Please join, like or share our Vanipedia Facebook Group
Go to Vaniquotes | Go to Vanisource


Vanipedia - the essence of Vedic knowledge

GU/Prabhupada 0907 - અધ્યાત્મિક જગતમાં, કહેવાતી અનૈતિકતા પણ સારી છે

From Vanipedia


અધ્યાત્મિક જગતમાં, કહેવાતી અનૈતિકતા પણ સારી છે
- Prabhupāda 0907


730419 - Lecture SB 01.08.27 - Los Angeles

ભક્ત: ".... જે ભૌતિક રીતે દરિદ્ર લોકોની સંપત્તિ છે. તમારે ભૌતિક પ્રકૃતિના ગુણોની ક્રિયા અને પ્રતિક્રિયા સાથે કોઈ લેવા દેવા નથી. તમે આત્મ સંતુષ્ટ છો, અને તેથી તમે સૌથી કોમળ છો અને અદ્વૈતવાદીઓના સ્વામી છો."

પ્રભુપાદ: તો નમઃ અકિંચન વિત્તાય. ભૌતિક દ્રષ્ટિથી દરિદ્ર. આ ભક્તની પ્રથમ યોગ્યતા છે. તે કે જેની પાસે આ ભૌતિક જગતનું કઈ નથી. તેની પાસે ફક્ત કૃષ્ણ છે. તે છે અકિંચન વિત્ત. અકિંચન મતલબ તે કે જેને ભૌતિક સંપત્તિનું બધુ જ ગુમાવી દીધું છે. કારણકે જો તમને એક થોડોક ખ્યાલ હોય કે "મારે ભૌતિક દ્રષ્ટિએ સુખી આ રીતે થવું છે," ત્યાં સુધી, તમારે શરીર સ્વીકારવું પડશે.

પ્રકૃતિ એટલી દયાળુ છે કે તમારે જે કોઈ રીતે આ ભૌતિક જગતને માણવું હશે, તે તમને ભગવાનની દોરવણી હેઠળ તે પ્રમાણેનું યોગ્ય શરીર આપશે. ભગવાન દરેકના હ્રદયમાં સ્થિત છે. તો તે બધુ જાણે છે, કે હજુ તમને કઈક ભૌતિક જોઈએ છે. તે તમને આપશે. "હા, તમે લઈ લો." કૃષ્ણને જોઈએ છીએ કે તમને પૂર્ણ અનુભવ મળે કે ભૌતિક લાભથી, તમે ક્યારેય સુખી નહીં થાવ. તે કૃષ્ણનું કાર્ય છે. તે પૂર્ણ સ્વતંત્રતા છે. જોકે તમને ખૂબ સૂક્ષ્મ માત્રામાં સ્વતંત્રતા છે, કારણકે આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ. કૃષ્ણને પૂર્ણ સ્વતંત્રતા છે, પણ સ્વતંત્રતાનો ગુણ મારામાં છે કારણકે હું કૃષ્ણનો અભિન્ન અંશ છું. રસાયણિક રચના. સાગરના ટીપમાં પણ મીઠાનું એક ટીપું હોય છે. જોકે તેની તુલના સમગ્ર સાગરના મીઠા જોડે ના થાય. પણ મીઠાનું રસાયણ તો છે. તે આપણી સમજ છે. જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧). જે પણ આપણી પાસે છે આ સૂક્ષ્મ માત્રામાં, તે જ વસ્તુ, કૃષ્ણમાં પૂર્ણ રીતે છે. પૂર્ણ રીતે. જેમ કે કૃષ્ણ કહે છે: મૃત્યુ: સર્વ હરશ ચ અહમ.

હવે આપણને બીજાની વસ્તુ લેવાની વૃતિ છે. તમે કહી શકો છો કે તે ચોરી છે. આપણને તે વૃતિ છે. કેમ? કૃષ્ણ ને પણ છે. કૃષ્ણ માખણ ચોર તરીકે જાણીતા છે. તે શરૂઆત છે, ચોરી. તો જો ચોરીની વૃતિ ના હોય, તો મારી પાસે કેવી રીતે આવી? પણ કૃષ્ણની ચોરી અને મારી ચોરીમાં ફરક છે. કારણકે હું ભૌતિક રીતે દૂષિત છું, તેથી મારી ચોરી ઘૃણાસ્પદ છે. જ્યારે તેજ ચોરી અધ્યાત્મિક નિરપેક્ષ સ્તર પર ખૂબ સરસ, આનંદદાયક છે. માતા યશોદા કૃષ્ણની ચોરીનો આનંદ લે છે. તે અંતર છે. ભૌતિક અને અધ્યાત્મિક. કોઈ પણ અધ્યાત્મિક ક્રિયાઓ, બધીજ સરસ છે, અને કોઈ પણ ક્રિયા, ભૌતિક, તે બધીજ ખરાબ છે. તે અંતર છે. અહિયાં, કહેવાતી, નૈતિકતા, ભલમનસાઈ, તે બધુ ખરાબ છે. અને અધ્યાત્મિક જગતમાં, કહેવાતી અનૈતિક્તા પણ સારી છે. તે તમારે સમજવું પડશે.

જેમ કે બીજાની પત્ની જોડે અર્ધરાત્રિએ નાચવું, તે અનૈતિક છે. બધાને ખબર છે. ઓછામાં ઓછું વેદિક સંસ્કૃતિમાં, તેની અનુમતિ નથી. એક યુવતી જઈ રહી છે બીજા યુવક પાસે મધ્યરાત્રિએ તેની સાથે નૃત્ય કરવા. આ ભારતમાં ક્યારેય અનુમતિ નહીં આપવામાં આવે. હજુ નિષેધ છે. પણ આપણે જોઈએ છીએ કે બધી ગોપીઓ, જેવી તેઓ વાંસળી સાંભળે, તરત જ તેઓ આવી જાય છે. તો ભૌતિક વિચારધારા પ્રમાણે તે અનૈતિક છે, પણ અધ્યાત્મિક વિચારધારા પ્રમાણે, તે સૌથી મહાન નીતિ છે. જેમ કે ચૈતન્ય મહાપ્રભુ કહે છે: રમ્યા કાચીદ ઉપાસના વ્રજ વધુ વર્ગેણ યા કલ્પિતા. "ઓહ, વ્રજ-વધુ, વૃંદાવનની ગોપીઓ, ની ભક્તિથી થી મહાન કોઈ ભક્તિ નથી." ચૈતન્ય મહાપ્રભુ સ્ત્રીઓ વિષે ખૂબ સખ્ત હતા. તેમના કુટુંબમાં પણ, તેમણે ક્યારેય કોઈ સ્ત્રી સાથે વિનોદ ન હતો કર્યો. તે ખૂબ વિનોદી હતો. પણ, બધા, બધા પુરુષો સાથે. તેમણે કોઈ સ્ત્રી સાથે ક્યારેય કોઈ રમુજ ન હતી કરી. ના. કદાચ ફક્ત એક વાર તેમણે એક રમુજ કરેલી તેમની પત્ની, વિષ્ણુ પ્રિયા સાથે. જ્યારે શચિમાતા કઈક શોધતા હતા, તેમણે ફક્ત એક રમૂજી શબ્દ કહ્યો: "કદાચ તમારી પુત્રવધુએ તે લીધું હશે." તે એક જ રમુજ આપણે જોઈ શકીએ તેમના સમસ્ત જીવનમાં. નહીં તો, તે ખૂબ જ કડક હતા. કોઈ નારી આવી શકતી નહીં, જ્યારે તેઓ સન્યાસી હતા, તેમણે પ્રણામ કરવા તેમની નજીક આવી શકતી નહીં. તેઓ દૂરથી જ પ્રણામ કરતાં. પણ તેમણે કહ્યું છે: રમ્યા કાચીદ ઉપાસના વ્રજ વધુ વર્ગેણ યા કલ્પિતા. તેઓ કહે છે કે વ્રજ વધુની ભક્તિ કરતાં મહાન ભક્તિ હોવાનો કોઈ વિચાર જ નથી. અને વ્રજ વધુની વિભાવના શું હતી? તેઓ કૃષ્ણને પ્રેમ કરવા માંગતી હતી, કોઈ પણ જોખમે. તો તે અનૈતિક નથી. તે આપણે સમજવું પડશે.