GU/Prabhupada 0872 - એ જરૂરી છે કે માનવ સમાજને ચાર વિભાગોમાં વહેંચવામાં આવે750519 - Lecture SB - Melbourne

તો અત્યારના સમયમાં, વ્યાવહારિક રીતે કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ વૈશ્ય નથી, ફક્ત શુદ્ર, ચોથા વર્ગના મનુષ્યો. તો તમે ચોથા વર્ગના મનુષ્યો દ્વારા દોરાઈને કોઈ ખુશીની આશા રાખી ના શકો. તે શક્ય નથી. તેથી સમસ્ત દુનિયામાં અરાજકતા છે. કોઈ ખુશ નથી. તો એ જરૂરી છે કે માનવ સમાજને ચાર વિભાગોમાં વહેંચવામાં આવે બ્રાહ્મણ વર્ગ મતલબ પ્રથમ વર્ગના આદર્શ પુરુષો, કે જેમનું ચરિત્ર, જેમનું આચરણ જોઈને બીજા અનુસરણ કરવાની કોશિશ કરશે. યદ યદ આચરતી શ્રેષ્ઠ: (ભ.ગી. ૩.૨૧) તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ આપણે અમુક પ્રથમ વર્ગના મનુષ્યો પેદા કરવાની કોશિક કરી રહ્યા છીએ. આ કૃષ્ણ ભાવનામૃત, આ આંદોલન. તો તેથી આપણે આ નીતિ નિયમો છે. અવૈધ યૌન સંબંધ નહીં, માંસાહાર નહીં, ધૂમ્રપાન નહીં, જુગાર નહીં. આ પ્રથમ વર્ગના માણસની પ્રાથમિક યોગ્યતા છે. તો આપણે આપણાથી બનતા પ્રયાસ કરી રહ્યા છે પ્રથમ વર્ગના માણસો બનાવવાની. પણ પહેલા તે હતું જ. ચાતુર...,

હજુ પણ છે. તમે એવું ના સમજો કે બધા મનુષ્યો એક સમાન બુદ્ધિના કે સમાન વર્ગોના છે. ના. હજુ પણ એક બુદ્ધિમાન વર્ગ છે. જેમ કે તેઓ કે જે વૈજ્ઞાનિકો કે તત્વજ્ઞાનીઓ, ધાર્મિક અનુયાયીઓ, તેઓ પ્રથમ વર્ગના હોવા જોઈએ. પણ દુર્ભાગ્યે, હવે કોઈ પણ ઓળખી ના શકે કે કોણ પ્રથમ વર્ગનું છે અને કોણ અંતિમ વર્ગનું. તો આ સમાજની યોગ્ય વ્યવસ્થા માટે પ્રથમ, દ્વિતીય, તૃતીય વર્ગના માણસો હોવા જ જોઈએ. જેમ કે તમારા શરીર માં અલગ અલગ ભાગો છે. માથું, હાથ, પેટ અને પગ. આ સ્વાભાવિક છે. તો માથા વગર, જો ફક્ત હાથ, પેટ અને પગ હોય તો તે મૃત શરીર છે. તો સિવાય કે તમને દોરવામાં આવે, મનુષ્ય સમાજને, પ્રથમ વર્ગના માણસો દ્વારા, સમસ્ત સમાજ મૃત સમાજ છે. ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ (ભ.ગી. ૪.૧૩) અનુસાર ચાર વિભાગો હોવા જ જોઈએ... જન્મથી નહીં, પણ ગુણ થી. તો કોઈ પણ પ્રથમ વર્ગ, દ્વિતીય વર્ગ એ પ્રમાણે શિક્ષિત થઈ શકે છે. તે સંસ્કૃતિ કહેવાય છે.

અમુક માણસોને પ્રથમ વર્ગ પ્રમાણે સુશિક્ષિત કરવા જોઈએ, અમૂકનેદ્વિતીય વર્ગ પ્રમાણે શિક્ષિત કરવા જોઈએ, અને અમુક માણસોને તૃતીય વર્ગ પ્રમાણે શિક્ષિત કરવા જોઈએ, અને વધારાના, કે જેમને શિક્ષિત ના કરી શકાય, તેઓ ઉપરના ત્રણ વર્ગોને સહાય કરી શકે છે. તે શુદ્ર કહેવાયા છે. તો... (વિરામ) ... તે શક્ય નથી. એક મનુષ્ય, જો તે યોગ્ય રીતે શિક્ષિત હોય, અને જો તે સૂચના લેવા તૈયાર હોય, તો તેને પ્રથમ વર્ગનો બનાવી શકાય છે. કઈ વાંધો નહીં. જન્મથી કોઈ નીચલા વર્ગમાં હોય શકે છે, તેનો કોઈ વાંધો નથી. પણ શિક્ષાથી, તે પ્રથમ વર્ગનો બની શકે છે. તે ભગવદ ગીતાનો હુકમ છે.

મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય
યે અપી સ્યૂ: પાપ યોનય:
સ્ત્રીયા: શુદ્ર: તથા વૈશ્ય
તે અપી યાંતી પરં ગતિમ
(ભ.ગી. ૯.૩૨)

પરં ગતિમ. પરં ગતિમ મતલબ ઘરે જવું, ભગવાનના ધામમાં જવું. તે આપણું સાચું ઘર છે, અધ્યાત્મિક જગત - અને ત્યાં શાશ્વત પણે રહેવું, આનંદપૂર્વક, પૂર્ણ જ્ઞાનમા. તે આપણી સાચી સ્થિતિ છે. તો અહી આપણે આ ભૌતિક જગતમાં ભૌતિક આનંદ માટે આવ્યા છીએ. અને જેટલી આપણે ભૌતિક આનંદ માટે વધારે યોજનાઓ બનાવીએ છીએ, વધારે આપણે બાધ્ય થઈએ છીએ. તે આપણે જાણતા નથી. તેઓ વિચારે છે કે ભૌતિક ઇંદ્રિય તૃપ્તિ જીવનનું લક્ષ્ય છે. નો, તે જ ફક્ત જીવનનું લક્ષ્ય નથી. તે વધારે ને વધારે બાધ્ય થવાનો રસ્તો છે.