GU/Prabhupada 0938 - ઈશુ ખ્રિસ્ત, કોઈ વાંક નથી. ફક્ત વાંક હતો કે તેઓ ઈશ્વર વિષે પ્રચાર કરતાં હતા
730425 - Lecture SB 01.08.33 - Los Angeles
પ્રભુપાદ: માણસોનો એક વર્ગ હોય છે, તેઓ અસુરો કહેવાય છે. તેઓ સુર દ્વિષામ કહેવાય છે. તેઓ હમેશા ભક્તોથી ઈર્ષાળુ હોય છે. તેઓને રાક્ષસો કહેવાય છે. જેમ કે પ્રહલાદ મહારાજ અને તેમના પિતા હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુ પ્રહલાદ મહારાજના પિતા હતા, પણ કારણકે પ્રહલાદ મહારાજ એક ભક્ત હતા, તેઓ ઈર્ષાળુ થયા હતા. તે રાક્ષસોનો સ્વભાવ છે. એટલા ઈર્ષાળુ, કે તેઓ પોતાના પુત્રને મારવા માટે તૈયાર હતા. ફક્ત વાંક હતો કે, તે નાનો છોકરો, તે હરે કૃષ્ણ જપ કરતો હતો. તે વાંક હતો. પિતા ના કરી શક્યા... તેથી તેઓ કહેવાય છે સુર દ્વિષામ, હમેશા ભક્તોના ઈર્ષાળુ. રાક્ષસ મતલબ હમેશા ભક્તોના ઈર્ષાળુ. આ ભૌતિક જગત તેટલું ઉપદ્રવી સ્થળ છે કે...
જેમ કે, તમારી પાસે એક સરસ ઉદાહરણ છે. જેમ કે ઈશુ ખ્રિસ્ત, પ્રભુ ખ્રિસ્ત. તો તેમનો વાંક શું હતો? પણ સૂર દ્વિષામ, ઈર્ષાળુ વ્યક્તિઓએ તેમને મારી નાખ્યા. અને જો આપણે જોઈએ, જો આપણે વિશ્લેષણ કરીએ, ઈશુ ખ્રિસ્તનો, કોઈ વાંક ન હતો. ફક્ત તેટલો જ વાંક હતો કે તેઓ ભગવાન વિષે પ્રચાર કરી રહ્યા હતા. અને છતાં તેમને ઘણા બધા દુશ્મનો મળ્યા. તેમણે નિર્દયતાપૂર્વક ક્રોસ સ્તંભ પર ચઢાવી દીધા. તો તમે હમેશા જોશો આ, સુરદ્વિષામ. તો કૃષ્ણ આ સુરદ્વિષામ ને મારવા માટે અવતરિત થાય છે. તેથી વધાય ચ સુરદ્વિષામ. આ ઈર્ષાળુ વ્યક્તિઓનો વધ થાય છે.
પણ આ હત્યાનું કાર્ય કૃષ્ણની હાજરી વગર પણ થઈ શકે છે. કારણકે ઘણા બધા કુદરતી બળો છે, યુદ્ધ, મહામારી, અકાળ. કઈ પણ. ફક્ત કામ પર લગાવી દો. લાખો લોકો મારી શકે છે. તો કૃષ્ણને આ ધૂર્તોને મારવા માટે આવવાની જરૂર નથી. તેઓ ફક્ત કૃષ્ણના માર્ગદર્શન હેઠળ મરી શકે છે, પ્રકૃતિનો કાયદો. પ્રકૃતે: ક્રિયમાણાનિ ગૂણે કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). સૃષ્ટિ સ્થિતિ પ્રલય સાધન શક્તિર એકા (બ્ર.સં. ૫.૪૪). પ્રકૃતિ પાસે તેટલી શક્તિ છે કે તે રચી શકે છે, તે પાલન કરી શકે છે, તે વિનાશ કરી શકે છે, બધુ જ. પ્રકૃતિ બહુ બળવાન છે.
સૃષ્ટિ સ્થિતિ પ્રલય. સૃષ્ટિ મતલબ રચના, અને સ્તિથિ મતલબ પાલન, અને પ્રલય મતલબ વિનાશ. આ ત્રણ વસ્તુ પ્રકૃતિ કરી શકે છે. જેમ કે આ રચના, ભૌતિક રચના પ્રકૃતિક છે, પ્રકૃતિ, લૌકિક અભિવ્યક્તિ. તેનું પાલન થાય છે. પ્રકૃતિની કૃપાથી, આપણને સૂર્યપ્રકાશ મળે છે, આપણને હવા મળે છે, આપણને વરસાદ મળે છે અને તેથી આપણે અન્ન ઉગાડીએ છીએ, સારી રીતે ખાઈએ છીએ, સારી રીતે વધીએ છીએ. આ પાલન પણ પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું છે. પણ કોઈ પણ સમયે બધુજ ફક્ત એક તેજ પવનથી સમાપ્ત થઈ શકે છે. પ્રકૃતિ બહુ જ શક્તિશાળી છે. તો આ રાક્ષસોને મારવા માટે, પ્રકૃતિ પહેલેથી જ છે. બેશક, પ્રકૃતિ કૃષ્ણના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે. માયાધ્યક્ષેન પ્રકૃતિ સુયતે સચરાચરમ (ભ.ગી. ૯.૧૦). તો જો કૃષ્ણ કહે છે કે આ રાક્ષસો મરાવા જોઈએ, તો પ્રકૃતિનો એક ધમાકો, એક તેજ હવા, તેવા લાખોને મારી શકે છે.
તો તે હેતુ માટે કૃષ્ણને અવતરિત થવાની જરૂર નથી. પણ અહી કહ્યું છે તેમ કૃષ્ણ અવતરિત થાય છે, કે: યાચિત. કૃષ્ણ અવતરિત થાય છે જ્યારે તેમના ભક્તો જેવાકે વસુદેવ અને દેવકી વિનંતી કરે છે. તેથી તેઓ અવતરિત થાય છે. તે તેમના અવતારનું કારણ છે. અને સાથે સાથે જ્યારે તેઓ આવે છે તેઓ આ પણ બતાવે છે, કે "જે કોઈ પણ મારા ભક્તોના ઈર્ષાળુ છે, હું તેમને મારીશ. હું તેમને મારીશ." બેશક, તેમનું મારવું અને પાલન કરવું તે એક જ વસ્તુ છે. તેઓ નિરપેક્ષ છે. તેઓ કે જે કૃષ્ણ દ્વારા મૃત્યુ પામ્યા, તેઓને તરત જ મુક્તિ મળી ગઈ, જે લાખો વર્ષોને અંતે મળે છે. તો લોકો તેવું કહે છે કે, કૃષ્ણ આ હેતુ માટે અવતરિત થાય છે કે તે હેતુ માટે, પણ ખરેખર કૃષ્ણ અવતરિત થાય છે તેમના ભક્તોના લાભ માટે, ક્ષેમાય. ક્ષેમાયનો મતલબ શું છે? પાલન કરવા માટે?
ભક્ત: "કલ્યાણ માટે."
પ્રભુપાદ: કલ્યાણ માટે. ભક્તોના કલ્યાણ માટે. તેઓ હમેશા ભક્તોના કલ્યાણની ઈચ્છા રાખે છે. તેથી કુંતીની આ શિક્ષામાથી, આપણું કાર્ય હોવું જોઈએ કેવી રીતે ભક્ત બનવું. તો આપણામાં બધા સારા ગુણો આવી જશે. યસ્યાસ્તી ભક્તિર ભગવતિ અકિંચના સર્વૈર ગુણેસ તત્ર સમાસતે સૂર: (શ્રી.ભા. ૫.૧૮.૧૨). જો તમે ફક્ત તમારી ભક્તિનો વિકાસ કરશો, સુષુપ્ત ભક્તિ, સ્વાભાવિક ભક્તિ... આપણને સ્વાભાવિક ભક્તિ હોય છે.
જેમ કે પિતા અને પુત્ર, સ્વાભાવિક લાગણી છે. અને જો પુત્રને તેને પિતા, માતા માટે સ્વાભાવિક ભક્તિ છે. તેવી જ રીતે, આપણે આપણી સ્વાભાવિક ભક્તિ છે. જ્યારે આપણે ખરેખર ખતરામાં હોઈએ છીએ, વૈજ્ઞાનિકો સુદ્ધાં, તેઓ પણ ભગવાનને પ્રાર્થના કરે છે. પણ જ્યારે તેઓ ખતરામાં નથી હોતા, તેઓ ભગવાનને રદ કરે છે. તો તેથી ખતરો જરૂરી છે આ ધૂર્તોને તે શીખવાડવા માટે કે ભગવાન છે. તો તેથી સ્વાભાવિક. જીવેર સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). તે આપણી પ્રકૃતિક... કૃત્રિમ રીતે આપણે ભગવાનને કાઢી નાખવાનો પ્રયત્ન કરીએ છીએ. "ભગવાન મૃત છે, કોઈ ભગવાન નથી, હું ભગવાન છું, આ ભગવાન છે, તે ભગવાન છે." આ ધૂર્તતા આપણે છોડવી જોઈએ. પછી આપણને બધીજ સુરક્ષા કૃષ્ણ દ્વારા મળશે.
આપનો ખૂબ ખૂબ આભાર.
ભક્તો: જય પ્રભુપાદ, હરિબોલ!