GU/Prabhupada 0920 - જીવન શક્તિ, આત્મા, હોવાના કારણે પૂરું શરીર કામ કરી રહ્યું છે
730422 - Lecture SB 01.08.30 - Los Angeles
અનુવાદ: "બેશક તે વિસ્મયકારી છે, ઓ બ્રહ્માણ્ડના આત્મા, કે તમે કાર્ય કરો છો, જોકે તમે નિષ્ક્રિય છો, અને તે કે તમે જન્મ લો છો, જો કે તમે જીવન શક્તિ છો અને અજન્મા છો. તમે તમારી જાતને પશુઓમાં, મનુષ્યોમાં, ઋષિઓમાં, અને જળચરોમાં અવતરિત કરો છો. આ ખૂબ જ વિસ્મયકારી છે."
પ્રભુપાદ: તો કૃષ્ણને સંબોધવામાં આવ્યા છે વિશ્વાત્મન તરીકે, બ્રહ્માણ્ડની જીવન શક્તિ. જેમ કે મારા શરીરમાં, તમારા શરીરમાં, જીવન શક્તિ છે. જીવન શક્તિ આત્મા છે, જીવ કે આત્મા. તો કારણકે જીવન શક્તિ છે, આત્મા છે, પૂરું શરીર કામ કરી રહ્યું છે.
તો તેવી જ રીતે પરમ જીવન શક્તિ છે. પરમ જીવન શક્તિ છે કૃષ્ણ કે પૂર્ણ પુરષોત્તમ ભગવાન. તેથી તેમના જન્મ લેવાનો, ઉપસ્થિતિનો કે અનુપસ્થિતિનો પ્રશ્ન જ ક્યાં છે? ભગવદ ગીતામાં તે કહેલું છે: જન્મ કર્મ ચ મે દિવ્યમ (ભ.ગી. ૪.૯). દિવ્યમ મતલબ આધ્યાત્મિક. અજો અપિ સન્ન અવ્યયાત્મા. અજ મતલબ જેનો જન્મ નથી થતો તે. અવ્યયાત્મા, કોઈ વિનાશ વગર. તો કૃષ્ણ અસ્તિત્વમાં છે, જેમકે આ સ્તોત્રની શરૂઆતમાં... કુંતીએ કૃષ્ણને સંબોધ્યા છે કે: "તમે અંદર છો, તમે બહાર છો - છતાં અદ્રશ્ય છો." કૃષ્ણ અંદર, બહાર છે. તે આપણે સમજાવેલુ છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદેષુ અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). સર્વસ્ય ચાહમ હ્રદી સન્નિવિષ્ટ: (ભ.ગી. ૧૫.૧૫). કૃષ્ણ દરેકના હ્રદયમાં સ્થિત છે. તેથી તે દરેકની અંદર છે. અંડાન્તરસ્થ પરમાણુ ચયાંતરસ્થમ (બ્ર.સં. ૫.૩૫). તેઓ, તેઓ દરેક અણુની અંદર પણ છે. અને બહાર પણ.
વિશ્વરૂપ, જેમ કૃષ્ણએ બતાવ્યુ, વિશ્વરૂપ, બાહરી રૂપ. આ વિશાળ બ્રહ્માણ્ડની અભિવ્યક્તિ. તે કૃષ્ણનું બાહ્ય સ્વરૂપ છે. આ શ્રીમદ ભાગવતમમાં વર્ણવેલું છે. ટેકરીઓ, પહાડો, તેઓ હાડકાં તરીકે વર્ણવેલા છે. જેમ કે આપણા શરીરમાં અમુક ભાગ હાડકાઓથી પેદા થયેલા છે. તેવી જ રીતે આ મોટા, મોટા પર્વતો અને ટેકરીઓ, તેઓને હાડકા તરીકે વર્ણવેલા છે. અને મોટા, મોટા મહાસાગરોને શરીરના અલગ છિદ્રો તરીકે વર્ણવેલા છે, ઉપર અને નીચે. તેજ રીતે બ્રહ્મલોક ખોપરી છે, ઉપરની ખોપરી.
તો તે કે જે ભગવાનને જોઈ નથી શકતો, તેને ભગવાનને ઘણી રીતે જોવાની સલાહ આપવામાં આવી છે. આ વેદિક સાહિત્યની શિક્ષા છે. કારણકે તમે ફક્ત ભગવાનને અનુભવી શકો, મહાન... મહાનતા... તમને એ પણ ખબર નથી કે તેઓ કેટલા મહાન છે. તો તમારી મહાનતાની પરિભાષા... જેમ કે બહુજ ઊંચા પર્વતો, આકાશ, મોટા, મોટા ગ્રહો. તો વર્ણન આપેલું છે. તમે વિચારી શકો છો. તે પણ કૃષ્ણ ભાવનામૃત છે. જો તમે વિચારો કે: "આ પર્વત કૃષ્ણનું હાડકું છે," તે પણ કૃષ્ણ ભાવનામૃત છે. ખરેખર તેવું છે. જો તમે વિચારો કે આ મોટો પેસિફિક મહાસાગર કૃષ્ણની નાભી છે. આ મોટા, મોટા વૃક્ષો, છોડો, તેઓ કૃષ્ણના શરીરના વાળ છે. પછી માથું, કૃષ્ણની ખોપરી, તે બ્રહ્મલોક છે. તાળવું પાતાળલોક છે. તેવી જ રીતે... આ છે મહતો મહિયાન. જ્યારે તમે કૃષ્ણને મહાન કરતાં મહાનતમ વિચારો, તમે તે વિચારી શકો છો. અને જો તમે કૃષ્ણ ને બંને વિચારો, સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ. તે પણ મહાનતા છે. તે પણ મહાનતા છે. કૃષ્ણ આ વિશાળ બ્રહ્માણ્ડની અભિવ્યક્તિનું નિર્માણ કરી શકે છે, અને તેઓ એક નાનકડો કીડો, એક બિંદુ કરતાં નાનો પણ બનાવી શકે છે.
તમે કોઈક વાર પુસ્તકમાં જોયું છે કોઈ કીડો દોડી રહ્યો છે. તેનો આકાર પૂર્ણવિરામ કરતાં પણ નાનો છે. તે કૃષ્ણનું શિલ્પકૌશલ્ય છે. અણોર અણિયાન મહતો મહિયાન. તે વિશાળ કરતાં વિશાળ સર્જી શકે છે અને સૂક્ષ્મ કરતાં સૂક્ષ્મ. હવે મનુષ્ય, તેમના વિચાર પ્રમાણે, તેઓએ ૭૪૭ હવાઈજાહજ બનાવ્યું છે, બહુ મોટું હોવું જોઈએ. ઠીક છે. તમારી ચેતના પ્રમાણે, તમે કશું બહુ મોટું બનાવ્યું છે. પણ તમે એક નાના હવાઈજાહજ જેવો ઊડતો કીડો બનાવી શકો? તે શક્ય નથી. તેથી મહાનતાનો મતલબ છે કે તે કે જે વિશાળ કરતા વિશાળ હોય, અને સૂક્ષ્મ કરતા સૂક્ષ્મ હોય. તે મહાનતા છે.