GU/Prabhupada 0897 - જો તમે કૃષ્ણ ભાવનાભાવિત રહો છો, તે તમારો લાભ છે
730417 - Lecture SB 01.08.25 - Los Angeles જેમકે એક ટોકન સજા. કોઈક વાર ન્યાયાલયોમાં એક મોટો માણસ દોષી હોય છે. જેમ કે, ધારો કે ન્યાયાધીશને એક લાખ ડોલર જોઈએ છે, તે તરતજ ચૂકવી શકે છે. પણ જો તે તેની પાસે માંગે: "તમે ફક્ત એક સેંટ આપો." કારણકે તે પણ સજા છે. પણ ઓછી છે. તેવી જ રીતે આપણે આપણાં ભૂતકાળના કર્મોને કારણે સહન કરવાનું હોય છે. તે સત્ય છે. તમે અવગણી ના શકો. કર્માણી નિર્દહતી કિંતુ ચ ભક્તિ ભાજામ (બ્ર.સં. ૫.૫૪). પણ તેઓ કે જે ભક્તિમય સેવામાં છે, તેઓ કે જે કૃષ્ણ ભાવનાભાવિત છે, તેમની પીડાઓ ઓછી કરવામાં આવે છે, એક ટોકન. જેમકે કોઈને મારવાનો હતો. તો મારવા કરતાં, આ ચપ્પુથી તેની આંગળી પર એક નાનો ઘા આપવામાં આવે છે. તે જ રીતે, કર્માણી નિર્દહતી કિંતુ ચ...
તેઓ કે જે ભક્તિમય સેવામાં છે, તેઓ: અહમ ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિશ્યામિ (ભ.ગી. ૧૮.૬૬). કૃષ્ણ ખાતરી આપે છે કે: "હું તમને પાપમય જીવનની પ્રતિક્રિયાઓમાથી સુરક્ષા આપીશ." તો જ્યારે આની પાછળ બહુ, બહુ ગંભીર અપરાધી કર્મો હોય છે... કોઈક વાર તે આવું હોય છે. તેને ફાંસીએ લટકાવવા કરતાં, તેની આંગળી પર ચપ્પુથી નાનો ઘા હોઈ શકે છે. તે સ્થિતિ છે. તો આપણે ખતરાથી કેમ ઘભરાવું? આપણે ફક્ત કૃષ્ણ ભાવનામૃત પર આધાર રાખવો, કારણકે જો આપણે કૃષ્ણ ભાવનાભાવિત જીવીશું, કોઈ પણ સંજોગોમાં, તો લાભ એ છે કે હું આ ભૌતિક જગતમાં પાછો નથી આવતો. અપુનર ભવ દર્શનમ (શ્રી.ભા. ૧.૮.૨૫). વારંવાર, જેમ તમે કૃષ્ણ વિષે વિચારો, જેમ તમે કૃષ્ણને જુઓ, જેમ તમે કૃષ્ણ વિષે વાંચો, જેમ તકે કૃષ્ણ માટે કામ કરો, એક યા બીજી રીતે, જો તમે કૃષ્ણ ભાવનાભાવિત રહો, તે તમારો લાભ છે. અને તે લાભ તમને ભૌતિક જગત માં ફરીથી જન્મ લેવામાથી બચાવી લેશે. તે સાચો લાભ છે. અને જો આપણે થોડા આરામદાયક થઈશું આ કહેવાતા કાર્યોમાં, અને કૃષ્ણને ભૂલી જઈશું, અને મારે ફરીથી જન્મ લેવો પડશે, તો મારો લાભ શું છે? આપણે તેના વિષે ખૂબ સાવચેત રહેવું જોઈએ.