GU/Prabhupada 0882 - કૃષ્ણ આપણને પરમ ધામમાં લઈ જવા માટે બહુ ઉત્સુક છે, પણ આપણે જિદ્દી છીએ730413 - Lecture SB 01.08.21 - New York

તમે અસીમિતને તમારા સીમિત જ્ઞાન દ્વારા સમજી ના શકો. તે શક્ય નથી. તેથી, કુંતીદેવી જેવા ભક્તોની કૃપાથી, આપણે સમજી શકીએ કે અહી વાસુદેવ છે. સર્વવ્યાપી પરમ સત્ય, પરમાત્મા, વાસુદેવ, અહિયાં છે. કૃષ્ણાય વાસુદેવાય (શ્રી.ભા. ૧.૮.૨૧). તો નિરાકારવાદીઓ દ્વારા આ વાસુદેવ સાક્ષાત્કાર શક્ય છે ઘણા, ઘણા જન્મો પછી. બહુ સરળતાથી નહીં.

બહુનામ જન્મનામ અંતે
જ્ઞાનવાન મામ પ્રપદ્યતે
વાસુદેવ: સર્વમ ઇતિ
સ મહાત્મા સુદુર્લભ
(ભ.ગી. ૭.૧૯)

સુદુર્લભ. "બહુ દુર્લભ," મહાત્મા, "ઉદાર." પણ જે કૃષ્ણને સમજી શકે નહીં, તે કૃપણ છે, ઉદાર નહીં. જો કોઈ ઉદાર બને છે, કૃષ્ણની કૃપાથી, તે કૃષ્ણને સમજી શકે છે.

સેવનમુખે હી જિહવાદૌ (ભક્તિ રસામૃત સિંધુ ૧.૨.૨૩૪). વિધિ સેવનમુખ છે, સેવા. સેવા, જીભથી શરૂ કરીને, વાસુદેવ સાક્ષાત્કાર શક્ય છે. સેવા, પ્રથમ સેવા છે શ્રવણમ કિર્તનમ (શ્રી.ભા. ૭.૫.૨૩). હરે કૃષ્ણ મંત્રનો જપ કરો અને વારંવાર સાંભળો અને પ્રસાદ લો. આ બે કાર્યો છે જીભ ના. તો તમે સમજશો. બહુ જ સરળ વિધિ. સેવનમુખે હી જિહવાદૌ સ્વયં કૃષ્ણ બોધ કરાવશે, તમે તમારા પ્રયાસો દ્વારા કૃષ્ણને નહીં સમજી શકો, પણ પ્રેમપૂર્વક સેવાનો પ્રયાસ, તે તમને યોગ્ય બનાવશે. કૃષ્ણ તમને બોધ આપશે. સ્વયં એવ સ્ફુરતી અદ: કૃષ્ણ આપણને પરમ ધામમાં લઈ જવા માટે બહુ ઉત્સુક છે. પણ આપણે જિદ્દી છીએ. આપણે નથી ઇચ્છતા. તેથી તેઓ હમેશા તક શોધતા હોય છે કે કેવી રીતે તમને પરમ ધામમાં પાછા લઈ જાય. જેમ કે એક સ્નેહી પિતા. ધૂર્ત પુત્રએ પિતાને છોડી દીધા, ગલીઓમાં રખડે છે અને કોઈ આશ્રય નથી, કોઈ ખાવાનું નહીં, ખૂબ પરેશાન છે. પિતા વધારે આતુર છે પુત્ર ને ઘરે લઈ જવા. તેવી જ રીતે, કૃષ્ણ સર્વોચ્ચ પિતા છે. આ ભૌતિક જગતના બધા જીવ, તેઓ બિલકુલ તેજ રીતે એક મોટા, ધની પુરુષ, ના ગેરમાર્ગે દોરવાયેલા સંતાનો છે, શેરીઓમાં ભટકતા. તો માનવ સમાજનો સૌથી મોટો લાભ છે તેમને કૃષ્ણ ભાવનામૃત પ્રદાન કરવું. સૌથી મોટો... તમે કોઈ લાભ ના આપી શકો; કોઈ પણ પ્રકારનો ભૌતિક લાભ જીવને સંતોષ નહીં આપે. જો તેને કૃષ્ણ ભાવનામૃત આપવામાં આવે... જેમ કે તે જ વિધિ. એક રઘવાયો છોકરો શેરીમાં રખડી રહ્યો છે. જો તેને યાદ અપાવવામાં આવે, "મારા વ્હાલા છોકરા, તું આટલું બધુ સહન કેમ કરે છે? તું ફલાણા ફલાણા ખૂબ ધની માણસનો પુત્ર છું. તારા પિતા પાસે અઢળક સંપત્તિ છે. તું શેરીમાં કેમ રખડે છે?" અને જો તે તેની ચેતના પર આવે: "હા, હું ફલાણા ફલાણા મોટા વ્યક્તિની સંતાન છું. મારે શેરીઓમાં કેમ રખડવું?" તે ઘરે જાય છે. યદ ગત્વા ન નિવર્તન્તે (ભ.ગી. ૧૫.૬).

તેથી આ સૌથી મહાન સેવા છે, કોઈને સૂચના આપવી કે "તમે કૃષ્ણના અભિન્ન અંશ છો. તમે કૃષ્ણના પુત્ર છો. કૃષ્ણ ભવ્ય છે, છ પ્રકારની ભવ્યતા. તમે કેમ ભ્રમણ કરો છો, તમે આ ભૌતિક જગતમાં કેમ સડી રહ્યા છો?" આ સૌથી મહાન સેવા છે, કૃષ્ણ ભાવનામૃત. પણ માયા બહુ બળવાન છે. છતાં, તે દરેક કૃષ્ણ ભક્તનું કર્તવ્ય છે, કે દરેકને કૃષ્ણ ભાવનામૃતથી પ્રકાશિત કરે. જેમ કે કુંતીદેવી કહી રહ્યા છે. સૌ પ્રથમ તેમણે કીધું, અલક્ષ્યમ સર્વ ભૂતાનામ અંતર બહિર અવસ્થિ (શ્રી.ભા. ૧.૮.૧૮)... જો કે કૃષ્ણ, સર્વોચ્ચ વ્યક્તિ, અંદર અને બહાર છે, તો પણ, ધૂર્તો અને મૂર્ખાઓ માટે, તેઓ અદ્રશ્ય છે. તેથી તેઓ કહી રહ્યા છે: " અહિયાં ભગવાન છે, કૃષ્ણાય વાસુદેવાય (શ્રી.ભા. ૧.૮.૨૧)." તે સર્વવ્યાપી પૂર્ણ પુરષોત્તમ ભગવાન છે, પણ તે દેવકીના પુત્ર બનવામાં ખૂબ આનંદ અનુભવે છે. દેવકી નંદનાય. દેવકી નંદનાય. અથર્વવેદમાં પણ દેવકી નંદનનો ઉલ્લેખ કરેલો છે. કૃષ્ણ દેવકી નંદન તરીકે આવે છે, અને તેમના પાલક પિતા નંદ ગોપ છે, નંદ મહારાજ.