GU/Prabhupada 0868 - અમે જીવનની આ ભયાનક સ્થિતિથી બચી રહ્યા છીએ. તમે ખુશીથી બચી રહ્યા છો.750629 - Morning Walk - Denver

પ્રભુપાદ: આપણે નિર્માણ નથી કરવાના. શું તે છટકબારી છે, કે તે બુદ્ધિ છે, કે "તમે સખત પરિશ્રમ કરો અને મને આપો. આપણે આનંદ લઈશું"? આ બુદ્ધિ છે; તે બચાવ કે છટકબારી નથી. તે ચાલી રહ્યું છે. મૂડીવાદીઓ, તેઓ આ ધૂર્તોને, ગધેડાઓને, કારખાનાઓમાં રોકી રહ્યા છે, અને તેઓ જીવન માણી રહ્યા છે. તે બુદ્ધિ છે. તેઓ છટકી નથી રહ્યા. તમને હરણ અને શિયાળની વાર્તા ખબર છે? (હસતાં હસતાં) શિયાળ પાણીમાં પડી ગયું. તો ત્યાથી..., બહાર આવી શકતું ન હતું. તો એક શિયાળ આવ્યું. "શું છે...?" "ઓહ, આ સરસ છે. હું નાચી રહ્યો છું. તમે જોયું? તે ખૂબ સરસ છે." તે પણ પડી ગયું. જેવુ તે પડી ગયું, તે તેના માથા પર ચડી ગયું અને બહાર આવી ગયું. તો તે બુદ્ધિ છે, કે "આ ધૂર્તને સખત પરિશ્રમ કરવા દો અને મારા માટે સરસ ઉદ્યાન બનાવવા દો, અને અમે તેનો ફાયદો ઉઠાવીશું." આ બુદ્ધિ છે. અને તેને અજગર-વૃતિ કહેવાય છે. અજગર-વૃતિ. અજગર મતલબ... મોટા સાપને અજગર કહેવાય છે. તો આ ઉંદર, તેઓ દર બનાવે છે અને ત્યાં રહેવા માંગે છે. અને તેઓ આરામથી રહે છે. તેટલા સમયમાં, અજગર આવે છે. તે ઉંદરને ખાઈ જાય છે અને આરામથી રહે છે. તો આ અજગર-વૃતિ છે. તમે દરમાં આરામથી રહેવા માટે કામ કરો, પણ અમે ઘરની માલિકી લઈ લઈશું અને આરામથી રહીશું. (વિરામ) લોસ એંજલિસ, દુકાનદારો, તેઓ આપણાં માણસોને પૂછે છે કે "તમે કામ નથી કરતાં. તમે આટલા આરામથી રહો છો. અને આટલા સખત પરિશ્રમ કર્યા છતાય અમે આરામથી નથી રહી શકતા." અને જેવુ અમે કહીયે કે "તમે પણ આવો અને જોડાવો," તેઓ નહીં કરે. "ના, અમે આવી રીતે કામ જ કરીશું." અમે બધાને કહીયે છીએ, "અહી આવો," પણ તે નહીં આવે. અને, તેઓ ઈર્ષા કરે છે. તેથી તેઓ ભાગી રહ્યા છે, કે "તેઓ બીજાની મહેનત પર આટલા આરામથી રહે છે." તે તેમની ઈર્ષા છે. તેઓ જુએ છે, "તેમની પાસે ઘણી બધી મોટરગાડીઓ છે, તેમના ચેહરા તેજસ્વી છે, તેઓ સરસરીતે ભોજન કરે છે, અને તેમની કોઈ સમસ્યા નથી." તો તેઓ ઈર્ષા કરે છે.

હરિકેશ: તેઓ તરતજ કરે જો તેમને ખબર હોય કેવી રીતે.

પ્રભુપાદ: હે?

હરિકેશ: જો તેમને ખબર હોય કેવી રીતે, તો તેઓ પણ તરત જ કરે.

પ્રભુપાદ: ના, આપણે તેમણે આમંત્રણ આપીએ છીએ, "અહી આવો." તેઓ કેમ નથી આવતા? અને તે તેમના માટે મુશ્કેલ છે. હરે કૃષ્ણ જપ કરવો અને નાચવું, ઓહ, તે બહુ મોટું, ભારે કાર્ય છે તેમના માટે. તેઓ નહી આવે. સૌથી અઘરી વસ્તુ તે છે કે જેવા તેઓ આવશે અને તેઓ જાણશે કે કોઈ ચા નથી, દારૂ નહીં, માંસ નહીં, સિગારેટ નહીં, "ઓહ, આટલી બધી ના? ઓહ." પેલા ડ્રાફ્ટ માણસે કીધું? એક ડ્રાફ્ટ માણસ આવેલો પૂછવા માટે કે થોડાક છોકરાઓ, ડ્રાફ્ટ કોલથી બચવા માટે, તેઓ હરે કૃષ્ણ આંદોલનમાં જોડાઈ ગયા. "તો અહી શું આરામ છે? તેઓ જોડાયા ત્યાં જવા કરતાં..." તો જ્યારે તેણે અભ્યાસ કર્યો કે કોઈ માંસ નથી, કોઈ દારૂ નહીં, કોઈ ધૂમ્રપાન નથી, કોઈ જુગાર નથી, તો તેણે કહ્યું, "આ તો વધારે અઘરું છે. તો પણ, તેઓ આવે છે." આ તો લડવા કરતાં પણ અઘરું છે. તો કેટલું અદ્ભુત છે. વાસ્તવિક રીતે, કર્મીઓ માટે તે ઘણું અઘરું કાર્ય છે. લોર્ડ ઝેટલેંડ સુદ્ધાં, તેમણે કહ્યું, "ઓહ, આ કરવું અશક્ય છે." અને ખરેખર, તે અશક્ય છે. તે આરાધના છે ડૉ... પ્રોફેસર જુડાહ ની, કે "આ ડ્રગના બંધાણી છોકરાઓ, કેવી રીતે તેઓ કૃષ્ણ ભાવનભાવિત થઈ ગયા? તે કેટલી અદ્ભુત વસ્તુ છે. તમે કહી શકો છે કે "અમે આ જીવનની ભયાનક સ્થિતિમાથી બચી રહ્યા છીએ: માંસાહાર, દારૂ અને ધૂમ્રપાન." અમે આમથી બચી રહ્યા છીએ, ખુશીમાંથી નહીં. તમે ખુશીમાંથી બચી રહ્યા છો. હરે રામ હરે રામ...

સતસ્વરૂપ: મનોવૈજ્ઞાનિક કહે છે કે અસલી જવાબદારી છે કે સેક્સ જીવનનો આનંદ માણવો, અને તે, તે રીતે, આપણે...

પ્રભુપાદ: પણ ભૂંડ પણ આનંદ લે છે. તો પછી તમારામાં અને ભૂંડમાં અંતર શું છે? તે પણ બીના રોક ટોક આનંદ માણે છે. બિલાડીઓ અને કુતરાઓ પણ માણે છે. તો પછી મનુષ્ય, સભ્ય માણસ, બનવાનો ફાયદો શું છે? આનંદ ભૂંડના જીવનમાં છે, વધુ સારી રીતે. તમને તો પણ થોડો વિવેક છે, "અહિયાં મારી બહેન છે, અહિયાં મારી માતા છે, અહિયાં મારી પુત્રી છે," પણ ત્યાં કોઈ આવો ભેદભાવ નથી. તમે જીવનને માણો અને ભૂંડ બનો, અને તે પ્રતિક્ષા કરે છે, તમારું આગલું જીવન.