GU/Prabhupada 0885 - અધ્યાત્મિક આનંદ સમાપ્ત નથી થતો. તે વધે છે.



730413 - Lecture SB 01.08.21 - New York

ફક્ત કોઈક ભાગ્યવાન જીવને જ કૃષ્ણ અને કૃષ્ણભક્તના સંગની તક મળે છે. પછી તેનું જીવન ઉત્કૃષ્ટ બને છે.

એઈ રૂપે બ્રહ્માણ્ડ ભ્રમિતે કોન ભાગ્યવાન જીવ
ગુરુ કૃષ્ણ કૃપયા પાય ભક્તિ લતા બીજ
(ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧)

આ ભક્તિ લતા બીજ, ભક્તિમય સેવાનું બીજ, હરે કૃષ્ણ મંત્રનો જપ.

તેથી કુંતીદેવી કહે છે કે "કોણ છે તે વ્યક્તિ કે જે અલક્ષ્ય, અદૃશ્ય, છે?" અહી. કૃષ્ણ. "કૃષ્ણ? ઘણા બધા કૃષ્ણ છે." વાસુદેવાય, વસુદેવના પુત્ર. "ઘણા બધા વાસુદેવો છે." ના, નંદ ગોપાય, નંદનાય (શ્રી.ભા. ૧.૮.૨૧), મહારાજ નંદના પાલક પુત્ર. ત્રણ વખત તેઓ કહે છે: "અહિયાં કૃષ્ણ છે." કૃષ્ણ જે દેવકી અને વસુદેવના પુત્ર ના રૂપમાં જન્મ લે છે, પણ તે માતા યશોદા અને નંદ મહારાજના સંગનો આનંદ લે છે - બાળપણનો સંગ. આ કૃષ્ણની લીલાઓ છે.

તો, આનંદ લિલામય વિગ્રહાય. આનંદ લીલા, કૃષ્ણની લિલા, લીલાઓ ઉલ્લાસપૂર્ણ છે. આનંદ લિલામય. આનંદમયો અભ્યાસાત (વેદાંત સૂત્ર ૧.૧.૧૨). તે તેમના સ્વભાવથી આનંદમય છે. કૃષ્ણ, તમે કૃષ્ણને નાખુશ ક્યારેય નહીં જુઓ. કૃષ્ણ ક્યારેય નાખુશ નથી હોતા. કૃષ્ણ હમેશા ખુશ હોય છે. તેથી નંદ ગોપ કુમારાય ગોવિંદાય (શ્રી.ભા. ૧.૮.૨૧). તે ખુશ છે, અને જે કોઈ પણ, જે કોઈ પણ તેમનો સંગ કરે છે, તે પણ ખુશ છે. ગોવિંદાય. આપણે ઇન્દ્રિય તૃપ્તિ પાછળ છીએ. ગો નો મતલબ ઇન્દ્રિયો. તો જો તમે કૃષ્ણનો સંગ કરશો, તો તમે તમારી ઇંદ્રિયોનો વૈભવશાળી આનંદ માણશો. જેમ કે ગોપીઓ કૃષ્ણ સાથ નૃત્ય કરી રહી છે. તો ઇન્દ્રિય તૃપ્તિની કોઈ કમી નથી. પણ તે ઇન્દ્રિય તૃપ્તિ નથી, સ્થૂળ ઇંદ્રિય તૃપ્તિ. તે આધ્યાત્મિક ઇન્દ્રિય છે. તે અધ્યાત્મિક ઇન્દ્રિય છે. આનંદ ચિન્મય સદ ઉજજ્વલ વિગ્રહસ્ય (બ્ર.સં. ૫.૩૨). આપણે રોજ ગાઈએ છીએ. તે ઇન્દ્રિય, તમારી પાસે, ઇન્દ્રિય તૃપ્તિ આનંદ ચિન્મય છે, ચિન્મય, આધ્યાત્મિક જગતમાં. આ ત્રીજી કક્ષાનો આનંદ નહીં આ શારીરિક ઇન્દ્રિયો દ્વારા. આ આનંદ નથી. આ એક ભ્રમ છે. આ ભ્રમ છે. આપણે વિચારીએ છીએ કે "હું આનંદ માણું છું," પણ તે આનંદ નથી. આ આનંદ સત્ય નથી, કારણકે આપણે આ ભૌતિક ઇંદ્રિયનો આનંદ બહુ વધારે સમય નહીં માણી શકીએ. દરેકને અનુભવ છે. તે સમાપ્ત થઈ જાય છે. તે સમાપ્ત થઈ જાય છે. પણ અધ્યાત્મિક આનંદ સમાપ્ત નથી થતો. તે વધે છે. તે ફરક છે. આનંદ ચિન્મય સદ ઉજ્જવલ વિગ્રહસ્ય ગોવિંદમ આદિ પુરુષમ (બ્ર.સં. ૫.૩૨).

તો તમારે ગોવિંદનો સંગ કરવો પડે. અહી પણ, તે કહ્યું છે, ગોવિંદાય નમો નમઃ "હું મારા દંડવત પ્રણામ કરું છું ગોવિંદને." તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે, તમે સીધા ગોવિંદના સંગમાં આવો છો. આ અર્ચાવિગ્રહની પૂજા પણ સીધા ભગવાનના સંગમાં છે. શ્રી વિગ્રહારાધન નિત્ય નાના શૃંગાર તન મંદિર માર્જનાદૌ. આ વિગ્રહ, કૃષ્ણ ભગવાનની મુર્તિ, તે પણ કૃષ્ણની કૃપા છે. કારણકે કૃષ્ણ અલક્ષ્ય છે, અદૃશ્ય, તે તમારી સુવિધા માટે દૃશ્ય થયા છે, જેથી તમે જોઈ શકો. છતાં... એવું નથી કે કૃષ્ણ એક પથ્થર છે કે કૃષ્ણ લાકડું છે કે કૃષ્ણ ધાતુ છે. કૃષ્ણ હમેશા કૃષ્ણ છે. પણ તે આવે છે... કારણકે તમે લાકડું, પથ્થર અને ધાતુ સિવાય કઈ જોઈ ના શકો, તે લાકડું, પથ્થર કે ધાતુ તરીકે આવે છે. પણ તેઓ લાકડું, પથ્થર કે ધાતુ નથી. તમને તેજ સુવિધા મળશે કે તમે વ્યક્તિગત રીતે કૃષ્ણ સાથે સંગ કરશો. તમે કૃષ્ણ સાથે સંગ કરશો. પણ અત્યારે, કૃષ્ણ અદ્રશ્ય છે, તેથી તે તેમણે દયા કરીને એવું રૂપ લીધું છે કે જે તમે જોઈ શકો. તે કૃષ્ણની કૃપા છે. એવું ના વિચારો, "ઓહ, અહિયાં કૃષ્ણ છે, પથ્થર કૃષ્ણ." કૃષ્ણ બધુ જ છે. કૃષ્ણ બધુ જ છે, તો કૃષ્ણ પથ્થર પણ છે. કૃષ્ણ પથ્થર પણ છે, પણ તેઓ તે પથ્થર નથી કે જે કાર્ય ના કરી શકે. કૃષ્ણ પથ્થરમાં પણ કાર્ય કરી શકે. કૃષ્ણ ધાતુમાં પણ કાર્ય કરી શકે. અને તમે તે અનુભવશો. સ્વયં એવ સ્ફુરતી અદ: જેટલી વધારે તમે સેવા આપશો, આ કહેવાતો પથ્થર પણ તમારી સાથે બોલશે. એવા ઘણા કિસ્સાઓ થયા છે.