GU/Prabhupada 0880 - કૃષ્ણ ભાવનામૃત અપનાવ્યું છે કૃષ્ણને પરેશાન કરવા માટે, કે તમે ખરેખર ગંભીર છો
730412 - Lecture SB 01.08.20 - New York
પ્રભુપાદ: તો શરૂઆતમાં, જો તમે કૃષ્ણ ભાવનામૃત લેશો, માયા દ્વારા ધણી પરેશાનીઓ આવશે. માયા તમારી પરીક્ષા કરશે કે તમે ક્યાં સુધી સ્થિર છો. તે તમારી પરીક્ષા કરશે. તે પણ કૃષ્ણની પ્રતિનિધિ છે. તે કોઈને પરવાનગી નથી આપતી જે કૃષ્ણને પરેશાન કરે. તેથી તે બહુ સખ્તીથી પરીક્ષા લે છે કે તમે, તમે કૃષ્ણ ભાવનામૃત અપનાવ્યું છે કૃષ્ણને પરેશાન કરવા માટે, કે તમે ખરેખર ગંભીર છો તે માયાનું કાર્ય છે. તો, શરૂઆતમાં, માયા દ્વારા પરીક્ષા હશે, અને તમે કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધવા માટે ઘણી બધી પરેશાનીઓ અનુભવશો. પણ જો તમે સ્થિર રહેશો... સ્થિર મતલબ જો તમે નીતિનિયમોને અનુસરશો અને સોળ માળાના જપ કરશો, તો તમે સ્થિર રહેશો. અને તમે જો અવગણના કરશો, તો માયા તમને તરત જ પકડી લેશે. માયા હમેશા તૈયાર છે. આપણે મહાસાગરમાં છીએ. કોઈ પણ ક્ષણે, આપણે વિચલિત થઈ શકીએ છીએ. તેથી તે કે જે ક્યારેય વિચલિત નથી થતો, તેને પરમહંસ કહેવાય છે.
તેથી કુંતીદેવી કહે છે: તથા પરમહંસાનામ (શ્રી.ભા. ૧.૮.૨૦). પરમ મતલબ ઉચ્ચતમ. હંસ મતલબ હંસ. તો પરમહંસ મતલબ ઉચ્ચતમ હંસ. હંસ. તે કહેલું છે કે જો તમે... હંસ મતલબ હંસ. જો તમે હંસને પાણી મિશ્રિત દૂધ આપો, તે દૂધનો ભાગ લેશે અને પાણીનો ભાગ નહીં લે. તેવી જ રીતે, તે વ્યક્તિ કે જે જાણે છે આ ભૌતિક જગત શું છે... ભૌતિક જગત બે પૃકૃતિઓનું બનેલું છે - પરા પૃકૃતિ અને અપરા પૃકૃતિ. પરા પૃકૃતિ મતલબ અધ્યાત્મિક જીવન, અને અપરા પૃકૃતિ મતલબ ભૌતિક જીવન. તો એક વ્યક્તિ કે જે આ જગતનો ભૌતિક ભાગ છોડી દે છે અને ફક્ત અધ્યાત્મિક ભાગ લે છે, તેને પરમહંસ કહેવાય છે. પરમહંસ. અધ્યાત્મિક ભાગ મતલબ તે કે જે જાણે છે જે કઈ આ ભૌતિક માં ગતિમાન છે... જેમકે આ શરીર - તમારું શરીર, મારૂ શરીર. જે કોઈ તે જાણે છે કે આ ગતિ, શરીરના કાર્યો તે આત્માને કારણે છે કે જે આ શરીરની અંદર છે... તે ખરેખર સત્ય છે. આ ફક્ત બહારનું આવરણ છે. તેવી જ રીતે, તે કે જે જાણે છે કે કૃષ્ણ આ બધી ગતિવિધિઓનું કેંદ્રસ્થાન છે, તે પરમહંસ છે. તે પરમહંસ છે. તે સત્યને જાણે છે.
તો ભક્તિયોગ પરમહંસ માટે છે. તે કે જે જાણે છે કે કૃષ્ણ કેન્દ્રિય સત્ય છે. અહમ આદિર હી દેવાનામ (ભ.ગી. ૧૦.૨) મત્ત: સર્વમ પ્રવર્તતે (ભ.ગી. ૧૦.૮). તો જે જાણે છે કે કૃષ્ણ સર્વ કારણોના કારણ છે, ફક્ત સૈદ્ધાંતિક રીતે નહીં, પણ વ્યાવહારિક રીતે, આશ્વસ્ત છે, તે પરમહંસ છે. તો કુંતીદેવી કહે છે કે "તમે પરમહંસો માટે છો, ધૂર્તો અને મૂર્ખાઓ માટે નથી. તમે પરમહંસો માટે છો." તથા પરમહંસાનામ મુનિનામ (શ્રી.ભા. ૧.૮.૨૦). મુનિનામ મતલબ તેઓ કે જે વિચારશીલ છે. માનસિક અનુમાનિઓ પણ, તેઓ પણ મુનિ છે. મુનિનામ અમલાત્માનામ. અમલ. તેમના હ્રદયમાં કોઈ અસ્વચ્છ વસ્તુ નથી. ભૌતિક વ્યક્તિ મતલબ હ્રદયમાં અસ્વચ્છ વસ્તુઓથી ભરપૂર. આ અસ્વચ્છ વસ્તુઓ શું છે? કામવાસના અને લોભ. બસ તેટલું જ. આ અસ્વચ્છ વસ્તુઓ છે. બધા ભૌતિક વ્યક્તિઓ, તેઓ કામુક અને લોભી છે. તેથી તેમના હ્રદય અસ્વચ્છ વસ્તુઓથી ભરેલા છે. અને અમલાત્મનામ મતલબ તેઓ કે જે આ બે વસ્તુઓમાથી મુક્ત થયેલા છે, કામવાસના અને...
ભક્તો: લોભ. પ્રભુપાદ: હે? લોભ. લાલચ. અમલાત્મનામ. તેમના માટે ભક્તિયોગ. આ ભક્તિયોગ તે સ્વચ્છ હ્રદય માટે છે, કામુક અને લોભી માટે નથી. તે નથી. તે લોકો પ્રયાસ કરી શકે છે. તે લોકો ધીમે ધીમે પ્રગતિ કરશે. પણ તે, કે જે ભક્તિયોગમાં સ્થિત છે, તેના માટે કોઈ કામવાસના કે લોભ નથી. વિરક્તિર અન્યત્ર સ્યાત. આ પરીક્ષા છે, કે શું કોઈ મુક્ત બન્યું છે કામવાસના અને લોભમાથી. પછી તે ભક્તિયોગમાં સ્થિત થાય છે. તે પરમહંસ છે.
તો કુંતીદેવી, વિનમ્રતાપૂર્વક, કે "તમે પરમહંસો માટે છો, અમલાત્મનામ માટે છો, મુનિનામ માટે છો અને જે લોકો ભક્તિયોગમાં જોડાયેલા છે તેમને માટે. અને અમે કોણ છીએ? અમે સાધારણ નારીઓ. અમે નીચલી કક્ષાના છીએ. અમે તમને કેવી રીતે સમજી શકીએ? આ વિનમ્રતા છે. જો કે તેઓ બધુજ સમજે છે, પણ છતા તેઓ એક સાધારણ નારીનું સ્થાન લે છે, કે "હું તમને કેવી રીતે સમજી શકું?"
તમારો ખૂબ ખૂબ આભાર, હરે કૃષ્ણ.
ભક્તો: જય, શ્રીલ પ્રભુપાદનો જય હો.