GU/Prabhupada 0933 - કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને પશુ જીવનમાં પતિત થતાં બચાવવા માટે પ્રયત્ન કરે છે730424 - Lecture SB 01.08.32 - Los Angeles

પ્રભુપાદ: કૃષ્ણ દેવકીના પુત્ર બનવા અવતરિત થાય છે દેવકીના યશગાન માટે કૃષ્ણ યશોદાના પુત્ર બને છે તેમની ભક્ત, યશોદા,ની મહિમા માટે. તેવી જ રીતે કૃષ્ણ યદુ મહારાજના કુળમાં અવતરિત થયા ફક્ત યશગાન માટે. તેઓ કૃષ્ણના મહાન ભક્ત હતા, અને... તેઓએ મહારાજ યદુના કુટુંબમાં જન્મ લીધો. સમસ્ત કુટુંબ હજુ પણ ઉજવે છે: યાદવ. કૃષ્ણનું નામ યાદવ છે, કારણકે તેમણે યદુ કુટુંબમાં જન્મ લીધો. તો તે કેવી રીતે છે, કે કૃષ્ણએ લીધો...? તો કુટુંબના યશગાન માટે. તેવી જ રીતે, ઉદાહરણ આપેલું છે: જેમ મલયસ્યેવ ચંદનમ (શ્રી.ભા. ૧.૮.૩૨). ચંદન. આ એક વૃક્ષ છે. એક વૃક્ષ ક્યાય પણ ઊગી શકે છે, પણ ચંદનનું વૃક્ષ, કારણકે તે મલેશિયા દેશમાં બહુ મહત્વપૂર્ણ છે... પહેલા તેઓ ચંદન વૃક્ષ ઉગાડતા હતા, જેવુ મે તમને કહ્યું, કારણકે ચંદનની સારી માંગ હતી, ખાસ કરીને ભારતમાં. તો તેઓ... હવે તેઓ રબર વૃક્ષ ઉગાડે છે કારણકે રબરની સારી માંગ છે.

તો.. વ્યવસાય પાછળ પણ... કુંતી ખૂબ સુંદર ઉદાહરણ આપે છે. આ ચંદન વૃક્ષ, તે એક જાતનું વૃક્ષ છે. તે ક્યાય પણ ઊગી શકે છે. તેવું જરૂરી નથી કે તેણે મલેશિયામાં જ ઉગવું પડે કે મલય ટેકરી. એવા કોઈ નીતિ નિયમો નથી. તે ગમે ત્યાં ઊગી શકે છે. પણ કારણકે આ ચંદન આટલા મોટા પ્રમાણમા દુનિયાના આ ભાગમાં ઊગે છે, ચંદન તે મલય ચંદન તરીકે પણ પ્રખ્યાત છે. મલય ચંદન.

જેમકે, તમારા પાશ્ચાત્ય દેશોમાં, સુગંધિત પાણી: યુ ડી કોલોન. યુ ડી કોલોન. કોલોન તે ફ્રાંસ નો દેશ છે...? અને ત્યાં તેનું ઉત્પાદન થાય છે, તેથી તેણે યુ ડી કોલોન કહે છે. તો તેવી જ રીતે, યુ ડી કોલોન ક્યાય પણ બની શકે છે, પણ મૂળ રૂપે કારણકે તે કોલોન શહેરમાં બનાવવામાં આવે છે, તે યુ ડી કોલોન તરીકે ઓળખાય છે. તેવી જ રીતે ચંદનનું લાકડું ગમે ત્યાં ઊગી શકે છે પણ કારણકે મૂળ રૂપે તે મલયમાં વધારે મહત્વપૂર્ણ છે...

હવે ૫,૦૦૦ વર્ષો પહેલા, કુંતી આ પ્રાર્થના કરી રહી છે. તેનો મતલબ ૫,૦૦૦ વર્ષો પહેલા, ચંદન મલેશિયામાં ઉગતું હતું. તો આ મલેશિયા નવું નામ નથી. તે હજારો અને હજારો વર્ષોથી જાણીતું છે. અને... આ બધા સ્થળો, તે વેદિક સંસ્કૃતિ છે. તો તેવી જ રીતે તેઓ ઉદાહરણ આપી રહ્યા છે, કે... કૃષ્ણ બાધ્ય નથી કે કોઈ વિશેષ પરિવાર કે વિશેષ દેશમાં જન્મ લેવા માટે. તેમને આવી કોઈ બાધ્યતા નથી. પણ કોઈ પરિવાર કે ચોક્કસ વ્યક્તિની મહિમા વધારવા માટે, કારણકે તે તેમનો ભક્ત છે, તેઓ જન્મ લે છે.

કારણ છે તેઓ અવતરિત થઈ રહ્યા છીએ... તેથી તેને દિવ્યમ, દિવ્ય કહેવાય છે. તેઓ બાધ્ય નથી. પણ આપણા પર ઉપકાર કરે છે. તે ફરક છે આપણા અને કૃષ્ણના જન્મ લેવામાં. આપણા પર ઉપકાર થાય છે. જો આપણે આપણા કર્મો દ્વારા, આપણા કાર્યો દ્વારા, એક સારા કુટુંબમાં જન્મ લેવા યોગ્ય બનીશું, તો મને મારો જન્મ એક સારા કુટુંબમાં, કે માનવ સમાજમાં, કે દેવતાઓના સમાજમાં મળશે. પણ જો મારા કાર્યો નીચલી કક્ષાના જેમ કે પ્રાણીઓ જેવા હશે, તો મારે પશુ યોનિમાં જન્મ લેવો પડશે. તે બળપૂર્વક થશે. કર્મણા દૈવ નેત્રેણ જંતુર દેહ ઉપપત્તયે (શ્રી.ભા. ૩.૩૧.૧). આપણે એક ચોક્કસ પ્રકારનું શરીર વિકસિત કરીએ છીએ આપણા કર્મ અનુસાર.

આ જીવનમાં... આ મનુષ્ય જીવન મળ્યું છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા માટે, પરમ નિરપેક્ષ સત્યને જાણવા માટે. પણ જો આપણે તે નહીં કરીએ, જો આપણે ફક્ત પશુ જેવા રહીશું, તો ફરીથી આપણે પશુયોનીમાં જવું પડશે. અવસરનો દુરુપયોગ. પછી આપણે... કૃષ્ણ ભાવનામૃત આંદોલન પ્રયાસ કરે છે લોકોને બચાવવાનો, પશુ જીવનમાં પતિત થતાં.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: હરે કૃષ્ણ, શ્રીલ પ્રભુપાદનો જય હો!