GU/Prabhupada 0909 - મને મજબૂર કરવામાં આવ્યો હતો આ સ્થિતિમાં આવવા મારા ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરવા માટેLecture on SB 1.8.27 -- Los Angeles, April 19, 1973

પ્રભુપાદ: તો કૃષ્ણ કહે છે કે: "જે કોઈ મારી પાસે આવવાનો પ્રયત્ન કરે છે, કૃષ્ણ ભાવનાભાવિત બનવા માટે, તે જ સમયે, તે ભૌતિક રીતે સુખી થવા માંગે છે, તે બહુ બુદ્ધિમાન નથી." તેનો મતલબ તે તેનો સમય વેડફી રહ્યો છે. આપણું મુખ્ય કાર્ય છે કેવી રીતે કૃષ્ણ ભાવનાભાવિત થવું. તે મનુષ્ય જીવનનું મુખ્ય કાર્ય છે. પણ જો આપણે આપનો સમય ભૌતિક વિકાસમાં નષ્ટ કરી દઇશું, અને જપ કરવાનું ભૂલી જઈશું, તો તે નુકસાન છે, ભયંકર નુકસાન. તો આવી માનસિકતા, કૃષ્ણ કહે છે: આમિ વિજ્ઞા તારે કેનો વિષય દિબ. "તો આ ધૂર્ત ભક્તિ કરીને મારી પાસેથી કઈ ભૌતિક ઐશ્વર્ય માંગી રહ્યો છે. હું તેને શા માટે ભૌતિક ઐશ્વર્ય આપું? ઊલટું, જે તેની પાસે છે, તે હું લઈ લઉં." (હાસ્ય) હા. તે હસવાની વાત નથી. જ્યારે તે લઈ લેવામાં આવે છે, આપણે બહુ હતાશ થઈ જઈએ છીએ. પણ તે જ પરીક્ષા છે. તે કૃષ્ણે પોતે યુધિષ્ઠિર મહારાજને કહ્યું છે: યસ્યાહમ અનુગ્રહનામી હરિષ્યે તદ ધનમ શનૈ: (શ્રી.ભા. ૧૦.૮૮.૮).

યુધિષ્ઠિર મહારાજે આડકતરી રીતે કૃષ્ણને પૂછ્યું કે: "અમે તમારા પર પૂર્ણ રીતે નિર્ભર છીએ, અને છતાં અમે ભૌતિક રીતે આટલા બધી યાતનાઓ ભોગવી રહ્યા છીએ, કે અમારું રાજ્ય લઈ લેવામાં આવ્યું, અમારી પત્નીનું અપમાન થયું, અમને ઘરની અંદર બાળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો." તો કૃષ્ણ કહે છે: "હા તે મારૂ પ્રથમ કાર્ય છે." યસ્યાહમ અનુગ્રહનામી હરિષ્યે તદ ધનમ શનૈ: "જો હું કોઈના પર વિશેષ રૂપમાં કૃપા કરું, તો હું તેની આવકના બધાજ સ્ત્રોત લઈ લઉં છું." બહુ ભયાનક. હા. મારી પાસે આ સંબંધમાં મારો પોતાનો અનુભવ છે. હા. તે કૃષ્ણની વિશેષ કૃપા છે. મારે સંભળાવવું નથી, પણ તે હકીકત છે. (હાસ્ય) તે હકીકત છે. મારા ગુરુ મહારાજે મને આજ્ઞા આપી જ્યારે હું પચીસ વર્ષનો હતો કે "તું જા અને પ્રચાર કર." પણ મે વિચાર્યું: "સૌ પ્રથમ, હું એક ધની માણસ બનીશ, અને હું મારા ધનનો પ્રચાર કાર્ય માટે ઉપયોગ કરીશ."

તો તે એક લાંબો ઇતિહાસ છે. મને સારી તક મળેલી વ્યવસાયમાં ખૂબ ધની માણસ બનવાની. અને કોઈ જ્યોતિષીએ મને કહેલું કે: "તમે બિરલા જેવા બનવા જોઈતા હતા." તો થોડીક તકો હતી, બહુ સારી તકો. હું એક મોટા રસાયણના કારખાનાનો પ્રબંધક હતો. મે મારૂ પોતાનું કારખાનું ચાલુ કર્યું, વ્યવસાય ખૂબ સફળ હતો. પણ બધુ ખતમ થઈ ગયું. મને મજબૂર કરવામાં આવ્યો હતો આ સ્થિતિમાં આવવા માટે મારા ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરવા માટે.

ભક્તો: જય, હરિબોલ...

પ્રભુપાદ: અકિંચન વિત્તાય. જ્યારે બધુ સમાપ્ત થઈ ગયું, ત્યારે મે કૃષ્ણને સ્વીકાર્યા, કે: "તમે એક માત્ર..." તેથી કૃષ્ણ અકિંચન વિત્ત છે. જ્યારે કોઈ તેના ભૌતિક ઐશ્વર્યોથી સમાપ્ત થઈ જાય છે... અને હવે હું અનુભવું છું કે મે ગુમાવ્યું નથી, મે મેળવ્યું છે. મે મેળવ્યું છે. તે હકીકત છે. તો, કૃષ્ણ માટે ભૌતિક ઐશ્વર્યો ગુમાવવા તે ખોટ નથી, તે મહાનતમ ફાયદો છે. તેથી તે કહ્યું છે: અકિંચન વિત્ત. જ્યારે કોઈ અકિંચન બને છે, કઈ પોતાનું નથી રહેતું, બધુ જ સમાપ્ત, ત્યારે આવા વ્યક્તિની એકમાત્ર સંપત્તિ કૃષ્ણ જ રહે છે. કારણકે તે ભક્ત છે. જેમ કે નરોત્તમ દાસ ઠાકુર કહે છે:

હા હા પ્રભુ નંદ સુત, વૃષભાનુ સૂતા જૂત
કરુણા કરહ એઈ બાર
નરોત્તમ દાસ કોય, ના થેલીહ રાંગા પાય
તોમા બીને કે આછે આમાર

આ પરિસ્થિતી, કે: "કૃષ્ણ, તમારા સિવાય, મારે કશું નથી દાવો કરવા માટે. મારે કઈ નથી, કોઈ સંપત્તિ નથી. તો મારી અવગણના ના કરશો કારણકે તમે જ મારી એક માત્ર સંપત્તિ છો." આ સ્થિતિ ખૂબ સરસ છે. જ્યારે આપણે બીજી જોઈ ભૌતિક વસ્તુ પર આધારિત નથી હોતા, ફક્ત કૃષ્ણ પર જ નિર્ભર હોઈએ છીએ. તે કૃષ્ણ ભાવનામૃતની પ્રથમ દરજ્જાની સ્થિતિ છે. તેથી કૃષ્ણને ઉલ્લેખવામાં આવ્યા છે: અકિંચન વિત્તાય. "જ્યારે કોઈ ભૌતિક રીતે દરિદ્ર થઈ જય છે, તમે એક માત્ર સંપત્તિ છો." અકિંચન વિત્તાય. નમઃ અકિંચન વિત્ત, નિવૃત્ત ગુણ વૃત્તયે. "પરિણામ એ છે કે જ્યારે કોઈ તમને તેમની એક માત્ર સંપત્તિ તરીકે લે છે, તરત જ તે આ ભૌતિક પ્રકૃતિઓની ક્રિયાઓમાથી મુક્ત થાય છે." તેનો મતલબ તરત જ તે નિરપેક્ષની દિવ્ય સ્થિતિ પર સ્થિત થાય છે. અકિંચન વિત્તાય નિવૃત્ત ગુણ વૃત્તયે આત્મારામાયા (શ્રી.ભા. ૧.૮.૨૭). "તે સમયે, તે તમારી સાથે સુખી થાય છે, કારણકે તમે કૃષ્ણ છો, તમે તમારી સાથે સુખી છો..."