GU/Prabhupada 0902 - કમી છે કૃષ્ણ ભાવનામૃતની તો જો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો છો તો બધુજ પર્યાપ્ત છે



730415 - Lecture SB 01.08.23 - Los Angeles

પ્રભુપાદ: તો આ ભૌતિક જીવનની શરૂઆત છે, કૃષ્ણથી ઈર્ષાળુ થવું. "કૃષ્ણ કેમ ભોક્તા હોય? હું પણ ભોક્તા બનીશ. કૃષ્ણ કેમ ગોપીઓનો આનંદ લે? હું કૃષ્ણ બનીશ અને આનંદ લઇશ, ગોપીઓનો સમાજ બનાવીશ અને આનંદ કરીશ." આ માયા છે. કોઈ ભોક્તા ના બની શકે. કૃષ્ણ તેથી કહે છે, ભોકતારમ યજ્ઞ (ભ.ગી. ૫.૨૯)... ફક્ત શ્રી કૃષ્ણ જ ભોક્તા છે. અને જો આપણે તેમના આનંદ માટે સામગ્રી પૂરી પાડીએ, તે આપણાં જીવનની પૂર્ણતા છે. અને જો આપણે કૃષ્ણનું અનુકરણ કરવું હોય, કે "હું ભગવાન બનીશ. હું અનુકરણી ભોક્તા બનીશ." તો તમે માયામાં છો. ફક્ત આપણું કાર્ય છે કે... જેમ કે ગોપીઓનું જીવન. કૃષ્ણ આનંદ લે છે, અને તેઓ આનંદની સામગ્રી પૂરી પાડે છે. તે ભક્તિ છે. આપણે છીએ... કૃષ્ણ પૂરું પાડે છે... સેવક અને સ્વામી. સેવકને બધીજ જરૂરિયાતો સ્વામી દ્વારા પૂરી પાડવામાં આવે છે, પણ સેવકનો ધર્મ છે કે સ્વામીની સેવા કરવી. બસ તેટલું જ. એકો બહુનામ યો વિદધાતી કામાન નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ.... (કઠા ઉપનિષદ ૨.૨.૧૩). આ વેદિક માહિતી છે... કૃષ્ણ તમને પુષ્કળ જીવનની જરૂરિયાતો પૂરી પાડે છે. કોઈ કમી નથી. કોઈ આર્થિક સમસ્યા નથી. તમે ફક્ત કૃષ્ણની સેવા કરવાની કોશિશ કરો. તો બધુજ પુર્ણ છે. કારણકે તે ઋષિકેશ છે. અને ઘણું બધુ... જો કૃષ્ણ ઈચ્છા કરે, તો પર્યાપ્ત પુરવઠો રહેશે. જેમ કે તમારા દેશમાં, પર્યાપ્ત પુરવઠો છે. બીજા દેશોમાં, હું સ્વિટઝરલેંડ ગયો હતો: બધુ આયાત કરવામાં આવે છે. કોઈ પુરવઠો નથી. પુરવઠો છે ફક્ત, ફક્ત બરફ. (હાસ્ય) જેટલો જોઈએ તેટલો બરફ લો. તમે જોયું? તેવી જ રીતે બધી વસ્તુઓ કૃષ્ણના નિયંત્રણ હેઠળ છે. જો તમે ભક્ત બનશો, તો કોઈ બરફનો પુરવઠો નથી - ફક્ત અનાજનો પુરવઠો. અને જો તમે ભક્ત નહીં બનો, તમે બરફથી આચ્છાદિત થઈ જશો (હાસ્ય) બસ તેટલું જ. વાદળોથી આચ્છાદિત. બધુજ કૃષ્ણના નિયંત્રણ હેઠળ છે.

તો વાસ્તવિક રીતે કોઈ કમી નથી. કમી છે કૃષ્ણ ભાવનામૃતની. તો જો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો તો બધુજ પર્યાપ્ત છે. કોઈ કમી નથી. આ વિધિ છે. ત્વયા ઋષિકેશ.... અને અહિયાં તે કહ્યું છે: ત્વયા ઋષિ... યથા ઋષિકેશ ખલેન દેવકી (શ્રી.ભા. ૧.૮.૨૩). જગત ખતરાઓથી ભરેલું છે. પણ દેવકી... કુંતીદેવી કહે છે, "પણ દેવકી તમારી ભક્ત છે, તમે તેને બચાવી આપત્તિઓમાથી કે જે તેના ઈર્ષાળુ ભાઈએ આપેલી." જેવુ ભાઈએ સાંભળ્યુ કે "મારી બહેનનો પુત્ર, મારી બહેનનો આઠમો પુત્ર મારી હત્યા કરશે," ઓહ, તે તરતજ દેવકીને મારવા તૈયાર હતો. તો તેને દેવકીના પતિએ ઠંડો પાડ્યો. સુરક્ષા આપવી તે પતિનો ધર્મ છે. "તો મારા વ્હાલા સાળા, તમે તમારી બહેનથી કેમ ઈર્ષાળુ છો? આખરે, તમારી બહેન તો તમને નથી મારવાની. તેમનો પુત્ર મારવાનો છે. તે સમસ્યા છે. તો હું તમને બધાજ પુત્રો સોંપી દઇશ, પછી તમારે જે કરવું હોય તે તમે કરજો. તમે આ નિર્દોષ સ્ત્રી, નવ વિવાહિતા, ને કેમ મારો છો? તે તમારી નાની બહેન છે, તમારી પુત્રી સમાન. તમારે તેને રક્ષા આપવી જોઈએ. તમે આ શું કરી રહ્યા છો?"

તો કંસ ઠંડો પડી ગયો. તેને વસુદેવના શબ્દો પર વિશ્વાસ કર્યો, કે તે મને બધા પુત્રો આપશે, "અને જો તમારી ઈચ્છા હોય, તો તમે મારી નાખજો." તેમણે વિચાર્યું, "મને અત્યારની પરિસ્થિતિની રક્ષા કરવા દો. આખરે, પછી, જ્યારે કંસને ભત્રીજો આવશે, તે કદાચ ઈર્ષાને ભૂલી જશે." પણ તે ક્યારેય, ક્યારેય ભૂલવાનો નથી. હા. તેણે બધા પુત્રોને મારી નાખ્યા અને તેમને કારાગારમાં રાખ્યા. શુચાર્પિતા બધ્ય અતિચિરમ (શ્રી.ભા. ૧.૮.૨૩). અતિચિરમ મતલબ લાંબા સમય માટે. તો તે બચી ગયા. દેવકી આખરે બચી ગઈ. તેવી જ રીતે જો આપણે દેવકી અને કુંતીની સ્થિતિ લઈએ... કુંતી, જેમકે તેમના પુત્રોની સાથે, પંચ-પાંડવ, પાંચ પાંડવો... તેમના વિધવા થયા પછી, આખી યોજના હતી, ધ્રુતરાષ્ટ્રની, "કેવી રીતે મારા નાના ભાઈના આ પુત્રોને મારી નાખવા? કારણકે, ભાગ્યે, હું અંધ હતો, તેથી મને રાજગાદી મળી શકી નહીં. મારા નાના ભાઈને મળી. હવે તે મૃત છે. તો ઓછા માં ઓછુ મારા પુત્રો, તેમને રાજગાદી મળવી જોઈએ." તે તેની નીતિ હતી. ધૃતરાષ્ટ્રની નીતિ: "મને ના મળી શક્યું." આ ભૌતિક સુખ. "હું ખુશ થઈશ. મારા પુત્રો સુખી થશે. મારો સંપ્રદાય સુખી થશે. મારૂ રાષ્ટ્ર સુખી થશે." આ વિસ્તૃત સ્વાર્થ છે. કોઈ કૃષ્ણ વિષે વિચારતું નથી, કેવી રીતે કૃષ્ણ ખુશ થશે. બધા પોતપોતાની રીતે વિચારે છે: "હું કેવી રીતે ખુશ થઈશ, કેવી રીતે મારી સંતાન ખુશ થશે, મારો સમુદાય ખુશ થશે, મારો સમાજ ખુશ થશે, મારૂ રાષ્ટ્ર..." આ અસ્તિત્વ માટેનો સંઘર્ષ છે. દરેક જગ્યાએ તમે જોશો. આ ભૌતિક અસ્તિત્વ છે. કોઈ નથી વિચારતું કેવી રીતે કૃષ્ણ ખુશ થશે.

તેથી કૃષ્ણ ભાવનામૃત બહુ જ ઉત્કૃષ્ટ છે. ભાગવતમ, ભગવદ ગીતા, માથી સમજવાની કોશિશ કરો. અને ઋષિકેણ ઋષિકેશ સેવનમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦), અને તમારી ઇન્દ્રિયોને જોડવાની કોશિશ કરો ઇંદ્રિયોના સ્વામીની સેવામાં. તો તમે સુખી થશો.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ.