GU/Prabhupada 0912 - જેમની બુદ્ધિ વિકાસ પામેલી છે, તેઓ ભગવાનને અંદર અને બહાર જોઈ શકે છે



730420 - Lecture SB 01.08.28 - Los Angeles

જેમની બુદ્ધિ વિકાસ પામેલી છે, તેઓ ભગવાનને અંદર અને બહાર જોઈ શકે છે તો, સમો અહમ સર્વ ભૂતેષુ (ભ.ગી. ૯.૨૯). તે દરેક માટે એક સમાન છે. હવે તે તમારા ઉપર છે કે તમે તેમને તમારી ક્ષમતા અનુસાર સમજો. તો કુંતી પણ કહે છે તેજ વસ્તુ આ શ્લોકમાં: સમામ ચરંતમ સર્વત્ર (શ્રી.ભા. ૧.૮.૨૮). સમામ ચરંતમ. ચરંતમ મતલબ ચાલતુ. તે દરેક જગ્યાએ ચાલે છે, બહાર, અંદર, ફક્ત આપણે આપણી આંખોને યોગ્ય બનાવવી પડશે તેમને જોવા માટે. તે ભક્તિ છે, ભગવાનની હાજરીને અનુભવવા માટે આપણી ઇન્દ્રિયોને શુદ્ધ કરવી . ભગવાન બધેજ હાજર છે. અંતર બહી: અંતઃ મતલબ અંદર અને બહી: મતલબ બહાર. "તેઓ કે જે ઓછા બુદ્ધિશાળી છે, તેઓ ફક્ત ભગવાનને અંદર જોવાનો પ્રયત્ન કરે છે, અને જેમની બુદ્ધિ વિકાસ પામેલી છે, તેઓ ભગવાનને અંદર અને બહાર જોઈ શકે છે તે ફરક છે.

ધ્યાન ઓછા બુદ્ધિશાળી માણસો માટે છે. ધ્યાન મતલબ તમારે ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવું પડે. યોગ પ્રક્રિયા મતલબ યોગ ઇન્દ્રિય સંયમ. આપણી ઇન્દ્રિયો બહુ ચંચળ છે. યોગ પ્રક્રિયા દ્વારા, મારો કહેવાનો મતલબ, અલગ અલગ આસનોના અભ્યાસ દ્વારા, મન નિયંત્રણમાં આવે છે, ઇન્દ્રિયો નિયંત્રણમાં આવે છે. પછી આપણે આપણા હ્રદયમાં વિષ્ણુના રૂપ પર ધ્યાન કરી શકીએ છીએ. તે યોગ પદ્ધતિ છે. અથવા તેઓ કે જે ખૂબ જ જીવનના શારીરિક સ્તર પર છે, તેમના માટે યોગ પ્રક્રિયાની ભલામણ કરવામાં આવી છે, શારીરિક કસરતોનો અભ્યાસ, અને ભગવાનને હ્રદયની અંદર શોધવાનું. પણ ભક્તો, તેઓ કે જે ભક્તો છે, તેઓ હજુ વધારે ઉન્નત છે, તેઓને અલગથી ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવાની જરૂર નથી, કારણકે ભક્તિમાં જોડાવું મતલબ ઇંદ્રિયોનો સંયમ.

ધારોકે તમે અર્ચાવિગ્રહની પૂજામાં જોડાયેલા છો, ઓરડાની સફાઈમાં, અર્ચાવિગ્રહના શણગારમાં, અર્ચાવિગ્રહ માટે ભોગ બનાવવા, બધુ સરસ રીતે... તો તમારી ઇન્દ્રિયો પહેલેથીજ જોડાયેલી છે. તમારી ઇંદ્રિયોનો ભટકવાનો અવસર ક્યાં છે? ઇન્દ્રિયો પહેલેથી જ નિયંત્રિત છે. કારણકે મારી ઇન્દ્રિયો, ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). ભક્તિનો મતલબ ફક્ત ઇન્દ્રિયોને ઇંદ્રિયોના સ્વામીની સેવામાં જોડવું. ઋષિકેશ મતલબ ઇંદ્રિયોના સ્વામી, અને ઋષિક મતલબ ઇન્દ્રિયો. તો અત્યારે આપણી ઇન્દ્રિયો ઇન્દ્રિય તૃપ્તિમાં જોડાયેલી છે. સર્વોપાધિ, ઉપાધિ યુકત: તેથી હું આ શરીર છું. તો મારે મારી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી જ પડે. તે જીવનની દૂષિત અવસ્થા છે. પણ કોઈ જ્યારે તે સમજ પર આવે છે કે હું આ શરીર નથી, હું અધ્યાત્મિક આત્મા છું, ભગવાનનો અભિન્ન અંશ, તો મારી ઇન્દ્રિયો, અધ્યાત્મિક ઇન્દ્રિયો, પરમ અધ્યાત્મિક વ્યક્તિની સેવામાં વ્યસ્ત હોવી જોઈએ. તે જરૂરી છે.

તે મુક્તિ છે. મુક્તિ મતલબ હિત્વા અન્યથા રુપમ. જ્યારે આપણે બધ્ય છીએ, ત્યારે આપણે આપણી મૂળ બંધારણીય સ્થિતિ છોડી દઈએ છીએ. આપણી મૂળ બંધારણીય સ્થિતિ છે, જેમ ચૈતન્ય મહાપ્રભુ કહે છે: જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ ([[Vanisource:CC Madhya 20.108-109|ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯]). આપણી મૂળ બંધારણીય સ્થિતિ છે કે આપણે કૃષ્ણના શાશ્વત સેવક છીએ. તો જ્યારે આપણે આપણી જાતને ભગવાનની સેવામાં જોડી દઈએ છીએ, તરત જ આપણે મુક્ત થઈ જઈએ છીએ. તરત જ. કોઈ વિધિથી પસાર થવાનો પ્રશ્ન જ નથી. આ જ વિધિ, તમારી જાતને જોડવાની, તમારી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં જોડાવાની વિધિ, મતલબ તમે મુક્ત છો.