GU/Prabhupada 0917 - સંપૂર્ણ સંસાર ઇંદ્રિયોની સેવા કરી રહ્યો છે, ઇંદ્રિયોનો સેવક730421 - Lecture SB 01.08.29 - Los Angeles

તો જો તમે કૃષ્ણને સુશોભિત કરશો, તમે પણ સુશોભિત થશો. જો તમે કૃષ્ણને સંતુષ્ટ કરશો, તો તમે સંતુષ્ટ થશો. જો તમે કૃષ્ણને સુંદર ભોજન અર્પિત કરશો, તો તમે તે આરોગશો. કદાચ તેઓ કે જે મંદિરની બહાર છે, તેઓએ ક્યારેય આટલા સરસ ભોજનની ધારણા નહીં કરી હોય. પરંતુ કારણકે તે કૃષ્ણને અર્પિત થઈ રહ્યું છે, આપણને તેને આરોગવાનો અવસર છે. તે તત્વજ્ઞાન છે. તો તમે કૃષ્ણને બધીજ રીતે સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરો. તો તમે બધીજ રીતે સંતુષ્ટ થશો. આ છે... કૃષ્ણને તમારી સેવાની જરૂર નથી. પણ તે દયાપૂર્વક સ્વીકાર કરે છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). કૃષ્ણ તમને કહે છે કે: "તમે મારી શરણમાં આવો." તેનો મતલબ એવો નથી કે કૃષ્ણને એક સેવક ખૂટે છે, અને તમે શરણાગત થશો તો તેમને લાભ થશે. (હાસ્ય) કૃષ્ણ લાખો સેવકો માત્ર તેમની ઈચ્છાથી જ ઉત્પન્ન કરી શકે છે. તે મુદ્દો નથી. પણ જો તમે કૃષ્ણને શરણાગત થશો, તો તમે બચી જશો. તમે બચી જશો. તે તમારું કાર્ય છે.

કૃષ્ણ કહે છે: અહમ ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયીષ્યામિ (ભ.ગી. ૧૮.૬૬). તમે અહિયાં સહન કરી રહ્યા છો. જેમ કે કોઈ શરણ વગર. તમે જુઓ છો કે ઘણા લોકો શેરી માં ભટકી રહ્યા છે, કોઈ લક્ષ્ય નહી, કોઈ જીવન નહીં. આપણે સમુદ્ર કિનારે જઈએ છીએ. આપણે ઘણા બધા છોકરાઓ અને છોકરીઓ જોઈએ છીએ, કોઈ પણ લક્ષ્ય વિના, રખડે છે, કઈ ખબર નથી શું કરવું, બધા દુવિધામાં. તો... પણ જો તમે કૃષ્ણની શરણ લેશો, તો તમે જાણશો. ઓહ, હવે મારે શરણ છે." હવે કોઈ દુવિધા નથી. હવે કોઈ નિરાશા નથી. તમે બહુ સારી રીતે સમજી શકશો. અને મને રોજ ઘણા બધા પત્રો મળે છે, કેવી રીતે તેઓ કૃષ્ણ ભાવનામૃતમાં આશાપૂર્ણ છે.

તો, કૃષ્ણ અહી આવ્યા છે, તેઓ થોડાક સેવકો ભેગા કરવા અવતરિત થયા છે, તે હકીકત નથી. જો આપણે માનીએ.... કૃષ્ણના સેવક બનવા કરતાં, આપણે ઘણી બધી વસ્તુઓના સેવક છીએ. આપણે આપણી ઇંદ્રિયોના સેવક છીએ, અને ઇંદ્રિયોના કાર્યોના. કામ, ક્રોધ, લોભ, મોહ. ખરેખર સંપૂર્ણ સંસાર ઇંદ્રિયોની સેવા કરી રહ્યો છે, ઇંદ્રિયોનો સેવક. ગોદાસ. પણ જો આપણે આપણી ઇન્દ્રિયોને કૃષ્ણની સેવામાં જોડીએ, તો આપણે ઇંદ્રિયોના સેવક નથી રહેતા. આપણે ઇંદ્રિયોના સ્વામી બનીએ છીએ. કારણકે, આપણે, આપણે, આપણે આપણી ઇન્દ્રિયોને બીજી ક્રિયાઓમાં જોડવા માટે પરવાનગી ના આપવી જોઈએ. તે શક્તિ આપણને મળશે અને પછી આપણે સુરક્ષિત છીએ.

તો અહી કુંતીદેવી તે કહી રહ્યા છે: "તમારી ઉપસ્થિતિ આ ભૌતિક જગત માં છે... ભ્રામક નથી, વિસ્મયકારી છે." આપણે વિચારીએ છીએ કે: "કૃષ્ણને કઈક કાર્ય છે, કઈક હેતુ છે. તેથી તેઓ અવતરિત થાય છે." ના. તે તેમની લીલાઓ છે. તે લીલા છે. જેમ કે કોઈક વાર રાજ્યપાલ કેદખાનામાં નિરીક્ષણ કરવા જાય છે. તેમણે કેદખાનામાં કઈ કાર્ય નથી. તેને નિરીક્ષકથી સૂચના મળતી રહે છે. તેને જરૂર નથી.... પણ છતાં કોઈક વાર તે આવે છે: "મને જોવા દે તેઓ કેવું કામ કરી રહ્યા છે." તેને લીલા કહેવાય છે. તે તેમની સ્વેચ્છા છે. એવું નથી કે તે જેલના નિયમોથી બંધાઈ ગયો છે અને તેણે જેલમાં આવવું જ પડે છે. ના, તેવું નહીં. પણ જો કેદીઓ વિચારે કે: "ઓહ, અહી રાજયપાલ પણ કેદખાનામાં છે. તો આપણે એક સમાન છે. આપણે સમાન છીએ. હું પણ રાજયપાલ છું." (હાસ્ય) ધૂર્ત તે રીતે વિચારે છે. "કારણકે કૃષ્ણ આવ્યા છે, અવતરિત થયા છે, અવતાર, તો હું પણ અવતાર છું." આ ધૂર્તતા ચાલી રહી છે.