિમ સમયમાં, કોઈ વર્ષા નહીં હોય. પછી આ સમસ્ત ગ્રહ આગથી બળશે. તે વિનાશની શરૂઆત હશે. બધુ જ મરી જશે - બધા વૃક્ષો, છોડો, પશુઓ, બધુજ. તે આગ દ્વારા રાખ બની જશે. અને કોઈ વર્ષા નહીં થાય, અને રાખ ઓગળશે, અને સમસ્ત બ્રહ્માણ્ડ સમાપ્ત થઈ જશે.

ભક્ત (૨): મે પણ વાંચ્યું છે, શ્રીલ પ્રભુપાદ, કે મહારાજ યુધિષ્ઠિરના સમયમાં, ફક્ત રાત્રેજ વર્ષા થતી. શું આ સાચું છે?

પ્રભુપાદ: રાત્રે?

ભક્ત (૨): વર્ષા રાત્રેજ થતી જેથી...

પ્રભુપાદ: ના. કોણે કીધું રાત્રે?

શ્રુતકીર્તિ: કૃષ્ણ પુસ્તકમાં લખ્યું છે કે સાંજે વર્ષા થતી.

ભક્ત (૨): જેથી નિવસિયોની દિવસની ગતિવિધિઓમાં પરેશાની ના થાય.

પ્રભુપાદ: હા, રસ્તો છે. જો રાત્રે વર્ષા થાય અને દિવસે સૂર્યપ્રકાશ હોય, તો ભૂમિ ખૂબ ફળદ્રુપ બને. હા. બંગાળમાં એક કહેવત છે, દિને જલ રાત્રે તારા સેઈ જન્મે સુખ ધારા(?) જો દિવસે ધોધમાર વર્ષા થાય અને રાત્રે તમે તારા જુઓ, તો તમારે જાણવું જોઈએ કે વર્ષા ઓછી થશે. વર્ષની અછત અને ખાદ્ય અન્નની અછત. સૌથી સારી વસ્તુ કે રાત્રે ખૂબ વર્ષા થાય, અને દિવસે સૂર્યપ્રકાશ હોવો જોઈએ. તો ભૂમિ ખૂબ ઉપજાઉ બનશે.